DELHI : સુપ્રીમ કોર્ટે ફ્રેન્કલિન ટેમ્પલટન મ્યુચ્યુઅલ ફંડ્સને રોકાણકારોને 9122 કરોડ રૂપિયા 20 દિવસની અંદર પરત કરવાનો નિર્દેશ આપ્યો છે. આ નાણાં 6 ડેટ સ્કીમના યુનિટધારકોને ચૂકવવાનો આદેશ કર્યો છે. ફ્રેન્કલિન ટેમ્પલટને ગયા વર્ષે એપ્રીલમાં અચાનક છ સ્કીમ બંધ કરી દીધી હતી, જેમાં રોકાણકરોના કરોડો રૂપિયા ફસાયા હતા.
ફ્રેન્કલિન ટેમ્પલટને છ સ્કીમ બંધ કરી દીધી હતી ફ્રેન્કલિન ટેમ્પલટને બોન્ડ બજારમાં નાણાંની ભારે તંગીને પગલે ગયા વર્ષે એપ્રીલમાં છ સ્કીમ બંધ કરી હતી. બંધ થયેલી 6 સ્કીમમાંથી માત્ર 5માં જ કેશ પોઝિટિવ સ્કીમ હતી. આ 5 સ્કીમમાં રોકાણકરોને ચૂકવવા માટે રૂ. 9970 કરોડનું ભંડોળ ઉપલબ્ધ છે, આ ભંડોળને કાર્યકારી ખર્ચને આધિન છે. બાકીની રકમ રૂ. 4621 કરોડ રૂપિયાનો ઉપયોગ છ સ્કીમના બોરોઇંગ અને વ્યાજની ચુકવણી માટે કરવામાં આવ્યો છે. કંપનીની કુલ એસેટ અંડર મેનેજમેન્ટ માં આ બંધ થયેલી 6 સ્કીમની ભાગીદારી અનુક્રમે 65 ટકા, 53 ટકા, 41 ટકા, 27 ટકા અને 11 ટકા હતી. કંપનીએ જ્યારે આ 6 સ્કીમ બંધ કરી તો તેની વિરુદ્ધ રોકાણકારોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
SBI મ્યુચ્યુલ ફંડ્સની દેખરેખમાં થશે કામ સુપ્રીમ કોર્ટે ફ્રેન્કલિન ટેમ્પલટનને રોકાણકારોના નાણાં 20 દિવસની અંદર પરત કરવાનો નિર્દેશ આપ્યો છે. આ દિવસની મુદ્દત મંગળવાર, 2જી ફેબ્રુઆરી, 2021થી ગણાશે.સુપ્રીમ કોર્ટે આદેશમાં કહ્યુ કે, દેશની સૌથી મોટી મ્યુચ્યુઅલ ફંડ્સ કંપની SBI મ્યુચ્યુલ ફંડ્સ આ રકમ કરવાના કેસ પર દેખરેખ રાખશે. સુપ્રીમ કોર્ટના આદેશ પહેલા ફ્રેન્કલિન ટેમ્પલટને પોતાના રોકાણકારોને કહ્યુ હતુ કે કંપની આ 6 બંધ સ્કીમમાંથી રોકાણકરોને 14,931 કરોડ રૂપિયા આપશે. ફ્રેન્કલિન ટેમ્પલટન એ જે 6 સ્કીમ બંધ કરી હતી, તેમાં અલ્ટ્રા શોર્ટ બોન્ડ ફન્ડ, ઇન્ડિયા લોન ડ્યુરેશન ફંડ, ઇન્ડિયા ડાયનેમિક અક્રૂઅલ, ફ્રેન્કલિન ઇન્ડિયા ક્રેડિટ રિસ્ક ફંડ અને ફ્રેન્કલિન ઇન્ડિયા શોર્ટ ટર્મ ઇન્કમપ્લાન હતી.
અન્ય કંપનીઓ પણ ફ્રેન્કલીનના રસ્તે ફ્રેન્કલિન ટેમ્પલટનની કુલ સંપત્તિ 1 લાખ કરોડ રૂપિયાથી પણ વધારે હતી. જો કે હાલ તે ઘટીને 80 હજાર કરોડ રૂપિયા થઇ ગઇ છે. ફ્રેન્કલિન ટેમ્પલટન દ્વારા જે 6 સ્કીમ બંધ કરવામાં આવી છે તેમની કુલ એસેટ અંડર મનેજમેન્ટ 28 હજાર કરોડ રૂપિયા હતી. બીજી બાજુ ચેન્નઇ ફાઇનાન્સિયલ એસોસિએશનને કહ્યુ કે ફ્રેન્કલિન ટેમ્પલટન પછી મ્યુચ્યુઅલ ફંડની 10 કંપનીઓ પણ સ્કીમો બંધ કરવાના રસ્તે છે. 10 જેટલી કંપનીઓની ઘણી સ્કીમ ડિફોલ્ટ થઇ શકે છે. જો આવુ થયુ તો તેનાથી સમગ્ર ફંડ ઇન્ડસ્ટ્રીઝને 15 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થઇ શકે છે.