
ભારતીય રિઝર્વ બેંકે(Reserve Bank of India -RBI) કેન્દ્રીય બેંક ના નિર્દેશોનું પાલન ન કરનાર દેશની ચાર બેંકો સામે દંડ ની કાર્યવાહી હાથ ધરી છે. આ બેંકોમાં ત્રણ ગુજરાતની હોવાનું સામે આવ્યું છે. આ બેંકોએ સરકારનાનિયમોની અવગણના કરીહોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. RBI એ એક નિવેદન સાથે આદેશ કરતા કહ્યું હતું કે તપાસ દરમિયાન માલુમ પડ્યું હતું કે આ કાર્યવાહીનો સામનો કરનાર કોએ માર્ગદર્શિકાનું પાલન કર્યું નથી જેના કારણે તેમના પર દંડ ફ્ટકારવાની કાર્યવાહી કરવામાં આવી છે.
દેશની મધ્યસ્થ બેંકે આ કાર્યવાહી માટે ચાર બેંકોના નામ જાહેર કર્યા છે જે સહકારી બેંકો(Co-operative Bank) છે. આરબીઆઈના સત્તાવાર નિવેદન અનુસાર જે બેંકો સામે કાર્યવાહી કરવામાં આવી છે તેમાં Baramati Cooperative Bank, Becharaji Citizens Cooperative Bank, Waghodia Urban Cooperative Bank અને Viramgam Mercantile Cooperative Bankનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : Upcoming IPO: યાત્રા ઓનલાઈન લિમિટેડ કંપનીનો 15 સપ્ટેમ્બરે ખુલશે IPO, વાંચો સંપૂર્ણ માહિતી
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આ તમામ બેંકો પર અલગ-અલગ કારણોસર કાયદેસરની કાર્યવાહી બાદ દંડ લગાવ્યો છે અને તમામ બેંકોને નિયમોનું પાલન કરવાનો નિર્દેશ પણ આપ્યો છે. જો તેઓ નિયમોનું પાલન ન કરે તો દંડ અને નિયંત્રણો સાથે લાદવામાં પણ આવે તો નવાઈ નહીં.
આ પણ વાંચો : Zaggle Prepaid Ocean Services IPO : જાણો ફિનટેક કંપનીના IPO વિશે સંપૂર્ણ માહિતી આ 8 મુદ્દાઓ દ્વારા
નોંધનીય છે કે થોડા દિવસો પહેલા જ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સાઈબર સુરક્ષાના નિયમો વલણ દાખવ્યું હતું. સરકારના નિયમોની અવગણના કેટલીક બેંકને ભારે પડી છે. એપી મહેશ કો-ઓપરેટિવ બેંકને રૂ. 60 લાખ રૂપિયા કરતા વધુનો દંડ ભરવા આદેશ કરવામાં આવ્યો હતો. હેકર્સે આ બેંકોમાં રહેલી નિષ્કાળજીનો લાભ ઉઠાવી 12.48 કરોડ રૂપિયા ઉપાડી લીધા હતા.
Published On - 7:45 am, Fri, 15 September 23