શું ટાટા ગ્રુપની લીડરશીપ બદલાઈ રહી છે? જાણો રતન તાતાએ શુ કહ્યું

ટાટા ટ્રસ્ટના ચીફ રતન ટાટા અને ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેકરણે મીડિયા અહેવાલને ખોટો ગણાવ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ટાટા ગ્રુપ તેનું નેતૃત્વ બદલવા જઈ રહ્યું છે. હવે ટાટા સન્સમાં CEOની નિમણૂક થશે.

શું ટાટા ગ્રુપની લીડરશીપ બદલાઈ રહી છે? જાણો રતન તાતાએ શુ કહ્યું
Ratan Tata

મંગળવારે એક સમાચાર આવ્યા જેમાં દાવો કરવામાં આવ્યો કે ટાટા સન્સ (Tata Sons)ના મેનેજમેન્ટમાં માળખાકીય ફેરફાર થવા જઈ રહ્યો છે. રિપોર્ટ અનુસાર 150 વર્ષનો ઈતિહાસ બદલાશે અને હવે ટાટા સન્સમાં સીઈઓની નિમણૂક કરવામાં આવશે. જોકે ટાટા ટ્રસ્ટના ચેરમેનનું પદ ચાલુ રહેશે, જે ટાટા સન્સમાં 66 ટકા હિસ્સો ધરાવે છે. આજે ખુદ રતન ટાટા (Ratan Tata) અને ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને આ અહેવાલને  ફગાવી દીધો છે.

 

રતન ટાટા દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે હું મીડિયા રિપોર્ટથી ખૂબ દુખી છું. તેમણે કહ્યું કે આવા પાયાવિહોણા અહેવાલથી ટીમ પ્રભાવિત થાય છે, જે ખૂબ જ આરામથી ટાટા ગ્રુપનું કામકાજ સંભાળી રહી છે.

 

તેમના સિવાય ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરન એ પણ કહ્યું કે 106 અરબ ડોલરના સંગઠનની હોલ્ડિંગ કંપનીના નેતૃત્વમાં કોઈ માળખાકીય ફેરફાર થવા જઈ રહ્યો નથી. ચંદ્રશેકરે સંક્ષિપ્ત નિવેદનમાં કહ્યું કે હું જણાવવા માંગુ છું કે નેતૃત્વમાં કોઈ માળખાકીય ફેરફાર નથી થઈ રહ્યો.

 

ટાટા સન્સમાં CEOની નિમણૂકનો દાવો

એક મીડિયાના રીપોર્ટ અનુસાર ટાટા સન્સ કામગીરીમાં સુધારો લાવવા માટે મુખ્ય કાર્યકારી અધિકારી (સીઇઓ) પદ બનાવીને તેના નેતૃત્વ માળખામાં ઐતિહાસિક પરિવર્તન પર વિચારણા કરી રહી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે સીઈઓનું પદ ચેરમેનની વર્તમાન પદથી નીચે હશે અને સીઈઓ “153 વર્ષ જૂના ટાટા સામ્રાજ્યના વિશાળ વ્યવસાયને માર્ગદર્શન આપશે.

 

આવો અહેવાલ ટીમને અસર કરે છે

ચંદ્રશેખરે કહ્યું કે આવો કોઈપણ નિર્ણય બોર્ડની નોમિનેશન અને પારીશ્રમિક  સમિતિ દ્વારા લેવામાં આવે છે. તેમણે કહ્યું કે “આવો કોઈ પણ નિર્ણય જો જરૂરી હોય તો નોમિનેશન અને પારીશ્રમિક સમિતિ દ્વારા લેવામાં આવે છે.  અમે આવા અહેવાલોથી ભારે નિરાશ છીએ. જેનાથી નિયમિત કામકાજમાં વિક્ષેપ સર્જાય છે. ”

 

TCSનું માર્કેટ કેપ 200 અબજ ડોલરને પાર

અહીં આજે ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસનું માર્કેટ કેપ 200 અબજ ડોલરને પાર કરી ગયું છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ હાલમાં 205 અબજ ડોલરની માર્કેટ કેપ સાથે સૌથી મોટી લિસ્ટેડ કંપની છે. ટીસીએસ (TCS) એક 50 વર્ષ જૂની કંપની છે, જે 2004માં શેરબજારમાં લિસ્ટેડ થઈ હતી.

 

13.5 વર્ષ પછી તેનું માર્કેટ કેપ 100 અબજ ડોલરને પાર કરી ગયું હતું. આગળનું 100 બિલિયન ડોલર માત્ર 3.5 વર્ષમાં પાર થયું. વૈશ્વિક આઈટી કંપનીઓની વાત કરીએ તો એસેન્ચરનું માર્કેટ કેપ 216 બિલિયન ડોલરથી વધુ છે. IBMનું માર્કેટ કેપ 122 બિલિયન ડોલર છે અને ઈન્ફોસિસનું માર્કેટ કેપ 99 બિલિયન ડોલર છે.

 

 

આ પણ વાંચો :  સિમ કાર્ડથી લઈને ટાવર લગાવવા સુધીના નિયમો બદલાશે, ટેલિકોમ કંપનીઓ માટે સરકારનો સૌથી મોટો નિર્ણય

Click on your DTH Provider to Add TV9 Gujarati