ખુશખબર ! દિકરીઓના પિતા આ યોજનામાં આજથી કરો રોકાણ, સરકારે 1 જાન્યુઆરીથી વધાર્યું વળતર
આ યોજનાથી દિકરીઓને ઉચ્ચ શિક્ષણ અને લગ્ન જેવી જવાબદારીઓ નિભાવવામાં માતાપિતાને ખૂબ મદદ મળે છે. ખાસ વાત એ છે કે સરકારે 1 જાન્યુઆરીથી 31 માર્ચ સુધીના ક્વાર્ટર માટે આ સ્કીમમાં રોકાણ પરના વ્યાજ દરમાં 0.20 ટકાનો વધારો કર્યો છે, જે આજથી લાગુ થઈ રહ્યો છે.

સુકન્યા સમૃદ્ધિ યોજના એ 10 વર્ષ સુધીની છોકરીઓ માટે ભારત સરકારની લોકપ્રિય બચત યોજના છે. આ યોજના દીકરીઓના ભવિષ્ય માટે વરદાન બરાબર છે. આ યોજનાથી દિકરીઓને ઉચ્ચ શિક્ષણ અને લગ્ન જેવી જવાબદારીઓ નિભાવવામાં માતાપિતાને ખૂબ મદદ મળે છે. ખાસ વાત એ છે કે સરકારે 1 જાન્યુઆરીથી 31 માર્ચ સુધીના ક્વાર્ટર માટે આ સ્કીમમાં રોકાણ પરના વ્યાજ દરમાં 0.20 ટકાનો વધારો કર્યો છે, જે આજથી લાગુ થઈ રહ્યો છે.
કોણ રોકાણ કરી શકે છે
10 વર્ષ સુધીની દીકરીઓના માતા-પિતા અથવા વાલી ભારત સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરી શકે છે. ભારતમાં, પોસ્ટ ઓફિસ અથવા કોઈપણ બેંકમાં છોકરીના નામ પર ફક્ત એક જ ખાતું ખોલી શકાય છે. પોસ્ટ ઓફિસની સત્તાવાર વેબસાઇટ અનુસાર, આ એકાઉન્ટ એક પરિવારની મહત્તમ બે છોકરીઓ માટે ખોલી શકાય છે. જોડિયા/ત્રિપલ છોકરીઓના જન્મના કિસ્સામાં, બે કરતાં વધુ ખાતા ખોલી શકાય છે.
વ્યાજ દર કેટલો છે?
પોસ્ટ ઓફિસ અથવા બેંકમાં ખોલવામાં આવેલા સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતામાં 1 જાન્યુઆરીથી 8.20 ટકા વાર્ષિક વ્યાજ દર લાગુ કરવામાં આવ્યો છે. તેનો અર્થ એ કે તમે પહેલા કરતા વધુ વળતર માટે રોકાણ કરવાનું શરૂ કરી શકો છો.
રોકાણ રકમ મર્યાદા કેટલી?
સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતામાં વાર્ષિક ઓછામાં ઓછા 250 રૂપિયા અને વધુમાં વધુ 1.50 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે. જો તમે ઇચ્છો તો, તમે એકસાથે જમા કરી શકો છો અથવા તમે દર મહિને હપ્તા તરીકે પણ જમા કરાવી શકો છો. આમાં, તમે ખાતું ખોલવાની તારીખથી મહત્તમ 15 વર્ષ સુધી જમા કરી શકો છો. જો આ ખાતામાં એક વર્ષમાં ઓછામાં ઓછા 250 રૂપિયા જમા ન થાય તો આ ખાતાને ડિફોલ્ટ એકાઉન્ટ તરીકે જાહેર કરવામાં આવે છે.
વાલીઓને ટેક્સ મુક્તિનો લાભ મળે છે
જો તમે સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતામાં રોકાણ કરો છો, તો તમને આવકવેરાની કલમ 80C હેઠળ કર મુક્તિની સુવિધા પણ મળે છે. આ યોજના પરના વ્યાજનો નિર્ણય નાણા મંત્રાલય ત્રિમાસિક ધોરણે કરે છે. જ્યાં સુધી પુત્રી પુખ્ત વયની ના થઈ જાય ત્યાં સુધી એકાઉન્ટ વાલી અથવા માતાપિતા દ્વારા સંચાલિત કરવામાં આવશે. પુત્રી 10મું પાસ કરે અથવા 18 વર્ષ પૂર્ણ કરે પછી ખાતામાંથી પૈસા ઉપાડી શકાય છે. ખાતું ખોલવાની તારીખથી 21 વર્ષ પૂર્ણ થવા પર ખાતું બંધ કરી શકાય છે.
