ભારતીય શેરબજાર(SHARE MARKET)માં સપ્તાહના પહેલા દિવસે ટ્રેન્ડિંગ સત્ર સારી વૃદ્ધિ દર્જ કરી બંધ થયું છે. આજના કારોબારના અંતે સેન્સેક્સ 749.85 પોઈન્ટ વધીને 49,849.84 પર અને નિફ્ટી 232.40 પોઈન્ટ વધીને 14,761.55 પર બંધ થયા છે. આજે MMTCના સ્ટોકમાં રેકોર્ડ 20%નો વધારો થયો છે. આજે ફાઈનાન્સ, બેંકિંગ અને ફાર્મા શેરોમાં ભારે ખરીદી જોવા મળી હતી. રેલટેલ અને ઈન્ફીબીમ રેવન્યુના શેરમાં 17% વધારો થયો હતો. બીએસઈ ગત સપ્તાહે શુક્રવારે 1939.32 પોઈન્ટ અને નિફ્ટી 568.20 પોઈન્ટ ઘટાડા બાદ બંધ રહ્યો હતો.
આજના કારોબારી સત્રના દિવસે ભારતીય બજાર વધારાની સાથે બંધ થયા છે. આજના કારોબારમાં નિફ્ટીએ 14,806.80 સુધી પહોંચ્યો તો સેન્સેક્સ 50,058.42 સુધી ઉપલા સ્તરે પહોંચ્યો હતો. સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળ્યુ. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 1.64 ટકા વધીને 20,305.88ના સ્તર પર બંધ થયા છે. જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 1.66 ટકાની મજબૂતીની સાથે 20,489.01 પર બંધ થયા છે. બેન્ક નિફ્ટી 1.41 ટકાના વધારાની સાથે 35,296ના સ્તર પર બંધ થયા છે.
ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ બજાર સૂચકઆંક વધારો સેન્સેક્સ 49,849.84 +749.85 નિફટી 14,761.55 +232.40
આજના કારોબારમાં આ મુજબ ઉતાર – ચઢાવ નજરે પડ્યો હતો
SENSEX Open 49,747.71 High 50,058.42 Low 49,440.46 Closing 49,849.84
NIFTY Open 14,702.50 High 14,806.80 Low 14,638.55 Closing 14,761.55