રાકેશ ઝુનઝુનવાલા સમર્થિત Akasa Airના ક્રૂ મેમ્બર્સ આ અવતારમાં જોવા મળશે, જુલાઈના અંત સુધીમાં શરૂ થશે કામગીરી

અકાસા એર (Akasha Air)એ તેના કેબિન ક્રૂ માટે ડ્રેસ જાહેર કર્યો છે. આ કપડાં દરિયાઈ કચરામાંથી (marine waste) કાઢવામાં આવેલી પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યા છે.

રાકેશ ઝુનઝુનવાલા સમર્થિત Akasa Airના ક્રૂ મેમ્બર્સ આ અવતારમાં જોવા મળશે, જુલાઈના અંત સુધીમાં શરૂ થશે કામગીરી
Its designing has been done by Rajesh Pratap Singh.
TV9 GUJARATI

| Edited By: Nidhi Bhatt

Jul 04, 2022 | 7:56 PM

અનુભવી રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા સમર્થિત અકાસા એર (Akasa Air) દ્વારા સોમવારે તેના ક્રૂનો યુનિફોર્મ જાહેર કરવામાં આવ્યો હતો. આ એરલાઈન આ મહિનાના અંત સુધીમાં ઉડાન ભરી શકે છે. અકાસા એરને 21 જૂને ભારતમાં તેના પ્રથમ બોઈંગ 737 MAX એરક્રાફ્ટની ડિલિવરી મળી હતી. કંપની આ અઠવાડિયે ટેસ્ટ ફ્લાઈટ્સ યોજવાની યોજના ધરાવે છે. આ પછી તેને કોમર્શિયલ ઓપરેશન (Akasa Air commercial operation) શરૂ કરવા માટે એર ઓપરેટર પરમિટ મળશે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ક્રૂના વ્યસ્ત ફ્લાઈટના સમયપત્રકને ધ્યાનમાં રાખીને આ આઉટફિટની રચના કરવામાં આવી છે.

અકાસા એર એ કહ્યું કે આ પહેલી ભારતીય એરલાઈન છે, જેણે કસ્ટમ ટ્રાઉઝર અને જેકેટ્સ રજૂ કર્યા છે. અકાસા એર માટે તેમના કપડા ખાસ રૂપથી બનાવવામાં આવ્યા છે. આ કપડાં દરિયાઈ કચરામાંથી કાઢવામાં આવેલી પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યા છે. કંપનીએ કહ્યું કે ડ્રેસ ડિઝાઈન કરતી વખતે સુંદરતાની સાથે સાથે સુવિધાનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું. તેની ડિઝાઈનિંગ રાજેશ પ્રતાપ સિંહ દ્વારા કરવામાં આવી છે.

ટેસ્ટિંગ ફ્લાઈટ ખૂબ જ ટૂંક સમયમાં થશે

DGCA સાથે મળીને એરલાઈન ટૂંક સમયમાં પ્રોવિંગ ફ્લાઈટ્સ શરૂ કરશે. પ્રોવિંગ ફ્લાઈટને ટેસ્ટિંગ ફ્લાઈટ પણ કહી શકાય. કોઈપણ એરલાઈને ડીજીસીએ પાસેથી અંતિમ એનઓસી મેળવતા પહેલા આ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. પ્રોવિંગ ફ્લાઈટ સર્ટિફિકેટ મેળવ્યા બાદ એરલાઈનને એર ઓપરેટર સર્ટિફિકેટ મળશે. આ પછી એરલાઈનને એરપોર્ટ સ્લોટ આપવામાં આવશે અને ત્યારબાદ ટિકિટનું વેચાણ શરૂ થશે. ટિકિટ બુકિંગ પ્રક્રિયા બે-ત્રણ અઠવાડિયા સુધી ચાલશે અને પછી તે તેની પ્રથમ ફ્લાઈટ ઉડાન ભરશે.

2023ના બીજા ભાગમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઈટની પણ યોજના છે

અકાસા એર માટે પ્રથમ રૂટ ડોમેસ્ટિક હશે. એરલાઈનની આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ માટેની પણ યોજના છે, જો કે, તે 2023ના બીજા ભાગમાં શરૂ કરવામાં આવશે. વિનય દુબે એવિએશન સેક્ટરનું મોટું નામ છે. તેમણે તેમની કારકિર્દીમાં ડેલ્ટા એરલાઈન્સ અને જેટ એરવેઝ જેવી એરલાઈન કંપનીઓનું સંચાલન કર્યું છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati