સરકારી કોન્ટ્રાકટમાં ચીન-PAKની કંપનીઓને નો એન્ટ્રી, ભારત સરકાર નાણાં પેહલા નિયત ચકાસશે હવે

ભારતને આંતરરાષ્ટ્રીય મામલાઓમાં પરેશાન કરનાર પાકિસ્તાન અને ચીનને તેના કરતૂતોનો સબક શીખવાડબા ભારત સરકારે પણ કમર કસી છે. ભારત સરકારની અને ભારતની  જાહેર ક્ષેત્રની કોઈપણ કંપનીના કોન્ટ્રાક્ટ માટે ટેન્ડર ભરતા પહેલા ચીન અને પાકિસ્તાન બેઝ કંપનીઓએ સરકાર સમક્ષ પોતાના તમામ ડિરેક્ટર, તેમની રાષ્ટ્રીયતા અને કંપનીનો ભવિષ્યનો ઓનરશિપ પ્લાન રજૂ કરવો પડશે. સંતોષકારક માહિતી ઉપલબ્ધ થયા […]

સરકારી કોન્ટ્રાકટમાં ચીન-PAKની કંપનીઓને નો એન્ટ્રી, ભારત સરકાર નાણાં પેહલા નિયત ચકાસશે હવે
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Oct 23, 2020 | 3:34 PM
ભારતને આંતરરાષ્ટ્રીય મામલાઓમાં પરેશાન કરનાર પાકિસ્તાન અને ચીનને તેના કરતૂતોનો સબક શીખવાડબા ભારત સરકારે પણ કમર કસી છે. ભારત સરકારની અને ભારતની  જાહેર ક્ષેત્રની કોઈપણ કંપનીના કોન્ટ્રાક્ટ માટે ટેન્ડર ભરતા પહેલા ચીન અને પાકિસ્તાન બેઝ કંપનીઓએ સરકાર સમક્ષ પોતાના તમામ ડિરેક્ટર, તેમની રાષ્ટ્રીયતા અને કંપનીનો ભવિષ્યનો ઓનરશિપ પ્લાન રજૂ કરવો પડશે. સંતોષકારક માહિતી ઉપલબ્ધ થયા બાદજ આ કંપનીઓ ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લેવા માટે પરવાનગી મળશે.

ભારત સાથે સરહદ ધરાવતા દેશો માટે નિયમો બનાવાયા ભારત સાથે સરહદ ધરાવતા દેશોની કંપનીઓ પર વધુ આકરી તપાસ નીતિ અપનાવવાની જાહેર  અગાઉથીજ ભારત સરકારે કરી દીધી છે.  સરકાર હજુ એક ડગલું આગળ વધી સરહદ ઉપર સતત તણાવની પરિસ્થિતિ રાખનાર ચીન અને પાકિસ્તાન સ્થિત કંપનીઓ માટે  કેટલાક નિયમો લાવી છે.આ વિગતો કેમ માંગવામાં આવી રહી છે તે બાબતે સરકારે કોઈ સ્પષ્ટતા કરી નથી. પાડોશી દેશો અંગે જાહેર માર્ગદર્શિકા અનુસાર કોન્ટ્રાક્ટ્સ માટે મંજૂરી લેવી ફરજીયાત બનાવાઈ છે. મોબાઇલ ઉપકરણો અને લેપટોપની સપ્લાયથી લઈને કેટલાક ખાસ ઉપકરણોને પૂરા પાડવા અને દેશભરમાં રસ્તાઓ અને ટનલ બનાવવા માટેના કોન્ટ્રાક્ટનો પણ નિયમમાં સમાવેશ થઈ શકે છે.

ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર
અનંત-રાધિકાની પ્રાઇવેટ પાર્ટીમાં આખા બોલીવુડ માંથી માત્ર આ એક એક્ટ્રેસને મળ્યું આમંત્રણ,જાણો કારણ

ચીની કંપનીઓને ફટકો પડશે આ પગલાની અસર ચીન ઉપર સૌથી વધુ દેખાશે.  ચીનની કંપનીઓ દેશમાં પાવર પ્રોજેક્ટ્સ અને રોડ કન્સ્ટ્રક્શન કરે છે. સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં  શાઓમી અને ઓપ્પો જેવી કંપનીઓભારતમાં સારો કારોબાર ધરાવે છે.આ કંપનીઓ  ભારતમાં સ્માર્ટફોન સપ્લાય કરવાના કરાર માટે ટેન્ડરમાં ભાગ લે છે. ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અને 5G જેવા બિઝનેસમાં Huawei અને ZTE જેવી કંપનીનો પ્રવેશ પણ સુરક્ષા મંજૂરી પર નિર્ભર રહેશે. લદ્દાખ તનાવ બાદ ભારતનું કડક વલણ ઉદ્યોગ અને આતંરિક વેપારના પ્રમોશન Department for Promotion of Industry and Internal Trade – DPIIT માટેના જાહેર કરવામાં આવેલ 14 પેજના ઓફિસ મેમેરેન્ડ લદ્દાખમાં ચીન દ્વારા સરહદ તણાવ વધારવામાં આવ્યા બાદ ચીનની કંપનીઓની તપાસ કરવાના સરકારના નિર્ણયનું કડક પાલન કરતું દેખાય છે. કંપનીઓ દ્વારા સબમિટ કરવામાં આવેલા ડેટાના આધારે મુખ્ય સિક્યુરિટી અને DPIIT અધિકારીઓની બનેલી પેનલ દેશના પબ્લિક સેક્ટર બિઝનેસમાં આ કંપનીઓના પ્રવેશને મંજૂરી આપવી કે નહિ તેનો નિર્ણય લેશે. કંપનીના શેર હોલ્ડિંગમાં કોઈપણ પ્રકારના ફેરફારને વિદેશી કંપનીઓએ તાત્કાલિક ધોરણે ભારત સરકારને જાણ કરવી પડશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
g clip-path="url(#clip0_868_265)">