રસના ગ્રુપના ચેરમેન અને સ્થાપક આરીઝ ખંભાતાનું 85 વર્ષે નિધન, I love you રસનાના સ્લોગનથી આ સોફ્ટ ડ્રિંક બ્રાન્ડ બની હતી લોકપ્રિય

આરીઝ ખંભાતાના નિધનની  (Death) જાણ રસના ગ્રુપ દ્વારા કરવામાં આવી હતી. રસના ગ્રુપ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે  ખૂબ જ દુઃખ અને શોક સાથે અમે  રસના ગ્રુપના ફાઉન્ડિંગ ચેરમેન આરીઝ ખંભાતા બેનેવોલન્ટ ટ્રસ્ટ અને રસના ફાઉન્ડેશનના ચેરમેન – આરીઝ ખંભાતાના દુઃખદ નિધનની જાહેરાત કરીએ છીએ

રસના ગ્રુપના ચેરમેન અને સ્થાપક આરીઝ ખંભાતાનું 85 વર્ષે નિધન, I love you રસનાના સ્લોગનથી આ સોફ્ટ ડ્રિંક બ્રાન્ડ  બની હતી લોકપ્રિય
રસનાના સ્થાપક આરિઝ ખંભાતાનું નિધન
TV9 GUJARATI

| Edited By: Manasi Upadhyay

Nov 21, 2022 | 1:14 PM

જાણીતા ઉદ્યોગપતિ અને રસના ગ્રુપના સ્થાપક અધ્યક્ષ આરીઝ ખંભાતાનું શનિવારે  તારીખ 19 નવેમ્બરની  રાત્રે કાર્ડિયાક એરેસ્ટને કારણે અમદાવાદમાં નિધન થયું હતું. 85 વર્ષીય ઉદ્યોગપતિ લાંબા સમયથી બિમારીથી પીડાતા હતા. તેમના પરિવારમાં તેમની પત્ની પર્સિસ અને બાળકો પીરુઝ, ડેલ્ના અને રુઝાન ખંભાતા છે.   રસના ગ્રૂપ દ્વારા બહાર પાડવામાં આવેલા  નિવેદનમાં વાંચવામાં આવ્યું છે. તેમના પરિવાર  દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું  હતું. નોંધનીય છે કે રરસના ભારતની સૌથી મોટી અને અગ્રણી સોફ્ટ ડ્રિંક બ્રાન્ડ છે. એક સમયે ભારતભરમાં I love you રસનાનું સ્લોગન  ખૂબ લોકપ્રિય હતું તેમજ રસનાના શરબત પણ ભારતના મોટા ભાગના ઘરોમાં લોકપ્રિય  હતા.

આરીઝ ખંભાતા પારસી ઈરાની જરથોસ્ટીસ (WAPIZ)ના વર્લ્ડ એલાયન્સના ભૂતપૂર્વ અધ્યક્ષ હતા. તેમણે અમદાવાદ પારસી પંચાયતના ભૂતકાળના પ્રમુખ અને પારસી ઝોરોસ્ટ્રિયન અંજુમન ઓફ ઈન્ડિયાના ફેડરેશનના ઉપપ્રમુખ તરીકે પણ સેવા આપી હતી. તેઓ ગુજરાતના પ્રારંભિક ઉદ્યોગસાહસિકોમાંના એક હતા.આરીઝ ખંભાતાએ  સોફ્ટ-ડ્રિંક સેગમેન્ટમાં કુટુંબ-માલિકીનો વ્યવસાય ચલાવ્યો હતો, આ બ્રાન્ડ 60 દેશોમાં ઉપલબ્ધ છે અને MNCs દ્વારા પ્રભુત્વ ધરાવતા સેગમેન્ટમાં માર્કેટ લીડર રહી હતી.  આરીઝ ખંભાતાને  વાણિજ્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન માટે રાષ્ટ્રીય નાગરિક પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

રસના ગ્રુપે  જાહેર કર્યું નિવેદન

આરીઝ ખંભાતાના નિધનની  જાણ રસના ગ્રુપ દ્વારા કરવામાં આવી હતી. રસના ગ્રુપ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે  ખૂબ જ દુઃખ અને શોક સાથે અમે  રસના ગ્રુપના ફાઉન્ડિંગ ચેરમેન આરીઝ ખંભાતા બેનેવોલન્ટ ટ્રસ્ટ અને રસના ફાઉન્ડેશનના ચેરમેન – આરીઝ ખંભાતાના દુઃખદ નિધનની જાહેરાત કરીએ છીએ.

રસના 70 ના દાયકામાં  થઈ હતી લોન્ચ

સિત્તેરના દાયકાના મધ્યમાં લોન્ચ કરવામાં આવ્યું હતું, પરંતુ એંસીના દાયકામાં જ્યારે બજારમાં કાર્બોરેટેડ સોફ્ટ ડ્રિંક્સનું પ્રભુત્વ હતું,  ત્યારે રસનાની લોકપ્રિયતા શરૂ થઈ હતી અને વર્ષ 2009 સુધીમાં, ભારતમાં સોફ્ટ ડ્રિંક કોન્સન્ટ્રેટ માર્કેટમાં રસનાનો 93% બજાર હિસ્સો હતો જે  2011 સુધીમાં, કંપનીનું ટર્નઓવર ₹3.5 બિલિયન (US$44 મિલિયન) નોંધાયું હતું.

વિવિધ એવોર્ડથી  સન્માનતિ હતા આરીઝ ખંભાતા

આરીઝ  ખંભાતાને ઉદ્યોગક્ષેત્રમાં તેમના  મહત્વના યોગદાન બદલ   આટલા વર્ષોમાં અનેક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જે પૈકી  કેટલાક મહત્વના એવોર્ડ આ પ્રમાણે છે

  •  પ્રેસિડેન્ટ ઓફ હોમ ગાર્ડ
  • સિવિલ ડિફેન્સ મેડલ
  • સમરસેવા અને સંગ્રામ મેડલ્સ
  • નેશનલ સિટિઝન્સ

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati