Share Market Today: આજે શેરબજારની કેવી રહેશે ચાલ? જાણો શું છે નિષ્ણાંતોનો અભિપ્રાય

વિશ્લેષકોએ અભિપ્રાય વ્યક્ત કરતા જણાવ્યું હતું કે બજારમાં એકંદરે સેન્ટિમેન્ટ સકારાત્મક છે. આ બાબતને વધુ સારા આર્થિક ડેટા અને કંપનીઓના ત્રિમાસિક પરિણામો દ્વારા ટેકો મળે છે. જોકે ઊંચા વેલ્યુએશન વચ્ચે બજારમાં કેટલાક પ્રોફિટ-બુકિંગ પણ જોવા મળી શકે છે.

સમાચાર સાંભળો
Share Market Today: આજે શેરબજારની કેવી રહેશે ચાલ? જાણો શું છે નિષ્ણાંતોનો અભિપ્રાય
Symbolic Image

Share Market Today: મોંઘવારીના આંકડા અને વૈશ્વિક વલણ દ્વારા શેરબજારોની દિશા આ સપ્તાહે નક્કી થશે. વિશ્લેષકોએ અભિપ્રાય વ્યક્ત કરતા જણાવ્યું હતું કે બજારમાં એકંદરે સેન્ટિમેન્ટ સકારાત્મક છે. આ બાબતને વધુ સારા આર્થિક ડેટા અને કંપનીઓના ત્રિમાસિક પરિણામો દ્વારા ટેકો મળે છે. જોકે ઊંચા વેલ્યુએશન વચ્ચે બજારમાં કેટલાક પ્રોફિટ-બુકિંગ પણ જોવા મળી શકે છે. ગયા સપ્તાહે સેન્સેક્સ 175 પોઇન્ટ વધ્યો હતો.

સ્વસ્તિક ઇન્વેસ્ટમાર્ટના રિસર્ચ હેડ સંતોષ મીણાએ જણાવ્યું હતું કે “વૈશ્વિક સૂચકાંકો આપણા બજારના વ્યવહારને પ્રભાવિત કરતા રહેશે. ચીનના ઔદ્યોગિક ઉત્પાદન અને અમેરિકામાં મોંઘવારી જેવા કેટલાક મેક્રોઇકોનોમિક ડેટા આ અઠવાડિયે આવવાના છે. ઘરેલુ મોરચે ઓગસ્ટ મહિના માટે WPI ફુગાવાનો ડેટા 14 સપ્ટેમ્બરના રોજ આવવાનો છે. “મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસના રિટેલ રિસર્ચ હેડ સિદ્ધાર્થ ખેમકાએ જણાવ્યું હતું કે ડેલ્ટા વેરિએન્ટના કેસો વધી રહ્યા છે. આ કારણે આર્થિક મંદીની શક્યતા છે.આવી સ્થિતિમાં રોકાણકારોની નજર વૈશ્વિક સંકેતો પર રહેશે.

મોંઘવારીનો ડેટા મહત્વના રહેશે જિયોજિત ફાઇનાન્સિયલ સર્વિસિસના હેડ ઓફ રિસર્ચ વિનોદ નાયરે જણાવ્યું હતું કે, “આ સપ્તાહે બજારના દૃષ્ટિકોણથી મોંઘવારી નો ડેટા મહત્વનો રહેશે.” સેમ્કો સિક્યોરિટીઝની એક નોંધમાં કહેવામાં આવ્યું છે કે બજારમાં મજબૂત તેજી છે. આવી સ્થિતિમાં આ અઠવાડિયે કેટલાક ‘અવરોધો’ પણ જોવા મળી શકે છે. નાયરે જણાવ્યું હતું કે 30 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બરના સપ્તાહ દરમિયાન નોંધાયેલા તેજીના વલણને ભારતીય બજારો ટકાવી શક્યા નથી. નબળા વૈશ્વિક વલણને કારણે બજાર અસ્થિર રહ્યું હતું. રિલાયન્સ સિક્યોરિટીઝના સ્ટ્રેટેજી હેડ વિનોદ મોદીએ જણાવ્યું હતું કે રેકોર્ડ ઊંચાઈ પછી સ્થાનિક બજારોમાં થોડો રેસ્ટ જોવા મળ્યો છે.

SBI લાઇફના 1171 કરોડના શેર વેચાયા કેનેડા પેન્શન ફંડે એસબીઆઇ લાઇફ ઇન્શ્યોરન્સ(SBI Life Insurance)ના 2.3 કરોડ શેર 1171 કરોડમાં વેચ્યા છે. જો કે BNP Paribas Arbitrage રૂ 1171 ના દરે મુંબઈ સ્ટોક એક્સચેન્જમાંથી 9635692 શેર પણ ખરીદ્યા છે.

રિલાયન્સ ઇન્ફ્રાને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સુપ્રીમ કોર્ટ તરફથી સારા સમાચાર મળ્યા છે. કંપનીને દિલ્હી મેટ્રો રેલવે કોર્પોરેશન એટલે કે DMRC સાથે ચાલી રહેલા વિવાદમાં વિજય મળ્યો અને કોર્ટે DMRC ને તેના 2950 કરોડ વ્યાજ સાથે પરત કરવા કહ્યું. કંપનીએ આ રકમ વ્યાજ સાથે 4600 કરોડની આસપાસ જણાવી છે.

PCA ની બહાર આવતા UCO બેંકમાં તેજી RBI દ્વારા UCO બેંકને PCA માંથી દૂર કરવામાં આવી છે તેના કારણે શુક્રવારે શેર લગભગ 11 ટકા વધ્યો હતો. તેનો શેર રૂ .14.20 પર બંધ થયો હતો. બજારના જાણકારોના મતે આ સ્ટોક વધુ 40 ટકા વધી શકે છે. જો સેન્ટિમેન્ટ યોગ્ય છે, તો આ સ્ટોક 20 રૂપિયા સુધી પહોંચી શકે છે. યુકો બેન્ક પછી ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક અને સેન્ટ્રલ બેન્ક પણ પીસીએમાંથી બહાર નીકળવાની ધારણા છે.

આ પણ વાંચો :  Petrol Diesel Price Today : આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ઘટયા , શું હવે પેટ્રોલ – ડીઝલની કિંમત નીચે આવશે?

આ પણ વાંચો : INCOME TAX વિભાગે 26 લાખથી વધુ કરદાતાઓના ખાતામાં 70120 કરોડ રિફંડ કર્યા , આ રીતે જાણો તમારા રિફંડની સ્થિતિ

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati