Sovereign Gold : સરકાર સોનામાં રોકાણ ઉપર આપી રહી છે વ્યાજનો લાભ , જાણો વિગતવાર

સસ્તું સોનુ ખરીદવાની તકનો આજે છેલ્લો દિવસ છે. આરબીઆઇની સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ(RBI sovereign gold bond scheme ) 2021-22 ચાલી રહી છે.

Sovereign Gold : સરકાર સોનામાં રોકાણ ઉપર આપી રહી છે વ્યાજનો લાભ , જાણો વિગતવાર
symbolic image
Follow Us:
| Updated on: Jun 04, 2021 | 7:28 AM

સસ્તું સોનુ ખરીદવાની તકનો આજે છેલ્લો દિવસ છે. આરબીઆઇની સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ(RBI sovereign gold bond scheme ) 2021-22 ચાલી રહી છે. જેમાં હાલ સોનાના ભાવ પ્રતિ ગ્રામ દીઠ 4889 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. યોજના અંતર્ગત ત્રીજી શ્રેણીમાં 31 મે થી 4 જૂન, 2021 સુધી 5 દિવસ માટે સબ્સ્ક્રિપ્શન અપાઈ રહ્યું છે. આજે શ્રેણી ૩ નો છેલ્લો દિવસ છે.

જાણો શું છે બોન્ડની ઇસ્યુ પ્રાઇસ ? SGBની ઇશ્યૂ પ્રાઈઝ છેલ્લા 3 ટ્રેડિંગ સેશન દરમિયાન 24 કેરેટ સોનાના સરેરાશ બંધ ભાવના આધારે નક્કી કરવામાં આવે છે. આ વખતે ગોલ્ડ બોન્ડનો ઇશ્યૂ પ્રાઈઝ 4,889 રૂપિયા પ્રતિ ગ્રામ રાખવામાં આવ્યો છે એટલે કે 10 ગ્રામ સોનાનો ભાવ રૂપિયા 48,890 રહેશે.

ઇશ્યુ પ્રાઇસ પર 2.50% વ્યાજ મળે છે સોવેરિન ગોલ્ડ બોન્ડમાં ઇશ્યુ પ્રાઇસ પર દર વર્ષે 2.50% વ્યાજ મળે છે. તે રકમ દર 6 મહિને તમારા એકાઉન્ટમાં આવે છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

કેટલું સોનુ ખરીદી શકાય? સોવેરિન ગોલ્ડ બોન્ડમાં સોનાની ખરીદી યુનિટ્સમાં થાય છે. એક યુનિટની ગણતરી એક ગ્રામ થાય છે. એક વ્યક્તિ એક નાણાકીય વર્ષમાં મિનિમમ 1 ગ્રામ અને મેક્સિમમ 4 કિલોગ્રામ સુધી વેલ્યુના બોન્ડ ખરીદી શકે છે. જો કે કોઈ ટ્રસ્ટ માટે સોનુ ખરીદવાની મહત્તમ મર્યાદા 20 કિલોગ્રામ છે. ઓનલાઇન પેમેન્ટ પર ડિસ્કાઉન્ટ પણ મળે છે.

શું લોક ઈન પિરિયડ હોય છે? બોન્ડનો મેચ્યોરિટી પીરિયડ 8 વર્ષ છે પરંતુ રોકાણકારો 5 વર્ષ સ્કીમની બહાર નીકળી શકે છે.

ક્યાંથી ખરીદી શકાય ગોલ્ડ બોન્ડ ? કમર્શિયલ બેંકર્સ, પોસ્ટ ઓફિસ, સ્ટોકે એક્સચેન્જ-બીએસઇ અને એનએસઇ તથા સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશનમાંથી ખરીદી શકાય છે.

સોવરન ગોલ્ડ બોન્ડ અને ફિઝિકલ ગોલ્ડમાં શું તફાવત છે? સરકારએ દેશમાં ફિઝિકલ ફોર્મમાં ગોલ્ડની ખરીદીની માંગને ઘટાડવા નવેમ્બર ૨૦૧૫ માં આ સ્કીમ શરૂ કરી રહી છે. આ સરકારી બોન્ડ છે. તેને ડીમેન્ટ રૂપમાં પરિવર્તિત કરી શકાય છે. મૂલ્ય રૂપિયા અથવા ડોલરમાં નહી પણ સોનાના વજનમાં અંકાય છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">