ઓક્સિજનને સંબંધિત માલસામાન લઈ આવનાર જહાજોને પોર્ટ ચાર્જીસમાંથી મુક્તિ અને પ્રાથમિકતા અપાશે

દેશ હાલમાં કોરોનાવાયરસની બીજી લહેર સામે સંઘર્ષ કરી રહ્યો છે. આ કારણે ઓક્સિજનની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે.

  • Ankit Modi
  • Published On - 8:35 AM, 26 Apr 2021
ઓક્સિજનને સંબંધિત માલસામાન લઈ આવનાર જહાજોને પોર્ટ ચાર્જીસમાંથી મુક્તિ અને પ્રાથમિકતા અપાશે
ઓક્સિજનને સંબંધિત માલસામાન લઈ આવનાર જહાજોને પોર્ટ ચાર્જીસમાંથી મુક્તિ આપવામાં આવી છે

દેશ હાલમાં કોરોનાવાયરસની બીજી લહેર સામે સંઘર્ષ કરી રહ્યો છે. આ કારણે ઓક્સિજનની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. ઓક્સિજનની કટોકટી વચ્ચે સરકારે કહ્યું છે કે તેણે તમામ મોટા બંદરોને ઓક્સિજન અને અન્ય સંબંધિત સાધનો અને માલસામાન વહન કરતા વહાણો પાસેથી ચાર્જ ન લેવાની સૂચના આપી છે.

બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયે રવિવારે એક નિવેદનમાં જણાવ્યું છે કે તેણે તમામ મોટા બંદરોને મેડિકલ ગ્રેડ ઓક્સિજન, ઓક્સિજન ટાંકી, ઓક્સિજન બોટલો, પોર્ટેબલ ઓક્સિજન જનરેટર્સ અને ઓક્સિજન કન્સ્ટ્રકટરોને બંદરે પહોંચવા માટે પ્રાધાન્ય આપવાનું કહ્યું છે.

બંદર ટ્રસ્ટ દ્વારા વસૂલવામાં આવતા તમામ ચાર્જિસને દૂર કરવા સૂચનાઓ અપાઈ 
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઓક્સિજનની મોટી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કામરાજર પોર્ટ લિ. સહિતના તમામ મોટા બંદરોને મેજર પોર્ટ ટ્રસ્ટ દ્વારા વસૂલવામાં આવતા તમામ ચાર્જ હટાવવા જણાવ્યું છે. આમાં શિપ સંબંધિત ચાર્જ અને સ્ટોરેજ ચાર્જ શામેલ છે. બંદરને લોજિસ્ટિક્સ કામગીરીની વ્યક્તિગત દેખરેખ રાખવા કહેવામાં આવ્યું છે જેથી કોઈ મુશ્કેલી ન આવે. આવા જહાજોને બંદર પર આવવામાં લાંબો સમય લેવો પડે નહીં તેને પ્રાધાન્ય આપવા સૂચના અપાઈ છે.

 

 

વિભાગના રાજ્યમંત્રી મનસુખ માંડવીયાએ એક ટ્વિટમાં કહ્યું, “શિપ ‘એમવી હૈ નામ 86’ દીનદયાલ બંદર પહોંચ્યું છે તેમાં સ્ટીલ સિલિન્ડર ટ્યુબ્સ છે જે ઓક્સિજન સિલિન્ડર બનાવે છે. બંદરની નજીક પહોંચતાં આ જહાજને કાંઠે પહોંચવામાં સૌથી વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. દેશમાં ઓક્સિજનના અભાવ વચ્ચે આ પગલું લેવામાં આવ્યું છે.

આયાત પર કસ્ટમ ડ્યુટીની છૂટ
શનિવારે સરકારે કોવિડ રસી સાથે મેડિકલ ગ્રેડ ઓક્સિજન અને તેનાથી સંબંધિત ઉપકરણોની આયાત પરની કસ્ટમ ડ્યુટી નાબૂદ કરવાની જાહેરાત કરી છે.