Share Market : સોમવારના ઘટાડા બાદ આજે બજારમાં પ્રારંભિક તેજી, SENSEX 48,227 સુધી વધ્યો

ગઈકાલના જબરદસ્ત ઘટાડા બાદ આજે શેરબજાર(Share Market ) સારી સ્થિતિમાં કારોબાર કરી રહ્યા છે. શેરબજારના બંને મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફટી લીલા નિશાન ઉપર કારોબાર કરી રહ્યા છે.

Share Market : સોમવારના ઘટાડા બાદ આજે બજારમાં પ્રારંભિક તેજી, SENSEX 48,227 સુધી વધ્યો
Stock Update
Follow Us:
| Updated on: Apr 13, 2021 | 10:08 AM

ગઈકાલના જબરદસ્ત ઘટાડા બાદ આજે શેરબજાર(Share Market ) સારી સ્થિતિમાં કારોબાર કરી રહ્યા છે. શેરબજારના બંને મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફટી લીલા નિશાન ઉપર કારોબાર કરી રહ્યા છે. ગઈકાલે કોરોનના ગભરાટ વચ્ચે મોટાપાયે વેચવાલીના કારણે શેરબજાર મોટા ઘટાડા સાથે બંધ થયું હતું.

પ્રારંભિક કારોબારમાં શેરબજારની સ્થિતિ આ મુજબ છે – સવારે 10.03 વાગે 

Market SENSEX NIFTY
Index 48,249.67 14,429.05
GAIN +366.29 (0.76%) +118.25 (0.83%)
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

આજે મંગળવારે સાપ્તાહિક કારોબારના બીજા દિવસે શેરબજાર વૃદ્ધિ સાથે ખુલ્યું છે. આજે સેન્સેક્સ 108.15 પોઇન્ટ વધીને 47,991.53 ઉપર ખુલ્યો હતો અને નિફ્ટી 54.1 પોઇન્ટ વધીને 14,364.90 ઉપર કારોબાર શરૂ કર્યો હતો. હાલ સેન્સેક્સ ૦.૬૫ ટકા ઉપર અને નિફટી ૦.૭૩ ટકા વૃદ્ધિ સાથે કારોબાર આગળ ધપાવી રહ્યા છે.

આજે BSEમાં સમાવિષ્ટ 32 ઇન્ડેક્સમાંથી 31 વૃદ્ધિ સાથે ખુલ્યા છે. કુલ 23 માંથી 20 સેક્ટરે સારી સ્થિતિમાં કારોબાર શરૂ કર્યો છે. બેન્ક ઓફ મહારાષ્ટ્રના શેરમાં આશરે 12% નો વધારો દેખાઈ રહ્યો છે.

આ અગાઉ સોમવારે કોરોના અને લોકડાઉનને કારણે શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 1707 પોઇન્ટ ઘટીને 47,883 ની સપાટીએ બંધ રહ્યો હતો. તે જ સમયે, નિફ્ટી પણ 524 અંક ઘટીને 14,310 ની સપાટીએ બંધ રહ્યો હતો. સેન્સેક્સમાં સમાવિષ્ટ 30 માંથી 29 શેર નુકશાનમાં રહ્યા હતા.

ભારતીય શેરબજારના શરૂઆતી કારોબારમાં આ મુજબ ઉતાર – ચઢાવ નજરે પડયો હતો. SENSEX Open  47,991.53 High  48,227.19 Low   47,775.32

NIFTY Open  14,364.90 High   14,425.25 Low    14,274.90

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">