Expensive Cities : દુનિયાના સૌથી મોંઘા શહેરમાં ન્યુયોર્ક અને સિંગાપોર ટોચ પર, જાણો ભારતના ક્યાં શહેરો છે યાદીમાં સામેલ

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Dhinal Chavda

Updated on: Dec 02, 2022 | 11:50 AM

Expensive Cities : મોંઘવારીની યાદીમાં એવું પ્રથમ વખત બન્યુ છે કે જ્યારે ન્યૂયોર્ક રેન્કિંગમાં ટોચ પર છે. વિશ્વના સૌથી મોટા શહેરોમાં રહેવાની સરેરાશ કિંમત આ વર્ષે 8.1% વધી છે.

Expensive Cities : દુનિયાના સૌથી મોંઘા શહેરમાં ન્યુયોર્ક અને સિંગાપોર ટોચ પર, જાણો ભારતના ક્યાં શહેરો છે યાદીમાં સામેલ
Singapore

Most Expensive Cities : દુનિયાભરમાં મોંઘવારી સતત વધતી જાય છે. અને લોકોની જીવનશૈલી પણ સતત બદલાતી જાય છે. પરંતુ આપણે બધા જાણીએ છીએ કે દરેક શહેરમાં આટલી મોંઘવારી હોતી નથી, ઘણા એવા શહેર છે જે જીવન જીવવા માટે પ્રમાણમાં સસ્તા છે, પરંતુ આજે આપણે અહિં દુનિયાના સૌથી મોંઘા શહેર વિશે વાત કરી રહ્યા છીએ. લંડનના ઇકોનોમિસ્ટ યૂનિટના ‘વલ્ડવાઇડ ઓફ લિવિંગ સર્વે'(Worldwide Cost of Living Survey) અનુસાર વિશ્વના સૌથી મોંઘા શહેરો સંયુક્ત રીતે ન્યુયોર્ક અને સિંગાપોર છે. આ પહેલી વખત છે જ્યારે ન્યૂયોર્ક રેન્કિંગમાં ટોચ પર છે. વિશ્વના સૌથી મોટા શહેરોમાં રહેવાની સરેરાશ કિંમત આ વર્ષે 8.1% વધી છે. યુક્રેનમાં યુદ્ધ અને સપ્લાય ચેન પર કોવિડની અસરને આ મોંઘવારી વધારા પાછળના પરિબળો તરીકે ઓળખવામાં આવી હતી.

મોટા વૈશ્વિક શહેરોમાં ઊર્જાના કિંમતમાં વધારો થવાથી ફુગાવાનો દર બમણો થયો છે. વિશ્વના મુખ્ય શહેરોમાં સર્વેક્ષણ કરાયેલા 172 શહેરોમાં રહેવાની કિંમત વાર્ષિક સરેરાશ 8.1 ટકા વધી છે. આ દર છેલ્લા 20 વર્ષમાં સૌથી વધુ છે. આ યાદીમાં ત્રણ ભારતીય શહેરોના નામ પણ છે પરંતુ ટોપ 100માં ભારતનું કોઈ શહેર સામેલ નથી.

વિશ્વના 10 સૌથી મોંઘા શહેરોની યાદીમાં ત્રણ અમેરિકન શહેરો ન્યૂયોર્ક, લોસ એન્જલસ અને સાન ફ્રાન્સિસ્કો સામેલ છે. આ પ્રથમ વખત બન્યુ છે જ્યારે ન્યૂયોર્કને ત્રણ શહેરો યાદીમાં ટોપ પર હોય. કિંમતોમાં વધારા અને ડોલરની મજબુતાઈ વચ્ચે સર્વેમાં સામેલ તમામ 22 યુએસ શહેરોએ પણ રેન્કિંગમાં વધારો જોવા મળ્યો છે. આમાંથી છ (એટલાન્ટા, શાર્લોટ, ઇન્ડિયાનાપોલિસ, સાન ડિએગો, પોર્ટલેન્ડ અને બોસ્ટન) એ 10 શહેરોમાં સામેલ છે જેણે રેન્કિંગમાં સૌથી વધુ ઉછાળો નોંધાવ્યો છે. જોકે મોટાભાગના યુરોપિયન શહેરોએ તેમની રેન્કિંગમાં ઘટાડો કર્યો છે.

રશિયન શહેરોએ સૌથી મોટો ઉછાળો લીધો

વૈશ્વિક સર્વેમાં જાહેર કરાયેલા રેન્કિંગમાં ઈઝરાયેલનું શહેર તેલ અવીવ (Tel Aviv) ગયા વર્ષે ટોચ પર હતું, જે હવે ત્રીજા સ્થાને આવી ગયું છે. સૌથી મોટો ફેરફાર રશિયન શહેરો મોસ્કો અને સેન્ટ પીટર્સબર્ગની રેન્કિંગમાં થયો છે. ભારે ફુગાવાના સંદર્ભમાં, બંનેનું રેન્કિંગ અનુક્રમે 88 અને 70 પોઈન્ટ્સ વધ્યું છે.

હકીકતમાં, યુક્રેનમાં યુદ્ધ, રશિયા પર પશ્ચિમી પ્રતિબંધો અને ચીનની કોવિડ નીતિઓએ સપ્લાય-ચેઇન સમસ્યાઓને કારણે સમગ્ર વિશ્વમાં મોંઘવારી ઝડપથી વધી રહી છે.

આ યાદીમાં ત્રણ ભારતીય શહેરોનો પણ સમાવેશ થાય છે

રિપોર્ટ અનુસાર દુનિયાના સૌથી સસ્તા શહેરો સીરિયાના દમાસ્કસ અને લિબિયાના ત્રિપોલી છે. આ સ્થિતિ આ દેશોની નબળી અર્થવ્યવસ્થા અને ચલણને દર્શાવે છે. મોંઘવારીની યાદીમાં ત્રણ ભારતીય શહેરો પણ સામેલ છે. જેમાં બેંગ્લોર 161માં, ચેન્નાઈ 164માં અને અમદાવાદ 165માં ક્રમે છે. આ વર્ષે ઓગસ્ટથી સપ્ટેમ્બર વચ્ચે કરવામાં આવેલા આ સર્વેમાં વિશ્વભરના શહેરોમાં 200 થી વધુ વસ્તુઓ અને સેવાઓની કિંમતોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે.

સૌથી મોંઘું શહેર

રેન્ક અને સિટી 1 – ન્યૂયોર્ક, 1 – સિંગાપોર, 3 – તેલ અવીવ, 4 – હોંગકોંગ, 4 – લોસ એન્જલસ, 6 – ઝ્યુરિચ, 7 – જિનીવા 8 – સાન ફ્રાન્સિસ્કો, 9 – પેરિસ, 10 – સિડની 10 – કોપનહેગન

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati