પેમેન્ટ વોચના એક ટેપથી SBI ગ્રાહકો કરી શકશે સીધું પેમેન્ટ, જાણો આ ફીચર વીશે 

ટેક્નોલોજી જેટ ગતિએ આગળ વધી રહી છે. કેશલેસ જમાનામાં અત્યાર સુધી પેમેન્ટ માટે કાર્ડ કે  મોબાઇલફોનની જરૂર પડતી હતી, પણ હવે કોન્ટેક લેસ પેમેન્ટના ભાગરૂપે પેમેન્ટ વોચ પેમેન્ટ કરશે. ઘડિયાળ નિર્માતા કંપની ટાઇટલ અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા SBI પાર્ટનરશીપ કરી આ ફીચર અમલમાં મૂક્યું છે.  પેમેન્ટ વોચની સુવિધાનો ફાયદો ફક્ત સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના […]

પેમેન્ટ વોચના એક ટેપથી SBI ગ્રાહકો કરી શકશે સીધું પેમેન્ટ, જાણો આ ફીચર વીશે 
Ankit Modi

| Edited By: TV9 Webdesk11

Sep 19, 2020 | 12:01 PM

ટેક્નોલોજી જેટ ગતિએ આગળ વધી રહી છે. કેશલેસ જમાનામાં અત્યાર સુધી પેમેન્ટ માટે કાર્ડ કે  મોબાઇલફોનની જરૂર પડતી હતી, પણ હવે કોન્ટેક લેસ પેમેન્ટના ભાગરૂપે પેમેન્ટ વોચ પેમેન્ટ કરશે. ઘડિયાળ નિર્માતા કંપની ટાઇટલ અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા SBI પાર્ટનરશીપ કરી આ ફીચર અમલમાં મૂક્યું છે.  પેમેન્ટ વોચની સુવિધાનો ફાયદો ફક્ત સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના કાર્ડ હોલ્ડર્સ જ ઉઠાવી શકે છે.  2000 રૂપિયા સુધી પેમેન્ટ માટે ફક્ત ઘડીયાળને ટેપ કરવાથી પેમેન્ટ થઇ જશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

કોન્ટેક લેસ પેમેન્ટનું આ ફીચર ખુબ સરસ અને આરામદાયક છે.  શોપિંગ કર્યા બાદ ગ્રાહકે ફક્ત PoS મશીન પાસે જઇને Pay Powered Watchને ટેપ કરવાનું છે. એક ઇઝી સ્ટેપમાં કોન્ટેક્ટલેસ પેમેન્ટ પુરૂ થઇ જશે. આ ફીચર  Wi-Fi સુવિધાવાળા ડેબિટ કાર્ડ સાથે મળતું આવે છે. વોચ સિક્યોર્ડ સર્ટિફિફાઇડ નિયર-ફીલ્ડ કોમ્યૂનિકેશન ચિપ (NFC) પર કામ કરે છે.

પેમેન્ટ વોચ પુરૂષો માટે ત્રણ અને મહિલાઓ માટે બે વેરિએન્ટમાં ઉપલબ્ધ છે. વોચની કિંમત 2995 રૂપિયા થી લઈ 5,995 રૂપિયા રાખવામાં આવી છે. વોચને સ્ટાઇલિસ્ટ લૂક પણ આપવામાં આવ્યો છે જે કાંદા ઘડિયાળને આકર્ષક દેખાવ આપવા સાથે ૨૦૦૦ રૂપિયા સુધી પેમેન્ટની પ્રક્રિયાની સરળ પણ બનાવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati