રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે કિચનથી કારોબાર સુધીની પરિસ્થિતી ખરાબ, મોંઘા થશે આ માલ-સામાન

ધાતુઓ અને ખનિજોની કિંમત વધવાને કારણે કાર, ઈલેક્ટ્રિક ઉપકરણો, તમામ વસ્તુઓ મોંઘી થઈ જશે. જ્યારે, ખાદ્ય તેલના ભાવમાં વધુ વધારો થઈ શકે છે.

રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે કિચનથી કારોબાર સુધીની પરિસ્થિતી ખરાબ, મોંઘા થશે આ માલ-સામાન
The price of Brent Crude Oil is increasing due to the war
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 08, 2022 | 3:17 PM

બે દેશો વચ્ચેનું યુદ્ધ માત્ર સ્થાનિક જીવન અને સંપત્તિને જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વને પણ અસર કરે છે. રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને (Russia Ukraine Conflict) કારણે આપણે ભારતીયો પણ ખરાબ રીતે પ્રભાવિત થઈ રહ્યા છે. પુરવઠા શૃંખલામાં વિક્ષેપને કારણે કાચા માલની અછત સર્જાઈ છે. ક્રૂડ ઓઈલ, મોટી ધાતુઓ અને અનેક ખનીજો, ખાદ્યતેલ જેવી વસ્તુઓના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. રશિયા અને યુક્રેનમાં થયેલા વિસ્ફોટોને કારણે ભારતીય શેરબજાર (Stock Market) પણ ખરાબ રીતે હાલક ડોલક થઈ રહ્યું છે. રોકાણકારોને અત્યાર સુધીમાં લાખો કરોડનું નુકસાન થયું છે.

15 ફેબ્રુઆરીથી બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 4,000 પોઈન્ટ ઘટી ગયો છે અને રોકાણકારોને 197 બિલિયન ડોલરનું નુકસાન થયું છે. આ નુકસાન કેટલું મોટું છે, તેને એવી રીતે સમજો કે યુક્રેનની જીડીપી ગયા વર્ષ જેટલી હતી, તેનાથી વધુ નુકસાન તો બીએસઈને એક મહિના કરતાં પણ ઓછા સમયમાં થયું. 2021માં યુક્રેનની જીડીપી લગભગ 181 બિલિયન ડોલર હતી. માહિતી અનુસાર 7 માર્ચે BSEનું માર્કેટ કેપિટલાઈઝેશન ઘટીને લગભગ 242 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. 11 ફેબ્રુઆરીએ તે 263 લાખ કરોડ રૂપિયા હતું.

બ્રેન્ટ ક્રૂડની કિંમત 130 ડોલરને પાર

યુદ્ધના કારણે બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવમાં પણ આગ લાગી છે. તેની કિંમત હાલમાં પ્રતિ બેરલ 130 ડોલરને પાર થઈ ગઈ છે, જે 2008 પછીનું રેકોર્ડ સ્તર છે. ત્યારે તેની કિંમત પ્રતિ બેરલ 140 ડોલરને પાર કરી ગઈ હતી.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

આ વસ્તુઓ મોંઘી થશે

ધાતુઓ અને ખનિજોની કિંમત વધવાને કારણે કાર, ઈલેક્ટ્રિક ઉપકરણો, તમામ વસ્તુઓ મોંઘી થઈ જશે. જ્યારે, ખાદ્ય તેલના ભાવમાં વધુ વધારો થઈ શકે છે.

આ રીતે યુદ્ધની અસર વિશે વિચારો

એલ્યુમિનિયમ 3,935 ડોલર પ્રતિ ટનના રેકોર્ડ ભાવે પહોંચી ગયું છે, કોલસો 18 મહિનાની ટોચે છે, સોનું પણ 2,000 ડોલર પ્રતિ ઔંસને પાર કરી રહ્યું છે. ડોલર સામે રૂપિયો પણ રેકોર્ડ નીચલા સ્તરે છે. હવે તમે સમજી જ ગયા હશો કે યુદ્ધ ભલે કોઈપણ ભાગમાં અથવા કોઈ બે દેશો વચ્ચે કેમ ન હોય, પરંતુ તેની અસર સમગ્ર વિશ્વ પર સમાન હોય છે અને તે બધાને નુકસાન પહોંચાડે છે.

આ પણ વાંચો : જંક ફૂડની જાહેરાતો પર લાગશે પ્રતિબંધ, સરકાર માર્ચના અંત સુધીમાં લાદી શકે છે નિયમો

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">