RR Kabel Share Listing : ગુજરાતની કંપનીનો શેર 14% પ્રીમિયમ પર લિસ્ટ થયો, રોકાણકારોને મળ્યો સારો લાભ

RR Kabel Share Listing : વાયર કંપની આરઆર કાબેલના શેર બજારમાં પ્રીમિયમ સાથે લિસ્ટ કરવામાં આવ્યા છે. આ શેર લગભગ 14 ટકાના પ્રીમિયમ સાથે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં રૂ. 1180માં લિસ્ટેડ(RR Kabel Share Price) છે. IPO માટે પ્રાઇસ બેન્ડ રૂપિયા 983-1,035 પ્રતિ શેર રાખવામાં આવી હતી.

RR Kabel Share Listing : ગુજરાતની કંપનીનો શેર 14% પ્રીમિયમ પર લિસ્ટ થયો, રોકાણકારોને મળ્યો સારો લાભ
| Edited By: | Updated on: Sep 20, 2023 | 11:23 AM

RR Kabel Share Listing : વાયર કંપની આરઆર કાબેલના શેર બજારમાં પ્રીમિયમ સાથે લિસ્ટ કરવામાં આવ્યા છે. આ શેર લગભગ 14 ટકાના પ્રીમિયમ સાથે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં રૂ. 1180માં લિસ્ટેડ(RR Kabel Share Price) છે. IPO માટે પ્રાઇસ બેન્ડ રૂપિયા 983-1,035 પ્રતિ શેર રાખવામાં આવી હતી.

આરઆર કાબેલ શેરનું લિસ્ટિંગ અગાઉ નિર્ધારિત તારીખના 6 દિવસ પહેલા થયું હતું. આ કંપની સેબી(SEBI)ના નવા નિયમો હેઠળ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ થનારી પ્રથમ કંપની બની છે. અગાઉ આ શેર 26 સપ્ટેમ્બરે માર્કેટમાં લિસ્ટ થવાનો હતો. આરઆર કેબલ એ ગુજરાત સ્થિત કંપની છે. તે ઇલેક્ટ્રિકલ સામાનનું ઉત્પાદન કરે છે.

RR Kabel IPO 13 થી 15 સપ્ટેમ્બરની વચ્ચે ખોલવામાં આવ્યો હતો. 1964 કરોડના આ IPOને રોકાણકારો તરફથી ઉત્તમ પ્રતિસાદ મળ્યો છે. આ IPO 18.69 વખત સબસ્ક્રાઇબ થયો હતો.

આ પણ વાંચો : Sai Silks IPO : આજથી ત્રણ દિવસ રોકાણ કરવાની તક મળશે, વાંચો યોજનાની સંપૂર્ણ માહિતી અહેવાલમાં

સેબીનો નવો નિયમ શું છે?

28 જૂનના રોજ, સેબીએ લિસ્ટિંગ સમયગાળાને T+6 થી T+3 સુધી ઘટાડવાની જાહેરાત કરી હતી. અહીં T એ દિવસ છે કે જે દિવસે IPO બંધ થાય છે. સેબીના નિર્ણય અનુસાર 1 સપ્ટેમ્બરના રોજ અથવા તે પછી IPO લોન્ચ કરનારી કંપનીઓ તેમની ઈચ્છા મુજબ આ નિયમનું પાલન કરી શકે છે. આ પછી, આ નિયમ 1 ડિસેમ્બર, 2023 થી ફરજિયાતપણે લાગુ કરવામાં આવશે.

આ પણ વાંચો : Signature Loan શું છે? જે માત્ર એક હસ્તાક્ષર સામે તમારા ખાતામાં પૈસા પહોંચાડે છે

શેરની ફાળવણી ઝડપથી કરવામાં આવી હતી

પ્રારંભિક લિસ્ટિંગને કારણે, IPOમાં શેરની ફાળવણી પણ ઝડપથી થઈ હતી. કંપનીએ 18 સપ્ટેમ્બરે જ શેરની ફાળવણીને અંતિમ રૂપ આપ્યું હતું. નવા નિયમ હેઠળ, રજિસ્ટ્રારને બિડિંગ સમાપ્ત થયાના બીજા દિવસે સાંજે 6 વાગ્યા પહેલા શેરની ફાળવણીને અંતિમ સ્વરૂપ આપવું પડશે.

ડિસ્ક્લેમર: અહેવાવાલમાં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. નફાના અંદાજ સાથે કરવામાં આવેલા રોકાણમાં નુકસાનનો સામનોપણ કરવો પડી શકે છે,આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો