Share Market : પ્રારંભિક નરમાશના પગલે SENSEX  49,678 સુધી સરક્યો

વૈશ્વિક બજારના નબળા સંકેતોની અસર ભારતીય શેરબજાર(Share Market) ઉપર પણ દેખાઈ રહી છે. આજે ભારતીય શેરબજારમાં પ્રારંભિક નરમાશ દેખાઈ રહી છે.

Share Market : પ્રારંભિક નરમાશના પગલે SENSEX  49,678 સુધી સરક્યો
Share Market
Follow Us:
| Updated on: Mar 31, 2021 | 9:59 AM

વૈશ્વિક બજારના નબળા સંકેતોની અસર ભારતીય શેરબજાર(Share Market) ઉપર પણ દેખાઈ રહી છે. આજે ભારતીય શેરબજારમાં પ્રારંભિક નરમાશ દેખાઈ રહી છે. સેન્સેક્સ 49,678.63 સુધી નીચલા સ્તરે પહોંચ્યો હતો જયારે આજે નિફ્ટી 14,723.10 સુધી સરક્યો હતો. હાલમાં સેન્સેક્સ ૦.૫ ટકા અને નિફટી ૦.૪ ટકા નીચે કારોબાર કરી રહ્યા છે.

ભારતીય શેરબજારની સ્થિતિ – સવારે 9:50 વાગે

Market SENSEX NIFTY
Index 49,757.64 14,784.10
Loss −378.94 (0.76%) −61.00 (0.41%)

આજે સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં મજબૂતીનું વલણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.33 ટકાની મજબૂતી દેખાય રહી છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.02 ટકાનો મામૂલી ઘટાડો દર્જ કરવામાં આવી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.38 ટકાના વધારાની સાથે કારોબાર થઈ રહ્યો છે. બેન્ક નિફ્ટી 1.16 ટકા ઘટાડાની સાથે 33,483.40 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

સૂચકાંકમાં સમાવિષ્ટ 30 માંથી 17 શેરોમાં ઘટાડો થયો છે. એચડીએફસી અને એચડીએફસી બેન્કના શેરમાં સૌથી વધુ 2.8% નો ઘટાડો થયો છે. ગેઇલનો શેર 2% વધીને ટ્રેડ કરી રહ્યો છે. અગાઉ બજારમાં સતત બે દિવસનો ઉછાળો નોંધાયો હતો. BSE માં 1112 શેર્સમાં વધારો અને 830 શેરમાં ઘટાડો નોંધાયો છે. આજે શરૂઆતી કારોબારમાં 2,044 શેરમાં વેપાર થઇ રહ્યો છે. એક્સચેંજમાં લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ ગઈકાલે રૂ 204.81 લાખ કરોડ હતી જે ઘટીને આજે રૂ 204.78 લાખ કરોડ થઈ ગઈ છે.

પ્રારંભિક કારોબારમાં આ મુજબનો ઉતાર – ચઢાવ નજરે પડયો હતો.

SENSEX Open   50,049.12 High   50,050.32 Low   49,678.63

NIFTY Open   14,811.85 High   14,813.75 Low    14,723.10

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">