Reliance Industries : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પોતાના 2 લાખથી વધુ કર્મચારીઓને વાર્ષિક બોનસ આપ્યું

Reliance Industries : રિલાયન્સે તેના કન્ઝ્યુમર વ્યવસાયમાં નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન 75000 થી વધુ લોકોની ભરતી કરી છે. ભારતના કોર્પોરેટ જગતમાં આ સૌથી મોટી ભરતી હતી.

Reliance Industries : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પોતાના 2 લાખથી વધુ કર્મચારીઓને વાર્ષિક બોનસ આપ્યું
FILE PHOTO
Follow Us:
| Updated on: May 04, 2021 | 6:57 PM

Reliance Industries : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) એ નાણાકીય વર્ષ 2021 માટે તેના 2 લાખથી વધુ કર્મચારીઓને બોનસ આપ્યું છે. સોમવારે કંપની દ્વારા કર્મચારીઓને મોકલાયેલી એક નોંધમાં બોનસ ચૂકવણીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. કોવિડ-19ની અસર હેઠળ નાણાકીય વર્ષ 2020-21માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ.નો નફો 35% વધીને રૂ. 53,739 કરોડ થયો છે.

પાંચ ડીવીઝનના કમર્ચારીઓને ચુકવ્યું બોનસ ઓઇલ ટૂ કેમિકલ અને કન્ઝ્યુમર (રિટેલ અને ટેલિકોમ) સહિત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના 5 ડીવીઝનમાં કર્મચારીઓને વેરિયેબલ પે ચૂકવવામાં આવ્યું છે. રિલાયન્સે તેના કન્ઝ્યુમર વ્યવસાયમાં નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન 75000 થી વધુ લોકોની ભરતી કરી છે. ભારતના કોર્પોરેટ જગતમાં આ સૌથી મોટી ભરતી હતી. ગયા નાણાકીય વર્ષમાં જ કંપનીના કર્મચારી લાભનો ખર્ચ 5% વધીને રૂ.14,817 કરોડ થયો છે. કન્ઝ્યુમર વ્યવસાયે (RIL)ની આવકમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે. આ રોગચાળાના સમયગાળા દરમિયાન ઓનલાઇન વધુ ખરીદી અને લોકો દ્વારા ઇન્ટરનેટનો વપરાશ વધારવાને કારણે હતું.

ઓઇલ ટુ કેમિકલ બિઝનેસમાં ઝટકો લાગ્યો Reliance Industries ની આવકમાં ઓઇલ ટુ કેમિકલ બિઝનેસનું યોગદાન ઘટી ગયું, કારણ કે જેટના બળતણ સહિતના મોટા ઉત્પાદનોની માંગમાં ઘટાડો થયો છે. એપ્રિલ 2020 માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પણ આ વ્યવસાય પર કોવિડના વિપરીત પ્રભાવને કારણે ઓઇલ ટુ કેમિકલ બિઝનેસમાં વાર્ષિક 1.5 મિલિયનથી વધુ કમાતા કર્મચારીઓના પગારમાં 10 ટકાનો ઘટાડો કર્યો હતો. આ વ્યવસાયમાં કંપનીએ વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં આપવામાં આવનાર વાર્ષિક બોનસ કે પ્રોત્સાહન પણ મુલતવી રાખ્યું હતું.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

જો કે 6 મહિના પછી કંપનીએ પગાર કાપ પાછો ખેંચી લીધો હતો અને બોનસ પણ ચૂકવ્યું હતું. Reliance Iindustries ની ઓઇલ ટુ કેમિકલ બિઝનેસની કામગીરી 29 ટકા ઘટીને રૂ. 38170 કરોડ થઈ છે.

ગયા વર્ષે મુકેશ અંબાણીએ પોતાનું પૂરું મહેનતાણું છોડી દીધું હતું ગયા વર્ષે Reliance Industries ના ચેરમેન મુકેશ અંબાણીએ નાણાકીય વર્ષ 2021 માટે પોતાનું સંપૂર્ણ મહેનતાણું છોડી દીધું હતું. નાણાકીય વર્ષ 2019 માં અંબાણીનો પગાર રૂ.15 કરોડ હતો, જે છેલ્લા 11 વર્ષથી સમાન સ્તરે રહ્યો છે.

આ પણ વાંચો : વિશાખાપટ્ટનમમાં નવા કોરોના સ્ટ્રેને મચાવ્યો હડકંપ, 3-4 દિવસમાં જ દર્દીઓની હાલત ખરાબ

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">