RBI ગવર્નરે કહ્યું દેશની અર્થવ્યવસ્થા સાચા ટ્રેક પર, પેટ્રોલ અને ડીઝલને લઈને કરી મોટી વાત

શક્તિકાંત દાસે કહ્યું કે ભારતમાં મહામારી પછીની સ્થિતિમાં ખૂબ જ ઝડપી ગતિએ વિકાસ કરવાની ક્ષમતા છે. કેટલાક હાઈ ફ્રીક્વન્સી ઈન્ડીકેટર્સ સુચવે છે કે, દેશની અર્થવ્યવસ્થામાં તેજી આવી રહી છે.

RBI ગવર્નરે કહ્યું દેશની અર્થવ્યવસ્થા સાચા ટ્રેક પર, પેટ્રોલ અને ડીઝલને લઈને કરી મોટી વાત
Shaktikanta Das - RBI Governer
TV9 GUJARATI

| Edited By: Nidhi Bhatt

Nov 16, 2021 | 8:41 PM

દેશની સૌથી મોટી સરકારી બેંક ‘સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા’ (State Bank of India) એ આજે ​​તેના વાર્ષિક કાર્યક્રમ ‘એસબીઆઈ બેંકિંગ એન્ડ ઈકોનોમિક્સ કોન્ક્લેવ’ (SBI Banking & Economics Conclave) નું આયોજન કર્યું હતું. નાણામંત્રી નિર્મલા સીતારમણ (Finance Minister Nirmala Sitharaman) અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે (Shaktikanta Das) પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

કાર્યક્રમ દરમિયાન આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે એ બાબતના નક્કર સંકેતો મળ્યા છે કે,  તહેવારની સિઝનને કારણે વપરાશની માંગમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે.  આનાથી કંપનીઓને સાનુકૂળ નાણાકીય પરિસ્થિતિઓ વચ્ચે ક્ષમતાનો વિસ્તાર કરવાની સાથે રોજગાર અને રોકાણને વધારવા માટે પ્રોત્સાહિત કરવી જોઈએ.

મહામારી બાદ ભારતમાં ઝડપથી આગળ વધવાની ક્ષમતા

શક્તિકાંત દાસે કહ્યું, “મને પુરો વિશ્વાસ છે કે ભારતમાં મહામારી પછીની સ્થિતિમાં વધુ ઝડપી ગતિએ વિકાસ કરવાની ક્ષમતા છે. કેટલાક હાઈ ફ્રીક્વન્સી ઈન્ડીકેટર્સ સુચવે છે કે, દેશની અર્થવ્યવસ્થામાં તેજી આવી રહી છે. જ્યારે અર્થવ્યવસ્થા વેગ પકડી રહી છે, તે વ્યાપક-આધારિત અને સારી રીતે સ્થાપિત થાય તે પહેલાં ઘણા કાર્યો પૂર્ણ કરવાના છે.”

તેમણે વધુમાં કહ્યું કે, “ભારતમાં કૃષિ અને ઉત્પાદન ક્ષેત્રમાં કુલ રોજગાર 56 ટકા છે, પરંતુ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)માં તેનું યોગદાન 25 ટકા છે. અમારા કર્મચારીઓનો એક મોટો વર્ગ નીચી ઉત્પાદકતાવાળા વિસ્તારોમાં અટવાયેલો છે, જે અમારી વૃદ્ધિની સંભાવનાને અસર કરી રહ્યો છે.”

પેટ્રોલ અને ડીઝલ વિશે કહી આ વાત

શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ પરની ઘટાડેલી એક્સાઈઝ ડ્યુટી અને વિવિધ રાજ્ય સરકારો દ્વારા ઈંધણ પરના વેટમાં ઘટાડો કરવાથી દેશના સામાન્ય લોકોની ખરીદ શક્તિમાં વધારો થશે. આ દેશના અર્થતંત્ર માટે વધુ સારું સાબિત થશે કારણ કે તે વધારાના વપરાશ માટે વધુ જગ્યા બનાવશે.

તમામ યોજનાઓની છેલ્લી તારીખ હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે

શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, સમયાંતરે સમીક્ષા કર્યા પછી હાલની યોજનાઓને તેમના વાસ્તવિક પરિણામોના આધારે તબક્કાવાર રીતે સમાપ્ત કરવી જોઈએ, જેનાથી મર્યાદિત સંસાધનોની વધુ કાર્યક્ષમ ફાળવણી થઈ શકે. લોન્ચ કરાયેલી દરેક નવી યોજનાની અંતિમ તારીખ હોવી જોઈએ, જે તેના પરિણામો સાથે જોડાયેલી હોય.

આ પણ વાંચો :  Aryan Khan Drug Case: નવાબ મલિકનો નવો ખુલાસો, ગોસાવી અને કાશિફ ખાનની વોટ્સએપ ચેટ શેર કરી પૂછ્યું- આની સાથે સમીર વાનખેડેનો શું સંબંધ છે?

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati