Adani Group માં રોકાણ કરનાર ત્રણ વિદેશી ફંડ્સના એકાઉન્ટ ફ્રીઝ થવાના અહેવાલને નકારાયા, રોકાણકારો માટે શું છે સલાહ ?

Adani Group shares: સોમવારે એક ખબરના પગલે શેરમાં કડાકો બોલ્યા બાદ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી(Gautam Adani)ના ગ્રુપે સ્પષ્ટતા કરીછે કે તેના ટોચના શેરધારક સહિત ત્રણ વિદેશી ભંડોળના ખાતા ફ્રીઝ થયા નથી અને આવા અહેવાલો સ્પષ્ટપણે ખોટા અને ગેરમાર્ગે દોરનારા છે.

Adani Group  માં રોકાણ કરનાર ત્રણ વિદેશી ફંડ્સના એકાઉન્ટ ફ્રીઝ થવાના અહેવાલને નકારાયા, રોકાણકારો માટે શું છે સલાહ ?
ગૌતમ અદાણી
Follow Us:
| Updated on: Jun 15, 2021 | 7:59 AM

Adani Group shares: સોમવારે એક ખબરના પગલે શેરમાં કડાકો બોલ્યા બાદ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી(Gautam Adani)ના ગ્રુપે સ્પષ્ટતા કરીછે કે તેના ટોચના શેરધારક સહિત ત્રણ વિદેશી ભંડોળના ખાતા ફ્રીઝ થયા નથી અને આવા અહેવાલો સ્પષ્ટપણે ખોટા અને ગેરમાર્ગે દોરનારા છે. અદાણી જૂથની કંપનીઓમાં હિસ્સો ધરાવતા કેટલાક એફપીઆઇ ખાતાઓના નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL) દ્વારા કથિત જપ્તીના અહેવાલો પછી સોમવારે આ કંપનીઓના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો.

હવે રોકાણકારોના મગજમાં મોટો સવાલ ઉભો છે કે શું તેઓએ આ તકનો લાભ લેવો જોઈએ કે રાહ જોવી જોઈએ? કારણ કે લોઅર સર્કિટ પછી શેરોમાં સારી રિકવરી જોવા મળી હતી અને અંતર ઘટ્યુ હતું. મોટાભાગના નિષ્ણાતોએ રિટેઇલ રોકાણકારોને હાલના સમય માટે આ સ્ટોકથી દૂર રહેવાની સલાહ આપી છે.

અદાણી ગ્રુપના ચાર શેરોમાં T2T (ટ્રેડ ટુ ટ્રેડ) લગાવવામાં આવ્યું છે. આનો અર્થ એ છે કે હાલમાં આ શેર્સમાં કોઈ વેપાર થશે નહીં. આવી સ્થિતિમાં રોકાણકારોએ થોડી વધુ રાહ જોવી જોઈએ. અદાણી જૂથની છ કંપનીઓ શેર બજારમાં લિસ્ટેડ છે અને છેલ્લા એક વર્ષમાં આ શેરોએ 200-1000% રિટર્ન આપ્યું છે.

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો

અદાણી ગ્રૂપે કહ્યું કે આ સમાચારથી રોકાણકારોને મોટું નુકસાન થયું છે ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝ તેમજ અદાણી પોર્ટ્સ એન્ડ સેઝ, અદાણી ગ્રીન એનર્જી, અદાણી ટોટલ ગેસ, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી પાવરએ સ્ટોક એક્સચેંજને જણાવ્યું હતું કે ગ્રુપ કંપનીઓમાં હિસ્સો ધરાવનાર ફંડ ના ખાતા NSDL ધવરા જપ્ત કરવાની ખબર સ્પષ્ટ રીતે ગેરમાર્ગે દોરનાર છે અને રોકાણકાર સમુદાયને ગેરમાર્ગે દોરવા માટે ઇરાદાપૂર્વક ફેલાવવામાં આવ્યો છે.” આર્થિક નુકસાન અને ગ્રુપની પ્રતિષ્ઠાને ન ભારે નુકસાન થયું છે

NSDL એ પણ સ્પષ્ટતા કરી નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ એટલે કે એનએસડીએલે પણ સ્પષ્ટતા કરી હતી કે અદાણી જૂથની કંપનીઓમાં રોકાણ કરતા ત્રણ એફપીઆઇના ખાતાઓ પર કોઈ પ્રતિબંધ નથી. એશિયાના બીજા ક્રમના સૌથી મોટા સમૃદ્ધ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની આગેવાની હેઠળના અદાણી ગ્રૂપની ચાર કંપનીઓમાં 43,500 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરનારા આ ત્રણ એફપીઆઈના ખાતા ફ્રીઝ થઈ ગયા હોવાના અહેવાલ સોમવારે સવારે વહેતા થયા હતા. આ સમાચાર પછી સોમવારે અદાણી જૂથની કંપનીના શેરના પ્રારંભમાં વેપારમાં 20% ઘટાડો થયો હતો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">