સપ્ટેમ્બરમાં ઓટો સેકટરની સ્થિતિમાં સુધારો આવ્યો, કાર – ટુ વ્હીલર અને ટ્રેકટર વેચાણમાં ૩૧ ટકા સુધી વધારો નોંધાયો

 સપ્ટેમ્બરમાં ઓટો સેકટરની સ્થિતિમાં સુધારો આવ્યો, કાર - ટુ વ્હીલર અને ટ્રેકટર વેચાણમાં ૩૧ ટકા સુધી વધારો નોંધાયો
કોરોના મહામારી અને તેના કારણે આર્થક સંકટ સર્જવા છતાં દેશની કાર મેન્યુફેક્ચર , ટુ વહીલર અને ટ્રેકટર નિર્માતા કંપનીઓએ વેચાણમાં મોટા ઉછાળાનો દાવો કરતા બજારના નિષ્ણાંતો વિચારવા મજબુર થયા છે. ડબલ ડિજિટ વૃદ્ધિ દરે ઓટો સેક્ટર તરફ ધ્યાન ખેંચ્યું છે. પ્રાઇવેટ વેહિકલના વેચાણમાં વધારા સામે કોમર્શિયલ વેહીલનું વેચાણ વર્ષ ૨૦૧૯ની સરખામણીએ ઘટ્યું છે. મારુતિએ જાહેર કરેલા આંકડા મુજબ સપ્ટેમ્બર ૨૦૧૯ કરતા સપ્ટેમ્બર ૨૦૨૦માં તેના વેચાણમાં ૩૧ ટકાનો અધધ કહી શકાય તેટલો વધારો નોંધાયો છે.
અનલોક પછી વેપાર – રોજગાર ધીરે ધીરે થાળે પડવા સાથે કાર , ટુ-વ્હિલર અને ટ્રેકટર નિર્માતા કંપનીઓના વેચાણોમાં સપ્ટેમ્બર માસમાં સારી વૃદ્ધિ જોવા મળી છે પરંતુ કોમર્શિયલ વાહનોના વેચાણના આંકડા હજુ ખુબ ઓછા નોંધાયા છે. જોકે અન્ય ઓટોમોબાઇલ કંપનીઓ હજુ વેપારની ગતિમાં અનુમાનિત વૃદ્ધિ લાવી શકી નથી. ઘણી કંપનીઓ ગતવર્ષની સરખામણીએ ઓછા યુનિટના વેચાણની સ્થિતિનો સામનો કરી રહી છે. મારુતિ . હ્યુન્ડાઇ, બજાજ, ટીવીએસ અને મહિન્દ્રા ટ્રેક્ટરે ખુબ  સારી સ્થિતિ દેખાડી છે.

સપ્ટેમ્બર મહિનામાં વેચાણની સ્થિતિ
કાર

કંપની             વર્ષ ૨૦૧૯     વર્ષ ૨૦૨૦      સ્થિતિ  
મારુતિ            ૧૨૨૬૪૦        ૧૬૦૪૪૨      ૩૦.૮ % વધારો
હ્યુન્ડાઇ           ૫૭૭૦૫         ૫૯૯૧૩        ૦૩.૮ % વધારો

 ટુ વહીલર

કંપની             વર્ષ ૨૦૧૯     વર્ષ ૨૦૨૦      સ્થિતિ  
બજાજ ઓટો   ૪૦૨૦૩૫     ૪૪૧૩૦૬      ૧૦ % વધારો
ટીવીએસ       ૩૧૫૭૯૬      ૩૨૭૬૯૨      ૦૪ % વધારો

ટ્રેકટર  

કંપની             વર્ષ ૨૦૧૯     વર્ષ ૨૦૨૦      સ્થિતિ
મહિન્દ્રા            ૩૭૦૧ ૧       ૪૩૩૮૬       ૧૭ ટકા વધારો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati