કઈ રીતે ખબર પડશે કે તમારુ આધાર કાર્ડ નકલી છે કે અસલી, જાણો સમગ્ર પ્રક્રિયા

આધાર ડેટાને લઈને સાયબર ચોરીની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. આ સ્થિતિમાં UIDAI એ આધાર કાર્ડને ઓનલાઇન અને ઓફલાઇન વેરીફાઈ કરવાની સેવા શરૂ કરી છે. તમે માત્ર એક મિનિટમાં આધાર વેરીફાઈ કરીને છેતરપિંડીથી બચી શકો છો.

કઈ રીતે ખબર પડશે કે તમારુ આધાર કાર્ડ નકલી છે કે અસલી, જાણો સમગ્ર પ્રક્રિયા
QR કોડની મદદથી ઓફલાઇન વેરીફીકેશન
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 26, 2021 | 7:17 AM

હાલમાં, આધાર કાર્ડ સૌથી મહત્વપૂર્ણ અને વિશ્વસનીય ઓળખ સાબિતી છે. મોટાભાગના કામોમાં તેને ફરજિયાત બનાવવામાં આવ્યું છે. જો બાળક જન્મે તો તેનું આધાર કાર્ડ પણ બને છે. દરેક જગ્યાએ તેની જરૂરિયાતને કારણે, આધાર ડેટા સાયબર ક્રિમિનલ્સનાં નિશાના પર આવ્યો છે અને સમયાંતરે આ ડેટાની ચોરીના અહેવાલો આવે છે. આ લેખમાં, જાણીએ કે સાચું અને ખોટું આધાર કાર્ડ કેવી રીતે ઓળખવું.

UIDAI એ આધાર કાર્ડમાં કોઈ છેતરપિંડી ન થાય તેની ખાતરી કરવા માટે વપરાશકર્તાઓને ચેતવણી આપી છે. UIDAI એ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા જણાવ્યું હતું કે કોઈ પણ આધાર કાર્ડ ઓનલાઈન અને ઓફલાઈન વેરીફાઈ કરી શકાય છે. જો ઓફલાઈન વેરિફિકેશન કરવું હોય તો તેનો QR કોડ સ્કેન કરવો પડશે. ઓનલાઈન ચકાસણી માટે લિંક Resident.uidai.gov.in/verify પર જાઓ અને 12 અંકનો આધાર નંબર દાખલ કરો. જો તમે ઈચ્છો છો, તો તમે m-Aadhaar એપથી પણ આ કામ કરી શકો છો.

આધાર કેવી રીતે ચેક કરશો

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

Resident.uidai.gov.in/verify લિંક પર ક્લિક કર્યા પછી, તમને સુરક્ષા કોડ અને કેપ્ચા કોડ ભરવાનું કહેવામાં આવશે. આ પહેલા, તમારે 12 નંબરનો આધાર નંબર દાખલ કરવો પડશે. હવે તમારે ચકાસવા માટે proceed પર ક્લિક કરવું પડશે. અહીં જતાની સાથે જ તમને આધાર સાથે સંબંધિત તમામ માહિતી એક સાથે મળી જશે.

આ રીતે તમે એ પણ જાણી શકશો કે તમારું આધાર ઓરીજીનલ છે કે નહીં. જો તમે ઓફલાઇન ચેક કરવા માંગતા હો, તો આધાર કાર્ડના નીચેના ભાગમાં QR કોડ બનાવવામાં આવે છે. તેને તમારા મોબાઇલ સ્કેનરથી સ્કેન કરો. આ રીતે  તમામ પ્રકારની માહિતી એક સાથે મળી જશે.

મેઈલની મદદથી પણ ચેક કરી શકાશે.

સામાન્ય લોકોની મદદ માટે UIDAI એ અગાઉ એક ટોલ ફ્રી નંબર પણ જાહેર કર્યો હતો. દરેક વ્યક્તિ પાસે સ્માર્ટફોન હોય તે જરૂરી નથી આ વાતને ધ્યાને લઈને આ ટોલ ફ્રી નંબર 1947 જાહેર કરવામાં આવ્યો હતો. જો આધાર સાથે સંબંધિત અન્ય કોઈ સમસ્યા હોય, તો તમે આ નંબર પર કોલ કરી શકો છો અને તમારી વાત રાખી શકો છો. જો તમે ઇચ્છો તો, તમે તમારી ફરિયાદ પણ નોંધાવી શકો છો

UIDAI ને મેઈલ લખીને તમે કોઈ પણ પ્રકારની માહિતી મેળવી શકો છો. આ મેઈલ આઈડીનું સરનામું help@uidai.gov.in છે. આ વિશેષ સેવા દેશની 12 જુદી જુદી ભાષાઓમાં ઉપલબ્ધ છે. આ ભાષાઓમાં તમે હિન્દી, અંગ્રેજી, તેલુગુ, કન્નડ, તમિલ, મલયાલમ, પંજાબી, ગુજરાતી, મરાઠી, ઉડિયા, બંગાળી, આસામી અને ઉર્દૂની મદદ લઈ શકો છો.

આ પણ વાંચો : શું દેશનું સૌથી મોટું કેમિકલ ક્લસ્ટર ફરી ઠપ્પ થશે? જાણો કેમ 1000 ઉદ્યોગો બંધ થવાની સર્જાઈ ચિંતા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">