પેટ્રોલ અને ડીઝલ પર કસ્ટમ ડ્યુટી ઘટાડવાથી રાજ્યોના ટેક્સ હિસ્સાને અસર થશે નહીં: નાણાપ્રધાન સીતારમણ

પેટ્રોલ અને ડીઝલ પર કસ્ટમ ડ્યુટી ઘટાડવાથી રાજ્યોના ટેક્સ હિસ્સાને અસર થશે નહીં: નાણાપ્રધાન સીતારમણ
finance-minister Nirmala Sitharaman (File image)

પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમ અને અન્ય વિપક્ષી નેતાઓએ કહ્યું હતું કે સરકારે શનિવારે સાંજે એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરવાની જાહેરાત કેન્દ્રીય કરમાં રાજ્યોનો હિસ્સો ઘટાડશે. જોકે બાદમાં રવિવારે ચિદમ્બરમે પોતાનું નિવેદન પાછું ખેંચી લીધું હતું અને કહ્યું હતું કે ટેક્સ ઘટાડવાનો બોજ એકલા કેન્દ્ર સરકાર ઉઠાવશે.

TV9 GUJARATI

| Edited By: Dhinal Chavda

May 22, 2022 | 10:42 PM

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) વિપક્ષના આરોપોને ફગાવી દીધા છે કે વાહન ઇંધણ (Fuel) પર કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કેન્દ્રીય કરમાં રાજ્યોના હિસ્સાને અસર કરશે. સીતારમણે રવિવારે કહ્યું હતું કે આ ઈંધણ પર રોડ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેસમાં પેટ્રોલમાં 8 રૂપિયા અને ડીઝલ (Diesel)માં 6 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે, જેનું કલેક્શન ક્યારેય રાજ્યો સાથે શેયર કરવામાં આવતું નથી. તેમણે કહ્યું કે આવી સ્થિતિમાં વિપક્ષનો આ આરોપ સાચો નથી. પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમ અને અન્ય વિપક્ષી નેતાઓએ કહ્યું હતું કે સરકારે શનિવારે સાંજે એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરવાની જાહેરાત કેન્દ્રીય કરમાં રાજ્યોનો હિસ્સો ઘટાડશે. જોકે બાદમાં રવિવારે ચિદમ્બરમે પોતાનું નિવેદન પાછું ખેંચી લીધું હતું અને કહ્યું હતું કે ટેક્સ ઘટાડવાનો બોજ એકલા કેન્દ્ર સરકાર ઉઠાવશે.

સીતારમણે ટ્વીટ કરીને ખુલાસો કર્યો

સીતારમણે ટ્વીટર પર લખ્યું છે કે તે પેટ્રોલ અને ડીઝલ પર લાદવામાં આવનાર ટેક્સ વિશે ઉપયોગી માહિતી શેયર કરી રહી છે, જે બધા માટે ફાયદાકારક રહેશે. તેમણે કહ્યું કે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી એ બેઝિક એક્સાઈઝ ડ્યુટી (BED), સ્પેશિયલ એડિશનલ એક્સાઈઝ ડ્યુટી (SAED), રોડ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેસ (RIC) અને એગ્રીકલ્ચર એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ટેક્સ (AIDC)નું મિશ્રણ છે. ઈન્કમ ટેક્સ રાજ્યો સાથે વહેંચવામાં આવે છે, જ્યારે SAED, RIC અને AIDCને વહેંચવામાં આવતી નથી.

નાણામંત્રીએ કહ્યું કે પેટ્રોલ પર પ્રતિ લીટર 8 રૂપિયા અને ડીઝલ પર 6 રૂપિયા પ્રતિ લીટરની એક્સાઈઝ ડ્યુટી કપાત સંપૂર્ણપણે RICમાં કરવામાં આવી છે. નવેમ્બર 2021માં જ્યારે પેટ્રોલમાં 5 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલમાં 10 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કરવામાં આવ્યો હતો, ત્યારે RICમાં જ કપાત કરવામાં આવી હતી.  કેન્દ્ર-રાજ્ય ટેક્સ શેરિંગ સિસ્ટમ હેઠળ, કેન્દ્ર દ્વારા એકત્ર કરાયેલા 41 ટકા ટેક્સ રાજ્યોને જાય છે. જો કે, તેમાં સેસના માધ્યમથી વસૂલાત કરમાં સમાવેશ થતો નથી. પેટ્રોલ અને ડીઝલ પર લાગતો મોટા ભાગનો ટેક્સ સેસ છે.

શનિવારના ઘટાડા પહેલા પેટ્રોલ પર કેન્દ્રીય ટેક્સ 27.90 રૂપિયા પ્રતિ લિટર હતો, જ્યારે મૂળભૂત એક્સાઈઝ ડ્યૂટી માત્ર 1.40 રૂપિયા પ્રતિ લિટર હતી. એ જ રીતે ડીઝલ પર કુલ 21.80 રૂપિયાનો સેન્ટ્રલ ટેક્સ હતો અને બેઝિક એક્સાઇઝ ડ્યૂટી માત્ર 1.80 રૂપિયા હતી. પેટ્રોલ પર વિશેષ વધારાની એક્સાઈઝ ડ્યુટી પ્રતિ લિટર રૂ. 11 અને ડીઝલ પર રૂ. 8 હતી. AIDC પેટ્રોલ પર 2.50 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ પર 4 રૂપિયા પ્રતિ લિટર હતો.

RIC તરીકે પેટ્રોલ પર પ્રતિ લિટર રૂ. 13ની વધારાની એક્સાઇઝ ડ્યુટી વસૂલવામાં આવી હતી અને ડીઝલ પર પ્રતિ લિટર રૂ. 8ની આવી ડ્યુટી વસૂલવામાં આવી હતી. આમાં શનિવારની એક્સાઈઝ ડ્યુટી કપાત કરવામાં આવી છે. પેટ્રોલ પર માત્ર રૂ. 1.40 પ્રતિ લિટર અને ડીઝલ પર રૂ. 1.80 પ્રતિ લિટરના BED કલેક્શનને રાજ્યો સાથે વહેંચવામાં આવે છે.

તેથી, કેન્દ્ર ટેક્સમાં કરવામાં આવેલી બે કપાતનો બોજ ઉઠાવશે. તેમણે કહ્યું કે ગઈકાલે કાપવામાં આવેલા ટેક્સથી કેન્દ્રને 1,00,000 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. નવેમ્બર 2021માં કાપવામાં આવેલા ટેક્સને કારણે કેન્દ્રને વાર્ષિક રૂ. 1,20,000 કરોડનો ખર્ચ થયો છે. કેન્દ્રની આવક પર કુલ રૂ. 2,20,000 કરોડની અસર પડશે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati