રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું નાણાકીય પરિણામ જાહેર થશે, RILની આવક 98 હજાર 417 કરોડ રૂપિયા થવાનો અંદાજ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું નાણાકીય પરિણામ જાહેર થશે, RILની આવક 98 હજાર 417 કરોડ રૂપિયા થવાનો અંદાજ

દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના નાણાકીય પરિણામો આજે આવશે. RIL એ સ્ટોક એક્સચેંજને આપેલી માહિતીમાં એવો અંદાજ છે કે જુલાઈથી સપ્ટેમ્બરના બીજા ક્વાર્ટરમાં કંપનીની આવક 11.5% વધીને 98 હજાર 417 કરોડ રૂપિયા થઈ શકે છે જ્યારે આ જ સમયગાળામાં કંપનીનો નફો 11.5% વધીને 9 હજાર 586 કરોડ થઈ શકે છે.

બીજા ક્વાર્ટરમાં કંપનીએ ઉત્પાદનમાં વધારો કર્યો છે.કંપનીનો પેટ્રોકેમ બિઝનેસ સારો દેખાવ કરી શકે છે. રિફાઇનિંગ બિઝનેસમાં નરમાશ દેખાવાના સંકેત મળી શકે છે. કંપનીના ગ્રોસ રિફાઇનિંગ માર્જિન GRM માં સુધારો આવી શકે છે. બીજા ક્વાર્ટરમાં કંપનીનો ગ્રોસ રિફાઇનિંગ માર્જિન બેરલ દીઠ ૭ થી 7.૨૨ ડોલરની વચ્ચે રહેશે. એક વર્ષ પહેલા સમાન ગાળામાં કંપનીની આવક 88 હજાર 253 કરોડ રૂપિયા હતી જેમાં નફો 8 હજાર 267 કરોડ રૂપિયા હતો. કંપનીની earnings before interest, taxes, depreciation, and amortization EBITDA રૂ. 19 હજાર 547 કરોડ હોવાનો અંદાજ છે, જે એક વર્ષ અગાઉ 16 હજાર 875 કરોડ રૂપિયા હતો.


કંપનીના રિટેઇલ બિઝનેસની આવક 34 હજાર 640 કરોડ થઈ શકે છે. અગાઉના ક્વાર્ટરમાં તે 31 હજાર 633 કરોડ હતું. છેલ્લા ત્રિમાસિક ગાળામાં કંપનીના રિટેઇલ બિઝનેસમાં આવકમાં 17 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. JIO નો નફો ૨૧ ટકા વધીને 2,520 કરોડ રૂપિયાથી વધીને 3,100 કરોડ રૂપિયા થઈ શકે છે. આવક અગાઉના ક્વાર્ટરમાં રહેલી રૂ. 16 હજાર 557 કરોડથી વધીને રૂ. 18 હજાર 300 કરોડ થવનો અંદાજ છે. ગ્રાહક દીઠ આવક નજીવી વધીને રૂ .145 થઈ શકે છે. જે પ્રથમ ક્વાર્ટરમાં 140.30 રૂપિયા હતો. જિઓના હાલમાં 40 કરોડ સબ્સ્ક્રાઇબર્સ છે અને બીજા ક્વાર્ટરમાં ૩૦ લાખ ગ્રાહકો ઉમેરાયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Click on your DTH Provider to Add TV9 Gujarati