દેશની સૌર ઉર્જા ક્ષમતામાં તીવ્ર વધારો, ગયા વર્ષની સરખામણીમાં માર્ચ ક્વાર્ટરમાં 50 ટકા વૃદ્ધિ: રિપોર્ટ

જાન્યુઆરી-માર્ચ, 2022ના ત્રિમાસિક ગાળામાં ભારતમાં 3,000 મેગાવોટથી વધુની સૌર ઉર્જા ક્ષમતા સ્થાપિત કરવામાં આવી છે. આ વર્ષે કુલ સોલાર પાવર ક્ષમતા 60 હજાર મેગાવોટને પાર કરી શકે છે.

દેશની સૌર ઉર્જા ક્ષમતામાં તીવ્ર વધારો, ગયા વર્ષની સરખામણીમાં માર્ચ ક્વાર્ટરમાં 50 ટકા વૃદ્ધિ: રિપોર્ટ
Solar hybrid power plant
Follow Us:
| Updated on: May 25, 2022 | 11:04 PM

રિન્યુએબલ એનર્જી પર સરકારના વધી રહેલા ભારની અસર જોવા મળી રહી છે. માર્ચ ક્વાર્ટરમાં ગત વર્ષની સરખામણીમાં સોલાર પાવર (Solar Power) કેપેસિટીના ઈન્સ્ટોલેશનમાં 50 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. એક રિસર્ચ કંપનીના રિપોર્ટમાં આ જાણકારી મળી છે. રિસર્ચ કંપની મેરકોમ ઈન્ડિયાએ બુધવારે આ જાણકારી આપી. જાન્યુઆરી-માર્ચ, 2022ના ત્રિમાસિક ગાળામાં ભારતમાં 3,000 મેગાવોટથી વધુની સૌર ક્ષમતા (solar capacity installations) સ્થાપન કરવામાં આવી છે. રિસર્ચ કંપનીએ એક રિપોર્ટમાં જણાવ્યું છે કે આ ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં લગભગ 50 ટકા વધુ છે. ગયા વર્ષના સમાન ગાળામાં બે હજાર મેગાવોટની સૌર ઉર્જા ક્ષમતા સ્થાપિત કરવામાં આવી હતી. દેશમાં વીજળીની વધતી જતી માંગ અને કોલસા (Coal)ની વધતી કિંમત અને પર્યાવરણ પર પડતી અસરને ધ્યાનમાં રાખીને સરકાર રિન્યુએબલ એનર્જી પર પોતાનું ફોકસ વધારી રહી છે. આ માટે સરકાર સબસિડીથી લઈને જાગૃતિ અભિયાન ચલાવી રહી છે. જેની અસર સૌર ઊર્જાના વિસ્તરણના સ્વરૂપમાં જોવા મળી રહી છે.

દેશની સૌર ઉર્જા ક્ષમતામાં વધારો

2022ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે ભારતીય સૌર બજાર પર મેરકોમ ઈન્ડિયા રિસર્ચનો અહેવાલ જણાવે છે કે ભારતે 2022ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 3,000 મેગાવોટથી વધુ સોલાર પાવર ક્ષમતાનો ઉમેરો કર્યો છે. આ વાર્ષિક ધોરણે 50 ટકાનો વધારો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2022ના પહેલા ક્વાર્ટરમાં 2700 મેગાવોટ મોટાપાયે સૌર ઉર્જા સ્થાપિત કરવામાં આવી હતી. આ ક્વાર્ટર-દર-ક્વાર્ટરના આધારે 23 ટકા અને વાર્ષિક ધોરણે 53 ટકાનો વધારો છે. સ્થાપિત થયેલ કુલ સૌર ક્ષમતાના 85 ટકા મોટાપાયે સોલાર પ્રોજેક્ટનો હિસ્સો છે. તે જ સમયે સમીક્ષા હેઠળના સમયગાળામાં રૂફટોપ સૌર ઊર્જાનો હિસ્સો 15 ટકા હતો. હવે ભારતની સૌર ઊર્જાની કુલ સ્થાપિત ક્ષમતા વધીને 52 હજાર મેગાવોટ થઈ ગઈ છે. મેરકોમ કેપિટલ ગ્રૂપના સીઈઓ રાજ પ્રભુએ જણાવ્યું હતું કે સરકારની થોડી મદદથી 2022માં 60,000 મેગાવોટના મોટાપાયે સોલાર પાવર ઈન્સ્ટોલેશનનો લક્ષ્યાંક પાર થઈ જશે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

રિન્યુએબલ એનર્જીને પ્રોત્સાહન આપવા માટે મોનિટરિંગ કમિટીની રચના કરવામાં આવશે

બીજી તરફ કેન્દ્રીય ઉર્જા અને નવી અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રી આર.કે. સિંહે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને થર્મલ પાવરમાંથી રિન્યુએબલ એનર્જી તરફના સંક્રમણ પર રાજ્ય-સ્તરની દેખરેખ સમિતિની રચના કરવા અને કૃષિમાં ડીઝલના ઉપયોગને રોકવા માટે પ્રયત્નો કરવા જણાવ્યું હતું. દેખરેખ સમિતિ સંબંધિત રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોની અધ્યક્ષતામાં કામ કરશે. ઉર્જા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે “કેન્દ્રીય ઉર્જા અને નવી અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રી આર.કે. સિંહે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોના લેફ્ટનન્ટ ગવર્નરોને ઉર્જા સંક્રમણ માટે રાજ્ય સ્તરની દેખરેખ સમિતિની રચના કરવા જણાવ્યું છે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">