રિલાયન્સ રિટેલના ‘મિલ્કબાસ્કેટ’ સર્વિસનો અમદાવાદમાં પ્રારંભ, ટૂંક સમયમાં સુરત, વડોદરા, રાજકોટ, જામનગરમાં શરૂ કરાશે સેવા

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Bipin Prajapati

Updated on: Oct 10, 2022 | 3:28 PM

મિલ્કબાસ્કેટ દ્વારા આગામી એક મહિનામાં રાજ્યના પાટનગર ગાંધીનગર સહિત અમદાવાદના તમામ વિસ્તારોને આવરી લેવાની યોજના ધરાવે છે. તાજા ફળો અને શાકભાજી સહિતની 13થી વધુ શ્રેણીઓમાં 6000થી વધુ ઉત્પાદનોની યાદી દ્વારા દરેક પ્રકારની કરિયાણાની જરૂરિયાતો પૂરી પાડવામાં આવે છે.

રિલાયન્સ રિટેલના ‘મિલ્કબાસ્કેટ’ સર્વિસનો અમદાવાદમાં પ્રારંભ, ટૂંક સમયમાં સુરત, વડોદરા, રાજકોટ, જામનગરમાં શરૂ કરાશે સેવા
Milkbasket powered by Reliance Retail Ltd

રિલાયન્સ રિટેલ લિમિટેડ દ્વારા સંચાલિત મિલ્કબાસ્કેટનો (Milkbasket) ગુજરાતના અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારમાં આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. આવનારા ટૂંક સમયમાં સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ગુજરાતના અન્ય કેટલાક શહેરોમાં મિલ્કબાસ્કેટની સેવા શરૂ કરી દેવામાં આવશે. મિલ્કબાસ્કેટ ગ્રોસરી શોપિંગ મોબાઇલ એપ્લિકેશને, અમદાવાદમાં 20 વિસ્તારોમાં ડિલિવરી કરવાનું શરૂ કર્યું છે, તેમાં નવરંગપુરા, બોપલ, સાઉથ બોપલ, વાસણા, વસ્ત્રાપુર વગેરે વિસ્તારોનો સમાવેશ થાય છે.

અમદાવાદમાં અન્ય કેટલાક વિસ્તારોમાં ડિલિવરી આગામી અઠવાડિયાઓમાં શરૂ થશે. જેમાં થલતેજ, મકરબા, ન્યુ રાણીપ, મણિનગર, ચાંદખેડા, નિકોલ અને લાંભા સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે. મિલ્કબાસ્કેટ દ્વારા આગામી એક મહિનામાં રાજ્યના પાટનગર ગાંધીનગર સહિત અમદાવાદના તમામ વિસ્તારોને આવરી લેવાની યોજના ધરાવે છે.

મિલ્કબાસ્કેટ એપ હાલમાં અમદાવાદમાં તેના નવા ગ્રાહકો માટે MILK15નો આકર્ષક પ્રારંભિક ઓફર કોડ લાવ્યું છે. એકવાર વપરાશકર્તા મિલ્કબાસ્કેટ પર MILK15 કોડ સાથે સાઇન અપ કરે તો, તેને 15 દિવસ માટે તાજા દૂધના ઓર્ડર પર 100 % કેશબેક મળશે. આ કોડ વડે વપરાશકર્તા મહત્તમ રૂ. 500 કેશબેક મેળવી શકે છે. આ કેશબેક પ્રથમ ટોપ-અપના 16માં દિવસે તમારા મિલ્કબાસ્કેટ વોલેટમાં જમા થશે. એપને પ્લેસ્ટોર અથવા એપ સ્ટોર અથવા અધિકૃત મિલ્કબાસ્કેટ વેબસાઇટ પરથી સરળતાથી ડાઉનલોડ કરી શકાશે.

ભારતીય ઘરોમાં રોજિંદી સામાન્ય જરૂરિયાત એટલે કે તાજા દૂધની વહેલી સવારે ડિલિવરી માટે શરૂ કરાયેલી સેવા મિલ્કબાસ્કેટ આજે તાજા ફળો અને શાકભાજી સહિતની 13થી વધુ શ્રેણીઓમાં 6000થી વધુ ઉત્પાદનોની યાદી દ્વારા દરેક પ્રકારની કરિયાણાની જરૂરિયાતોને પણ પૂરી કરે છે.

મિલ્કબાસ્કેટના વપરાશકર્તાઓ તેમના ઓર્ડરમાં મધ્યરાત્રિ 12 વાગ્યા સુધી ઉમેરો કરી શકે છે અથવા તો તેમના ઓર્ડર બદલી પણ શકે છે અને સવારે 7 વાગ્યા સુધીમાં તેમણે આપેલ ઓર્ડર મુજબની વસ્તુઓ તેમના ઘરે આસાનીથી પહોંચી જાય છે. સમયસર ડિલિવરી, બ્રાન્ડની મુખ્ય ખાસિયત બની ગઈ છે.

મિલ્કબાસ્કેટ હાલમાં દિલ્હી, ગુડગાંવ, નોઈડા, ચેન્નાઈ, બેંગ્લોર, નવી મુંબઈ, જલંધર, મોહાલી, હૈદરાબાદ અને મૈસૂર સહિત સમગ્ર ભારતમાં 20થી વધુ શહેરોમાં સેવા આપે છે. મિલ્કબાસ્કેટ આગામી વર્ષમાં ભારતના ટોચના 200 શહેરોમાં સેવા વિસ્તારવાની યોજના પણ ધરાવે છે.

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati