સલિલ પારેખ ઈન્ફોસિસના MD અને CEO પદ પર યથાવત, 5 વર્ષ માટે પુનઃનિયુક્ત કરવામાં આવ્યા

સલિલ પારેખ ઈન્ફોસિસના MD અને CEO પદ પર યથાવત, 5 વર્ષ માટે પુનઃનિયુક્ત કરવામાં આવ્યા
Salil Parekh (File image)

ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (IT)ની દિગ્ગજ કંપની ઈન્ફોસિસના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે સલિલ પારેખને કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) તરીકે ફરીથી નિયુક્ત કર્યા છે. આ નિમણૂક માર્ચ 2027 સુધી કરવામાં આવી છે.

TV9 GUJARATI

| Edited By: Dhinal Chavda

May 22, 2022 | 9:17 PM

ઈન્ફોર્મેશન ટેક્નોલોજીની (IT Sector) દિગ્ગજ કંપની ઈન્ફોસિસ (Infosys)ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે સલિલ પારેખ (Salil Parekh)ને કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) તરીકે ફરીથી નિયુક્ત કર્યા છે. આ નિમણૂક માર્ચ 2027 સુધી કરવામાં આવી છે. ઈન્ફોસિસે શનિવારે સ્ટોક એક્સચેન્જોને મોકલેલી માહિતીમાં જણાવ્યું હતું કે શનિવારે મળેલી બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં પારેખની પુનઃનિયુક્તિને મંજૂરી આપવામાં આવી હતી. પારેખે જાન્યુઆરી 2018માં ઈન્ફોસિસના CEO અને મેનેજિંગ ડિરેક્ટર તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તેમને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી ક્ષેત્રમાં કામ કરવાનો લગભગ ત્રણ દાયકાનો અનુભવ છે.

શેરની ફાળવણી

કંપનીએ જણાવ્યું હતું કે NRCએ છ મુખ્ય કાર્યકર્તાઓને 1,04,000 શેરની ફાળવણી ઉપરાંત 88 અન્ય વરિષ્ઠ અધિકારીઓને 3,75,760 શેર પણ ફાળવ્યા છે. આ સિવાય તમને જણાવી દઈએ કે રશિયા-યુક્રેન સંકટને જોતા ઈન્ફોસિસે રશિયામાંથી પોતાનું કામકાજ પાછું ખેંચી લીધું છે. ગયા મહિને પરિણામો પછી કંપનીએ માહિતી આપી હતી કે તે રશિયામાં કોઈપણ ક્લાયન્ટ સાથે કામ કરશે નહીં. તે જ સમયે આજે બેંગ્લોરમાં ઈન્ફોસિસના સીઈઓએ માહિતી આપી હતી કે કંપનીએ રશિયામાંથી કામગીરી સમાપ્ત કરવાનું શરૂ કર્યું છે અને તેઓ રશિયાની બહાર અન્ય દેશોમાં કામગીરી શિફ્ટ કરી રહી છે. ઈન્ફોસિસનું આ પગલું ભારત સરકારના સ્ટેન્ડથી અલગ છે.

ભારત સરકાર બંનેમાંથી કોઈ એક દેશનો પક્ષ લઈ રહી નથી, જોકે અમેરિકાના તમામ દબાણ છતાં ભારત રશિયા સાથે આર્થિક સંબંધો ખતમ કરી રહ્યું નથી. જો કે યુરોપ અને અમેરિકામાં ઈન્ફોસિસના બિઝનેસને જોતા કંપની આ મામલે કોઈ જોખમ લેવા માંગતી નથી. ઈન્ફોસિસે ગયા મહિને તેના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા હતા. કંપનીના જણાવ્યા અનુસાર તેણે છેલ્લા ક્વાર્ટરમાં રૂ. 5,686 કરોડનો નફો કર્યો છે, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરની તુલનામાં 12 ટકા વધુ છે. જોકે, ત્રીજા ક્વાર્ટરની સરખામણીમાં નફામાં 2 ટકાનો ઘટાડો થયો છે. આ સાથે ગયા વર્ષના સમાન ક્વાર્ટરની તુલનામાં છેલ્લા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં 23 ટકાનો વધારો થયો છે. તે જ સમયે, પાછલા નાણાકીય વર્ષમાં, 2020-21ની તુલનામાં કંપનીના નફામાં 14 ટકાનો વધારો થયો છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati