જાણો કયા 3 પરિબળોની લીધે 13 દિવસ સતત નીચે ગયુ બજાર

જાણો કયા 3 પરિબળોની લીધે 13 દિવસ સતત નીચે ગયુ બજાર

લોકસભા ચૂંટણીના પરિણામ આગામી 23 મેના રોજ આવવાના છે પણ તે પહેલા ભારતના શેર બજારમાં હાહાકાર મચ્યો છે. ચૂંટણી પરિણામમાં રાજકીય અસ્થિરતા અને અમેરિકા-ચીનની વચ્ચે તણાવની સ્થિતિ વચ્ચે શેર બજાર છેલ્લા 9 દિવસથી સતત નીચે જાય છે. લગભગ 8 વર્ષ પછી આ પહેલીવાર છે કે જ્યારે બજાર સતત 9 દિવસ પાછળ રહ્યું હોય. આંકડાની વાત […]

Kunjan Shukal

|

May 14, 2019 | 2:30 AM

લોકસભા ચૂંટણીના પરિણામ આગામી 23 મેના રોજ આવવાના છે પણ તે પહેલા ભારતના શેર બજારમાં હાહાકાર મચ્યો છે. ચૂંટણી પરિણામમાં રાજકીય અસ્થિરતા અને અમેરિકા-ચીનની વચ્ચે તણાવની સ્થિતિ વચ્ચે શેર બજાર છેલ્લા 9 દિવસથી સતત નીચે જાય છે.

લગભગ 8 વર્ષ પછી આ પહેલીવાર છે કે જ્યારે બજાર સતત 9 દિવસ પાછળ રહ્યું હોય. આંકડાની વાત કરીએ તો 30 એપ્રિલ પછી શેર બજારમાં સતત 9 દિવસની નીચે આવીને બંધ થયું છે. 30 એપ્રિલે સેન્સેકસ 39031 એ બંધ થયો હતો.

તે 13 મેના રોજ 37090 એ બંધ થયો છે. એટલે 9 દિવસમાં 1941 પોઈન્ટ નીચે આવ્યો છે. તે દરમિયાન નિફ્ટી પણ 11748થી તુટીને 11148એ આવ્યો છે. શેરબજારની આ સ્થિતીની વચ્ચે કુલ માર્કેટ કેપ 8.56 લાખ કરોડ રૂપિયા ઘટીને 144,52,518.01 કરોડ રૂપિયા રહી છે.

શું છે શેર બજાર નીચે આવવાનું કારણ

1.રાજકીય અસ્થિરતા

શેર બજાર નીચે આવવાનું સૌથી મોટું કારણ રાજકીય અસ્થિરતા છે. ભારતીય લોકસભાના ચૂંટણી પરિણામની સ્થિતી સ્પષ્ટ નજર આવી રહી નથી. રાજકીય નિષ્ણાંતો માની રહ્યાં છે કે પૂર્ણ બહુમતની સરકાર નહી બને, ત્યારે રોકાણકારોમાં એક ભયનું વાતાવરણ છે.

2.અમેરિકા-ચીનની વચ્ચે તણાવ

છેલ્લા કેટલાક દિવસથી દુનિયાના બે તાકતવર દેશ અમેરિકા અને ચીન સામ-સામે છે. બંને દેશોની વચ્ચે કારોબારી વાતચીત નિષ્ફળ થઈ રહી છે અને દરેક દિવસે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી તણાવ વધી રહ્યો છે. તેની અસર ભારતીય શેરબજારમાં જોવા મળી રહી છે.

આ પણ વાંચો: વરરાજાએ ઉત્સાહમાં આવીને જાનમાં ફાયરિંગ તો કરી દીધું પણ પછી…

3.રૂપિયામાં નબળાઈ

કાચા તેલની કિંમતમાં વધારો અને ટ્રેડ વોરની આશંકાને લીધે રૂપિયામાં ઘટાડો દેખાઈ રહ્યો છે. રૂપિયો લગભગ 2 મહીનાના સૌથી નીચલા સ્તરે આવી ગયો અને 62 પૈસા તુટીને 70.53એ બંધ થયો છે. રૂપિયાની શરૂઆત પણ નબળાઈની સાથે થઈ હતી. ડોલરના મુકાબલે રૂપિયો 23 પૈસા તુટીને 70.14એ ખુલ્યો હતો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati