AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રતન ટાટાની ફેવરિટ કંપનીની છપ્પરફાડ કમાણી, એક વર્ષ પહેલા 388 રૂપિયાનો શેર આજે પહોંચ્યો 800ને પાર, માર્કેટ કેપમાં 11,500 કરોડનો થયો વધારો

ટ્રેડિંગ સેશનની થોડી જ મિનિટોમાં કંપનીના વેલ્યુએશનમાં રૂ. 11,500 કરોડનો વધારો જોવા મળ્યો છે. જો આખા વર્ષની વાત કરીએ તો કંપનીના શેરમાં 100 ટકાથી વધુનો વધારો થયો છે. આનો અર્થ એ થયો કે કંપનીના શેરોએ રોકાણકારોને બમણી આવક પ્રદાન કરી છે.

રતન ટાટાની ફેવરિટ કંપનીની છપ્પરફાડ કમાણી, એક વર્ષ પહેલા 388 રૂપિયાનો શેર આજે પહોંચ્યો 800ને પાર, માર્કેટ કેપમાં 11,500 કરોડનો થયો વધારો
| Updated on: Dec 29, 2023 | 4:10 PM
Share

રતન ટાટાના પ્રિય અને તેમના દિલની નજીક, ટાટા મોટર્સે વર્ષના છેલ્લા ટ્રેડિંગ દિવસે પણ રોકાણકારોને ખુશ કરવામાં કોઈ કસર છોડી નથી. ટ્રેડિંગ સેશનની થોડી જ મિનિટોમાં કંપનીના વેલ્યુએશનમાં રૂ. 11,500 કરોડનો વધારો જોવા મળ્યો છે. જો આખા વર્ષની વાત કરીએ તો કંપનીના શેરમાં 100 ટકાથી વધુનો વધારો થયો છે. આનો અર્થ એ થયો કે કંપનીના શેરોએ રોકાણકારોને બમણી આવક પ્રદાન કરી છે.

આગામી દિવસોમાં ટાટા મોટર્સના શેરમાં વધુ ઉછાળો જોવા મળી શકે છે. ચાલો તમને એ પણ જણાવીએ કે કંપનીના શેર કયા સ્તરે પહોંચ્યા છે અને કંપનીનું વેલ્યુએશન ક્યાં પહોંચ્યું છે.

ટાટા મોટર્સના શેર રેકોર્ડ સ્તરે છે

ટાટા ગ્રુપની મોટર કંપની ટાટા મોટર્સના શેર વર્ષના છેલ્લા ટ્રેડિંગ દિવસે રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. માહિતી અનુસાર, કંપનીનો શેર 6.41 ટકાના ઉછાળા સાથે રૂ. 802.60ની દિવસની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. શુક્રવારે આ શેર 779.40 પર બંધ રહ્યો છે. એક દિવસ પહેલા કંપનીના શેર રૂ.754.20 પર બંધ રહ્યો હતો. જો કે આજે કંપનીના શેર પ્રથમ વખત રૂ.800ના સ્તરને પાર કરી ગયો છે. જે 52 વીક હાઈ 802.90 છે.

વેલ્યુએશનમાં રૂ. 11,500 કરોડનો વધારો

ટાટા મોટર્સના વેલ્યુએશનની વાત કરીએ તો કંપનીના શેરમાં જબરદસ્ત વધારો થયો છે. ટ્રેડિંગ સેશન દરમિયાન કંપનીના શેર 52 સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચી ગયા હતા અને કંપનીનું માર્કેટ કેપ રૂ. 2,62,056.34 કરોડે પહોંચ્યું હતું. જ્યારે એક દિવસ પહેલા કંપનીનું માર્કેટ કેપ રૂ. 2,50,561.47 કરોડ હતું. મતલબ કે ટૂંકા ટ્રેડિંગ સેશનમાં કંપનીના વેલ્યુએશનમાં રૂ. 11494.87 કરોડનો વધારો થયો છે. હાલમાં કંપનીનું વેલ્યુએશન 2,60,428.14 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે.

આ પણ વાંચો: જાન્યુઆરી 2024 માં રજાના દિવસે પણ ખુલશે NSE-BSE, જાણો આ દિવસે ટ્રેડિંગની સંપૂર્ણ વિગતો

કંપનીએ બમણી કમાણી કરી

ચાલુ વર્ષમાં ટાટા મોટર્સના શેરમાં બમણો વધારો થયો છે. મતલબ કે ટાટા મોટર્સના રોકાણકારોની કમાણી બમણી થઈ ગઈ છે. ગયા વર્ષના અંતિમ ટ્રેડિંગ દિવસે જ્યારે શેરબજાર બંધ થયું ત્યારે કંપનીનો શેર રૂ. 388.10 પર હતો. જે બાદ વધારો જોવા મળ્યો અને કંપનીનો શેર 802.60 રૂપિયા પર આવ્યો. મતલબ કે કંપનીના શેરમાં 107 ટકાનો વધારો જોવા મળ્યો છે.

ડિસ્કલેમર: અહીં માત્ર માહિતીના હેતુથી આ જાણકારી આપવામાં આવી રહી છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા, તમારે તમારા નાણાકીય સલાહકાર એટલે કે પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવી આવશ્યક છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">