અંબાણી બંધુઓ અને તેમના પરિવારે નિયમોનું ઉલ્લંઘન કરતા SEBI એ 25 કરોડનો દંડ ફટકાર્યો , જાણો શું છે મામલો

માર્કેટ રેગ્યુલેટર સેબી(SEBI)એ દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી(Mukesh Ambani), તેમના નાના ભાઈ અનિલ અંબાણી(Anil Ambani) સાથે અન્ય વ્યક્તિઓ અને એકમોને 25 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

અંબાણી બંધુઓ અને તેમના પરિવારે નિયમોનું ઉલ્લંઘન કરતા SEBI એ 25 કરોડનો દંડ ફટકાર્યો , જાણો શું છે મામલો
અનિલ અંબાણી અને મુકેશ અંબાણીની ફાઈલ તસ્વીર
Follow Us:
| Updated on: Apr 08, 2021 | 8:31 AM

માર્કેટ રેગ્યુલેટર સેબી(SEBI)એ દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી(Mukesh Ambani), તેમના નાના ભાઈ અનિલ અંબાણી(Anil Ambani) સાથે અન્ય વ્યક્તિઓ અને એકમોને 25 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સેબીએ અંબાણી પરિવારને બે દાયકા જુના કેસમાં દંડ ફટકાર્યો છે. વર્ષ 2000 માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries) ને લગતા કેસમાં એક્વિઝિશનના નિયમોનું પાલન ન કરવા બદલ આ દંડ ફટકારવામાં વ્યો છે. દંડ કરાયેલા અન્ય લોકોમાં નીતા અંબાણી, ટીના અંબાણી, કે ડી અંબાણી અને પરિવારના અન્ય સભ્યો શામેલ છે.

ભારતીય સિક્યોરિટીઝ એન્ડ એક્સચેંજ બોર્ડ (SEBI) એ તેના 85 પાનાના આદેશમાં જણાવ્યું છે કે RILના પ્રમોટર્સ અને પીએસી (જોડાણમાં કામ કરતા લોકો) એ વર્ષ 2000 માં કંપનીમાં 5 ટકાથી વધુના સંપાદન જાહેર કર્યું ન હતું.

વર્ષ 2005 માં મુકેશ અને અનિલે છૂટા પડયા હતા મુકેશ અને અનિલ 2005 માં ધંધા વહેંચીને અલગ થઈ ગયા હતા. ઓર્ડર મુજબ, આરઆઈએલના પ્રમોટરોએ 2000 માં કંપનીમાં 6.83 ટકા હિસ્સો હસ્તગત કર્યો હતો. 1994 માં જારી કરાયેલા 3 કરોડ વોરંટને બદલીને આ સંપાદન કરવામાં આવ્યું હતું.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

સેબી અનુસાર RILના પ્રમોટરોએ પીએસી સાથે મળીને 6.83ટકા હિસ્સો હસ્તગત કર્યો હતો જેમાં નોન કન્વર્ટેબલ સુરક્ષિત ડિબેંચર્સને લગતા વોરંટને શેરમાં રૂપાંતરિત કરવાના વિકલ્પનો ઉપયોગ કર્યો હતો. આ સંપાદન નિયમન હેઠળ નિર્ધારિત 5 ટકા મર્યાદાથી વધુ હતું.

હુકમના આ મામલામાં, તેમને 7 જાન્યુઆરી, 2000 ના રોજ સાર્વજનિકરીતે શેર અધિગ્રહણની જાહેર કરવાની જરૂર હતી. તે જ તારીખે, આરઆઇએલના ઇક્વિટી શેર 1994 માં જારી કરાયેલા વોરંટના આધારે પીએસીને ફાળવવામાં આવ્યા હતા.

નિયમોનું ઉલ્લંઘન સેબીના ધ્યાન ઉપર આવ્યું હતું કે પ્રમોટર્સ અને પીએસીએ શેર અધિગ્રહણ વિશે કોઈ જાહેર ઘોષણા કરી નથી. આથી તેઓએ ટેકઓવર નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.

સેબીના નિયમો હેઠળ, પ્રમોટર જૂથે કોઈપણ નાણાકીય વર્ષમાં 5 ટકાથી વધુ વોટિંગ અધિકારો હસ્તગત કર્યા છે તે માટે લઘુમતી શેરહોલ્ડરોને ખુલ્લી ઓફર કરવી જરૂરી છે. સેબીએ ઉમેર્યું હતું કે સંબંધિત લોકો અને એકમોએ દંડ સંયુક્ત અને વ્યક્તિગત રૂપે ચૂકવવા પડશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">