કોરોનાની(Corona ) બીજી ભયાવહ લહેર ઓસરી ગઈ છે. અને ત્રીજી લહેરનું હાલ નક્કી નથી. તે સિવાય સુરતમાં કાપડ માર્કેટમાં(Textile Market ) આવેલી મંદીની લહેર ઘણું કહી જાય છે. એકસમયે જ્યાં અહીં દુકાનો ખાલી નહોતી મળતી ત્યાં હવે દુકાનો સસ્તા ભાડાથી મળી રહી છે, ઘણી દુકાનો ખાલી પડી છે. અને વેપારીઓ પણ સસ્તા ભાડાની દુકાનો ખરીદવા તરફ વળ્યાં છે.
કોરોનાની મહામારીથી આવેલી મંદીમાં કાપડ વેપારીઓને રિંગરોડના કાપડ ઉધોગની ટેક્સ્ટાઇલ માર્કેટમાં ભાડાંની દુકાનોને હવે સસ્તા ભાડાની દુકાનોની શોધ છે. તો બીજી તરફ સરોલી વિસ્તારમાં તકનો લાભ લઈને સસ્તામાં અનેક સુવિધાઓ સાથે દુકાનો આપવામાં આવી રહી છે. અને હવે ઘણા વેપારીઓ સારોલી તરફ દુકાનો ખરીદવા તરફ પણ વળી રહ્યા છે.
એશિયાની સૌથી મોટી સુરતના કાપડ બજારના હાલ સારા નથી. લાખો લોકોને રોજગાર આપનારી કાપડ ઉધોગના દરેક સેક્ટરમાં હાલ મંદીનો માહોલ છે. અને તેની અસર રિયલ એસ્ટેટ ક્ષેત્ર પર પણ પડી છે. અસર એ રીતે પડી છે કે રિંગરોડના કાપડ માર્કેટમાં જે દુકાનોનું ભાડું 40-45 હજાર રૂપિયા હતો તેનો ભાવ હવે ઘટીને 15 થી 20 હજાર સુધી થઇ ગયો છે. તેમાં પણ ઘણી માર્કેટ ખાલી મળી જશે. જેના શટર પર દુકાનો ભાડે મળશે તેવા પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે. કાપડ માર્કેટના વેપારીઓના જણાવ્યા પ્રમાણે માર્કેટમાં આવી સ્થિતિ પહેલા ક્યારેય નથી આવી.
એક દાયકા પહેલા સુરતના કાપડ માર્કેટમાં તેજી આવવાથી રિયલ એસ્ટેટ સેક્ટરમાં પણ તેજી આવી હતી. અને રિંગરોડ કાપડ માર્કેટ સિવાય સારોલી વિસ્તારમાં પણ ઘણી નવી માર્કેટો બની હતી. અને અંદાજે 5 હજાર કરતા વધુ લોકો આ નવા બિઝનેસમાં સક્રિય થયા હતા. હવે પરિસ્થિતિ એ આવી છે કે તેમાંથી એક હજાર લોકો પાછા મૂળ વ્યવસાયમાં પાછા ફરી ગયા છે.
રિંગરોડ બજાર અને મોટી બેગડવાડીના કાપડ બજારની 80 ટકા ટેક્સ્ટાઇલ માર્કેટમાં પાછળ બે વર્ષની સરખામણીમાં મોટો ઘટાડો નોંધાયો છે. રિંગરોડ માર્કેટ કરતા સારોલી વિસ્તારની મોટાભાગની માર્કેટો અત્યાધુનિક સુવિધા વળી છે. અને ભાડું પણ ઓછું મળતા વેપારીઓને તે સારી પડે છે.
આ પણ વાંચો :