Share Market : મજબૂત વૈશ્વિક સંકેત છતાં શેરબજારની નરમ શરૂઆત, Sensex 61500 નીચે સરક્યો

મંગળવારે બજારમાં રેકોર્ડબ્રેક વધારો જોવા મળ્યો પણ ટ્રેડિંગના અંતે ભારે વેચવાલી જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ રંગમાં બંધ થયા હતા.

Share Market : મજબૂત વૈશ્વિક સંકેત છતાં શેરબજારની નરમ શરૂઆત, Sensex 61500 નીચે સરક્યો
Stock Market
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 20, 2021 | 9:26 AM

આજે પ્રારંભિક કારોબારમાં ભારતીય શેરબજાર ઉતાર – ચઢાવ વચ્ચે કારોબાર કરતું નજરે પડી રહ્યું છે. આજે ગઈકાલના બંધ સ્તર કરતા ઉપર 61800 ના સ્તરે Sensex ખુલ્યો હતો જયારે Nifty એ 18439 ઉપર કારોબાર શરૂ કર્યો હતો.  છેલ્લા સત્રમાં Sensex 61716 ઉપર બંધ થયો હતો જયારે Nifty એ 18418 ઉપર કારોબાર સમેટયો હતો. આજના પ્રારંભિક કારોબારમાં સેન્સેક્સ ઉપલા સ્તરે 61872 અને નીચલા સ્તરે 61500સુધી નોંધાયો હતો. નિફટી 18458 સુઘી ઉછળ્યો  જયારે 18325 ના નીચલા સ્તરે જોવા મળ્યો હતો.

ભારતીય શેરબજાર માટે વૈશ્વિક સંકેતો મજબૂત દેખાઈ રહ્યા છે. આજના કારોબારમાં મુખ્ય એશિયન બજારોમાં ખરીદી જોવા મળી રહી છે. મંગળવારે યુએસ બજારોમાં પણ વધારો જોવા મળ્યો હતો. મંગળવારે ડાઉ જોન્સ 199 અંક મજબૂત થઈને 35,457.31 પર બંધ થયો હતો. નાસ્ડેક અને એસ એન્ડ પી 500 ઈન્ડેક્સ પણ સારી સ્થિતિમાં બંધ થયા છે. અમેરિકામાં અર્નિંગ સિઝન સારી થઈ રહી છે. સારી કમાણીને કારણે રોકાણકારો બજારમાં રોકાણ કરી રહ્યા છે. ગઈકાલના ટ્રેડિંગમાં ટેક અને હેલ્થ શેરોમાં સારી તેજી જોવા મળી હતી. એપલ, ફેસબુક, માઈક્રોસોફ્ટ અને જોહ્ન્સન એન્ડ જોનસન જેવા શેરોએ બજારનો ટેકો મેળવ્યો છે. બીજી બાજુ આજે એશિયામાં એસજીએક્સ નિફ્ટી, નિક્કી , કોસ્પી સહિતના મુખ્ય એશિયન બજારોમાં પણ તેજી છે. યુરોપિયન બજારોની વાત કરીએ તો FTSE અને DAX લીલા રંગમાં બંધ થયા છે, જ્યારે CAC નબળા પડીને બંધ થયા છે.

મંગળવારે શેરબજાર લાલ નિશાનમાં બંધ થયું હતું મંગળવારે બજારમાં રેકોર્ડબ્રેક વધારો જોવા મળ્યો પણ ટ્રેડિંગના અંતે ભારે વેચવાલી જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ રંગમાં બંધ થયા હતા. પ્રારંભિક વેપારમાં સેન્સેક્સે પ્રથમ વખત 62000 નું સ્તર પાર કર્યું અને 62245 સ્તરને સ્પર્શ્યું હતું. નિફ્ટી પણ 18600 ને પાર કરીને 18604 ના સ્તર પર પહોંચી ગયો હતો. નિફ્ટી પણ 58 પોઈન્ટ ઘટીને 18419 પર બંધ થયો. TOP LOSERS માં ITC, HUL, Titan, Powergrid, Tata Steel, Indusind Bank અને SBI નો સમાવેશ થાય છે.

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

NSE પર F&O બેન F&O હેઠળ 9 શેરો આજે NSE પર વેપાર કરશે નહીં. તેમાં PNB, SAIL, Escorts, Amara Raja Batteries, BHEL, Vodafone Idea, IRCTC, NALCO અને Sun TV Networkનો સમાવેશ થાય છે.

આજે આ કંપનીઓના પરિણામ જાહેર થશે આજે કેટલીક કંપનીઓ તેમના ત્રિમાસિક પરિણામો જાહેર કરવા જઈ રહી છે. તેમાં Jubilant FoodWorks , Havells India, Angel Broking, Just Dial, Shoppers Stop, Syngene International અને Tata Communications સમાવેશ થાય છે.

આ પણ વાંચો :  PF Transfer : નોકરી બદલ્યા પછી EPFO પોર્ટલ પર ઘરે બેઠા PF ટ્રાન્સફર કરી શકાય છે, જાણો સંપૂર્ણ પ્રક્રિયા

આ પણ વાંચો : Mukesh Ambani ની કંપનીનો શેર સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો છતાં Reliance નું રેટિંગ ઘટાડાયું? જાણો શું છે કારણ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">