Rich businessman : એશિયામાં ફરી મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી વચ્ચે ‘ચીનની દિવાલ’

Rich businessman : મંગળવારે અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં ઘટાડો થયો છે. આ જૂથના અધ્યક્ષ ગૌતમ અદાણીની સંપતિમાં ઘટાડો નોંધાયો છે. અને, તે વિશ્વની સમૃદ્ધ સૂચિમાં એક સ્થાન પાછળ સરકી ગયા છે.

Rich businessman : એશિયામાં ફરી મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી વચ્ચે 'ચીનની દિવાલ'
Mukesh Ambani & Gautam Adani
Follow Us:
| Updated on: May 26, 2021 | 4:41 PM

Rich businessman : મંગળવારે અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં ઘટાડો થયો છે. આ જૂથના અધ્યક્ષ ગૌતમ અદાણીની સંપતિમાં ઘટાડો નોંધાયો છે. અને, તે વિશ્વની સમૃદ્ધ સૂચિમાં એક સ્થાન પાછળ સરકી ગયા છે.

બ્લૂમબર્ગ અબજોપતિની યાદી અનુસાર, અદાણી જૂથના અધ્યક્ષ ગૌતમ અદાણીની નેટવર્થમાં 1.83 અબજ ડોલરનો ઘટાડો થયો છે. જેથી તે 68.4 અબજ ડોલરની સંપત્તિ સાથે 15માં ક્રમે આવે છે. ચીનના ઝોંગ શાંશન હવે 71.0 અબજ ડોલરની સંપત્તિ સાથે 14માં સ્થાને આવે છે. આ યાદીમાં એશિયા અને ભારતના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી 13મા સ્થાને છે.

મંગળવારે અદાણી ગ્રૂપની તમામ 6 લિસ્ટેડ કંપનીઓના શેરમાં ઘટાડો થયો છે. અદાણી એન્ટરપ્રાઇઝના શેરમાં 1.93 ટકાનો ઘટાડો, અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઝોન લિમિટેડના શેરમાં 0.40 ટકાનો ઘટાડો, અદાણી ટોટલ ગેસનો શેર 2.17 ટકા, અદાણી ટ્રાન્સમિશન 5 ટકા અને અદાણી પાવર 0.64 ટકાનો ઘટ્યો છે. આ જ રીતે જૂથની સૌથી કિંમતી કંપની અદાણી ગ્રીન એનર્જીમાં 3.50 ટકાનો ઘટાડો થયો છે. અદાણીની સંપત્તિ આ વર્ષે 34.6 અબજ ડૉલર વધી છે.

ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?

દેશની સૌથી સમુદ્ધ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણી બ્લૂમબર્ગ અબજોપતિની યાદીમાં 13મા ક્રમે છે. રિલાયન્સના શેરમાં મંગળવારે 1.06 ટકાનો ઘટાડો થયો છે. આનાથી તેમની સંપતિમાં 72.5 મિલિયનનો ઘટાડો થયો છે. 75.8 અબજ ડોલરની સંપત્તિ સાથે અંબાણી એશિયામાં પ્રથમ ક્રમે છે.

રિલાયન્સનો શેર 16 સપ્ટેમ્બર 2020 ના રોજ 2369 રૂપિયાના રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો. આ સાથે અંબાણીની સંપત્તિ 90 અબજ ડૉલર સુધી પહોંચી ગઈ અને તે વિશ્વના અમીરોની યાદીમાં ચોથા સ્થાને આવ્યા હતા. પરંતુ આ પછી, કંપનીના શેરમાં ઘટાડાને કારણે અંબાણી ટોપ 10માંથી બહાર થઈ ગયા હતા.

અંબાણી વિશ્વના ધનિક લોકોની યાદીમાં 13મા ક્રમે છે, જ્યારે અદાણી 15મા સ્થાને આવી ગયા છે. એશિયામાં ફરી એકવાર ચીનના ઝોંગ શાંશન 71 અબજ ડોલરની સંપત્તિ સાથે બીજા ક્રમે પહોંચી ગયા છે, ઝોંગઝોંગ હવે વિશ્વના અમીરોની યાદીમાં 14માં ક્રમે છે. મંગળવારે ઝોંગની કુલ સંપત્તિ 2.46 અબજ ડૉલર વધી છે. જો કે, આ વર્ષે તેની કુલ સંપત્તિમાં 7.21 અબજ ડોલરનો ઘટાડો થયો છે.

બ્લૂમબર્ગ અબજોપતિની યાદી અનુસાર, એમેઝોનનો જેફ બેઝોસ વિશ્વના પ્રથમ અમીર છે. તેની કુલ સંપત્તિ 189 અબજ ડૉલર છે. વિશ્વની સૌથી મોટી લક્ઝરી ગૂડ્ઝ કંપની એલવીએમએચ મોટ હેનસીના ચીફ એક્ઝિક્યુટિવના ચેરમેન એવા ફ્રેન્ચ ઉદ્યોગપતિ બર્નાર્ડ આર્નાઉલ્ટ 168 અબજ ડૉલર સંપતિ સાથે ફરી એકવાર આ યાદીમાં બીજા ક્રમે છે. ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ એલોન મસ્ક 167 અબજ ડોલરની સંપત્તિ સાથે ત્રીજા સ્થાને છે. માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સ (143 અબજ ડોલર) આ યાદીમાં ચોથા ક્રમે છે.

અમેરિકન મીડિયા જાયન્ટ અને ફેસબુકના સીઇઓ માર્ક ઝુકરબર્ગ 2 122 અબજની સંપત્તિ સાથે પાંચમા ક્રમે છે. જાણીતા રોકાણકાર વોરેન બફેટ 109 અબજ ડોલરની સંપત્તિ સાથે છઠ્ઠા, અમેરિકન કમ્પ્યુટર વૈજ્ઞાનિક અને ઇન્ટરનેટ ઉદ્યોગસાહસિક લેરી પેજ 108 અબજ ડોલરની સંપતિ સાથે સાતમા ક્રમે, ગુગલના સહ-સ્થાપક સર્જે બ્રિન 104 અબજ ડૉલર સાથે લેરી એલિસન આઠમા ક્રમે છે. 91.4 અબજ ડોલરની સંપત્તિ સાથે યુએસ ઉદ્યોગપતિ લૈરી એલિસન અને રોકાણકાર સ્ટીવ બાલમર 90.9 અબજ ડોલર સાથે અનુક્રમે 9 અને 10માં ક્રમે છે.

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">