SBI 23 જૂને Vijay Mallyaના 6200 કરોડના શેર વેચશે, જાણો રોકાણકારો પર શું અસર પડશે

ભાગેડુ શરાબ કારોબારી વિજય માલ્યા(Vijay Mallya)ને લઈ મોટી ખબર આવી છે. બેંકોએ તેમના લેણાંની વસુલાત માટે કમરકસી છે. SBIના નેતૃત્વ હેઠળ બેંકોએ 23 જૂને માલ્યાના 6200 કરોડના શેર વેચવાની જાહેરાત કરી છે.

SBI 23 જૂને Vijay Mallyaના 6200 કરોડના શેર વેચશે, જાણો રોકાણકારો પર શું અસર પડશે
વિજય માલ્યા
Follow Us:
| Updated on: Jun 19, 2021 | 8:17 AM

ભાગેડુ શરાબ કારોબારી વિજય માલ્યા(Vijay Mallya)ને લઈ મોટી ખબર આવી છે. બેંકોએ તેમના લેણાંની વસુલાત માટે કમરકસી છે. SBIના નેતૃત્વ હેઠળ બેંકોએ 23 જૂને માલ્યાના 6200 કરોડના શેર વેચવાની જાહેરાત કરી છે. વિજય માલ્યાનો United Breweries, United Spirits અને McDowell Holding કંપનીઓમાં મોટો હિસ્સો છે. બેંક બલ્ક ડીલ હેઠળ શેર વેચશે.

એક અખબારી અહેવાલ અનુસાર જો શેરોનો બક ડીલ પુરી થાય છે તો વિજય માલ્યા પરના બાકી લેણાંની વસૂલાતની દિશામાં બેંકો માટે તે મોટી જીત હશે. માલ્યાની અલ્ટ્રા પ્રીમિયમ એરલાઇન કિંગફિશર આર્થિક સંકટને કારણે ઓક્ટોબર 2012 માં બંધ થઇ ગઈ હતી. જાન્યુઆરી 2019 માં વિજય માલ્યાને આર્થિક ભાગેડુ જાહેર કરવામાં આવ્યો હતો. માલ્યાએ 2 માર્ચ 2016 ના રોજ ભારત છોડી દીધું હતું.

DRT ની દેખરેખ હેઠળ વેચવામાં આવશે શેર રિપોર્ટ અનુસાર 6200 કરોડના શેરનું વેચાણ બેંગ્લોર સ્થિત ડેબટ રિકવરી ટ્રિબ્યુનલ (DRT) ની દેખરેખ હેઠળ કરવામાં આવશે. જો આ બલ્ક ડીલ નિષ્ફળ જાય તો બેંક રિટેલ માર્કેટમાં શેર વેચશે. જેની શરૂઆત 24 જૂનથી થશે.

પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?

માલ્યા 17 બેંકોનો ડિફોલ્ટર છે માલ્યા 17 બેંકોનો ડિફોલ્ટર છે અને આ બેંકોનું કુલ લેણું રૂ 9000 કરોડ છે. ઇંટ્રેસ્ટ અલગછે. આ ફક્ત પ્રિન્સિપલ એમાઉન્ટ છે. એસબીઆઈ સિવાય માલ્યાની પીએનબી, આઈડીબીઆઈ બેંક, બેંક ઓફ બરોડા, અલ્હાબાદ બેંક, ફેડરલ બેંક, એક્સિસ બેંક જેવી બેન્કોના દેવા છે. આ બેન્કોએ માલ્યાની પર્સનલ ગેરંટી સામે લોન આપી હતી.

જાણો શેરની વેલ્યુ આ ત્રણેય કંપનીઓના શેરની વર્તમાન કિંમત અનુસાર, મેકડોવેલ હોલ્ડિંગ્સના શેરના વેચાણથી 13.8 કરોડ પ્રાપ્ત થશે. યુબીએલના વેચાણથી 5565 કરોડ મળશે અને 165 કરોડ રૂપિયા યુનાઈટેડ સ્પિરિટ્સના શેરના વેચાણથી આવશે.

રિટેઈલ ઈન્વેસ્ટરોને નુકશાનનો ભય યુનાઇટેડ સ્પિરિટ્સના શેર ૫૨ અઠવાડિયાના સર્વોચ્ચ સ્તરે છે. યુનાઇટેડ વેબરીઝ અને મેકડોવેલ પણ ઉચ્ચતમ સ્તરની નજીક છે. આવી સ્થિતિમાં બેન્કો ઇચ્છતી નથી કે શેર ખુલ્લા બજારમાં વેચાય કારણ કે આનાથી કિંમતમાં મોટો ઘટાડો થઈ શકે છે. તેની ખોટ હાલના રિટેલ રોકાણકારોને પણ થશે.

EDએ 12 હજાર કરોડની સંપત્તિ અટેચ કરી છે EDએ વિજય માલ્યાની 12 હજાર કરોડની સંપત્તિ એટેચ કરી છે. 24 મેના રોજ PMLA કોર્ટે બેંકોને કહ્યું હતું કે તેઓ ED વતી એટેચ સંપત્તિ વેચીને તેમની લોન ભરપાઈ કરી શકે છે. આ બેંકો માટે મોટી રાહતના સમાચાર હતા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">