ભારતનો જીડીપી ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં 18.5 ટકા વધવાની શક્યતા – એસબીઆઈ

SBI રિસર્ચ રિપોર્ટ ઈકોરેપ (SBI research report Ecowrap) મુજબ, એપ્રિલ-જૂન ક્વાર્ટર માટેનું આ અનુમાન ભારતીય રિઝર્વ બેંક (RBI)ના GDP ગ્રોથ માટેના અનુમાન કરતાં ઓછુ છે.

ભારતનો જીડીપી ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં 18.5 ટકા વધવાની શક્યતા - એસબીઆઈ
Gross Domestic Product (GDP)

દેશમાં  ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં  કુલ ઘરેલુ ઉત્પાદન (GDP) લગભગ 18.5 ટકાના દરે વધવાની ધારણા છે. SBI સંશોધન અહેવાલ ઈકોરેપ (SBI research report Ecowrap) એ તેના અહેવાલમાં આ અંદાજ લગાવ્યો છે.

ઈકોરેપ મુજબ, એપ્રિલ-જૂન ક્વાર્ટર માટે આ અંદાજ ભારતીય રિઝર્વ બેંક (RBI) ના જીડીપી (GDP) વૃદ્ધિના અંદાજ કરતાં ઓછો છે. જણાવી દઈએ કે RBI એ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં GDP વૃદ્ધિનો અંદાજ 21.4 ટકા રાખ્યો છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અમારા ‘Nowcasting’ મોડલના આધારે, નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ ક્વાર્ટરમાં અંદાજિત જીડીપી વૃદ્ધિ 18.5 ટકાની આસપાસ રહેશે. તે જ સમયે, નાણાકીય વર્ષ 2021-22 ના બીજા ક્વાર્ટરમાં, લો બેસ એકાઉન્ટને કારણે વૃદ્ધિ દર ઉંચો રહેશે.

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ ઔદ્યોગિક પ્રવૃત્તિ, સેવા પ્રવૃત્તિ અને વૈશ્વિક અર્થતંત્રને લગતા 41 ઉચ્ચ-આવર્તન સૂચકાંકો સાથે ‘‘Nowcasting Model’ વિકસાવ્યું છે. આ રિપોર્ટમાં નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ ક્વાર્ટરમાં ગ્રોસ વેલ્યુ એડેડ (જીવીએ) 15 ટકા રહેવાની અપેક્ષા છે.

કોર્પોરેટ જીવીએમાં 28.4 ટકા વૃદ્ધિ

રિપોર્ટ અનુસાર, કંપનીઓના અત્યાર સુધી જાહેર થયેલા પરિણામો દર્શાવે છે કે નાણાકીય વર્ષ 22 ના પ્રથમ ક્વાર્ટરમાં કોર્પોરેટ જીવીએ ઇબીઆઇડીટીએમાં ( GVA EBIDTA ) નોંધપાત્ર રિકવરી થઇ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 4,069 કંપનીઓના કોર્પોરેટ જીવીએ(GVA)  નાણાકીય વર્ષ 22 ના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં 28.4 ટકાની વૃદ્ધિ નોંધાવી છે.

રિપોર્ટમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે વૈશ્વિક સ્તરે નોંધવામાં આવ્યું છે કે ઓછી ગતિશીલતા જીડીપીને નીચી તરફ દોરી જાય છે અને ઉચ્ચ ગતિશીલતા ઉચ્ચ જીડીપી તરફ દોરી જાય છે, પરંતુ પ્રતિભાવ વિષમ છે.

વાસ્તવિક જીડીપી વૃદ્ધિ દર 9.5% પર યથાવત

તમને જણાવી દઈએ કે ઓગસ્ટની નાણાકીય નીતિ સમીક્ષામાં RBI એ નાણાકીય વર્ષ 2021-22 માટે વાસ્તવિક GDP વૃદ્ધિ દરનો અંદાજ 9.5 ટકા પર જાળવી રાખ્યો હતો. આરબીઆઈએ જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વૃદ્ધિ 21.4 ટકા, બીજા ક્વાર્ટરમાં 7.3 ટકા, ત્રીજા ક્વાર્ટરમાં 6.3 ટકા અને જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં 6.1 ટકા રહેવાનો અંદાજ છે.

આગામી નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ ક્વાર્ટર એપ્રિલ-જૂનમાં વાસ્તવિક જીડીપી વૃદ્ધિ દર 17.2 ટકા રહેવાની શક્યતા છે.

આ પણ વાંચો :  Maharashtra : મોટા સમાચાર ! નારાયણ રાણેને મળ્યા જામીન, રત્નાગિરિ પોલીસ દ્વારા ધરપકડ , મહાડ કોર્ટ દ્વારા છુટકારો

આ પણ વાંચો : ITR : FY 21 માટે Income Tax Return Deadline લંબાવાઈ શકે છે, ITR પોર્ટલની સમસ્યાઓના પગલે નિર્ણય લેવાય તેવી શક્યતા

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati