Share Market : શેરબજારમાં કડાકો બોલ્યો, Sensex 1436 અંક પટકાયો, Sensex ના 30 માંથી 28 શેર તૂટ્યા

ગુરુવારે શેરબજારમાં જોરદાર રિકવરી જોવા મળી હતી. કારોબારના અંતે સેન્સેક્સ અને નિફ્ટીમાં નીચલા સ્તરેથી મજબૂત વધારો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 454 પોઈન્ટ વધીને 58,795 પર બંધ થયો હતો.

Share Market : શેરબજારમાં કડાકો બોલ્યો, Sensex 1436 અંક પટકાયો, Sensex ના 30 માંથી 28 શેર તૂટ્યા
Stock Market

સપ્તાહના છેલ્લા કારોબારી સત્રની શરૂઆત જબરદસ્ત ઘટાડા સાથે થઇ રહી છે . સેન્સેક્સ 1436 જયારે નિફટી 429અંકના ઘટાડા સાથે કારોબાર કરતો નજરે પડી રહ્યો છે. અગાઉના સત્રમાં સેન્સેક્સ 454 પોઈન્ટ વધીને 58,795 પર બંધ થયો હતો તો બીજી તરફ નિફ્ટીમાં 121 પોઈન્ટ ઉછાળા સાથે 17536ના સ્તરે કારોબાર પૂર્ણ થયો હતો. આજે સેન્સેક્સ 58,254.79 ઉપર ખુલ્યો હતો જયારે નિફટીએ 17,338.75 ઉપર કારોબારની શરૂઆત કરરી હતી. આજે એશિયાના મોટાભાગના બજાર નરમાશ સાથે કારોબાર આગળ ધપાવી રહ્યા છે.

દક્ષિણ આફ્રિકાથી હોંગકોંગ સુધી કોરોનના નવા વેરિએન્ટ વૈશ્વિક ચિંતા જન્માવી  બ્રિટિશ નિષ્ણાતોએ બોત્સ્વાનામાં ઉભરી આવેલા નવા કોવિડ વેરિઅન્ટ પર ચિંતા વ્યક્ત કરી છે, જે વાયરસનું અત્યાર સુધીનું સૌથી વધુ મ્યુટેડ વર્ઝન છે. અત્યાર સુધી આ સ્ટ્રેનના માત્ર 10 કેસ નોંધાયા છે, જેને ‘NU’ નામ આપી શકાય છે પરંતુ તે પહેલાથી જ ત્રણ દેશોમાં જોવામાં આવ્યું છે જે સૂચવે છે કે વેરિઅન્ટ વધુ વ્યાપક છે. તેમાં 32 પરિવર્તનો છે જેમાંથી ઘણા રસી-પ્રતિરોધક અને ચેપી છે. આ અહેવાલોએ વૈશ્વિક સ્તરે ચિંતા જન્માવી છે જેની એશિયાના અન્ય બજારો સાથે ભારતીય શેરબજાર ઉપર પણ વિપરીત અસર પડી છે.

વૈશ્વિક સંકેતો નબળા ભારતીય શેરબજાર માટે આજે વૈશ્વિક સંકેતો નબળા દેખાઈ રહ્યા છે. આજના કારોબારમાં એશિયાના મુખ્ય બજારોમાં નબળાઈ જોવા મળી રહી છે. ગુરુવારે અમેરિકન બજારો બંધ રહ્યા હતા. એશિયન બજારોની વાત કરીએ તો આજે SGX નિફ્ટીમાં 0.60 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. નિક્કી 225માં 2 ટકાથી વધુ નબળાઈ જોવા મળી છે. સ્ટ્રેટ ટાઈમ્સ અને હેંગસેંગ 1 ટકાથી વધુ તૂટ્યો છે. તાઈવાની વેઈટેડ, કોસ્પી અને શાંઘાઈ કમ્પોઝીટમાં પણ નબળાઈ દેખાઈ રહી છે.

Stock Update PNB એ GTL ના 9,62,872 ઇક્વિટી શેર 15.6 રૂપિયા પ્રતિ શેરના ભાવે વેચ્યા છે. BNP પરિબાસ આર્બિટ્રેજે ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સના 23,59,500 ઈક્વિટી શેર 221.75 પ્રતિ શેરના ભાવે વેચ્યા છે.

ભારતીય જીવન વીમા નિગમે 24 નવેમ્બરે ઓપન માર્કેટ ટ્રાન્ઝેક્શનમાં ઓરોબિંદો ફાર્માના 79,000 ઈક્વિટી શેર ખરીદ્યા છે. હવે કંપનીમાં લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઑફ ઈન્ડિયાનો હિસ્સો 4.99 ટકાથી વધીને 5.01 ટકા થઈ ગયો છે.

FII અને DII ડેટા ગુરુવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) એ બજારમાંથી રૂ 2300.65 કરોડ ઉપાડ્યા હતા જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) એ બજારમાં રૂ 1367.80 કરોડનું રોકાણ કર્યું હતું.

ગુરુવારે બજારમાં રિકવરી જોવા મળી ગુરુવારે સ્થાનિક શેરબજારમાં જોરદાર રિકવરી જોવા મળી હતી. કારોબારના અંતે સેન્સેક્સ અને નિફ્ટીમાં નીચલા સ્તરેથી મજબૂત વધારો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 454 પોઈન્ટ વધીને 58,795 પર બંધ થયો હતો. બીજી તરફ નિફ્ટીમાં 121 પોઈન્ટનો જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો અને તે 17536ના સ્તરે બંધ થયો હતો. આઈટી, ફાર્મા અને રિયલ્ટી શેરોમાં જોરદાર ખરીદારીથી બજારને વેગ મળ્યો હતો. જો કે બેન્ક, ઓટો અને ફાઈનાન્શિયલ શેરોમાં દબાણ જોવા મળ્યું હતું. ટોપ ગેઇનર્સમાં રિલાયન્સ, ઇન્ફોસિસ, ITC, TECHM, TITAN અને KOTAKBANKનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : Tarsons Products IPO: આજે 25% પ્રીમિયમ પર લિસ્ટ થઈ શકે છે આ સ્ટોક, રોકાણકારો માટે શું છે નિષ્ણાંતોની સલાહ?

આ પણ વાંચો : સામાન્ય માણસને વધુ એક ફટકો ! હવે વ્હીલ, રિન અને લક્સ જેવા સાબુ અને સર્ફ મોંઘા થયા, જાણો કિંમતમાં કેટલો વધારો થયો

  • Follow us on Facebook

Published On - 9:16 am, Fri, 26 November 21

Click on your DTH Provider to Add TV9 Gujarati