કોલ પહેલા સંભળાતા પ્રિ કોવીડ સંદેશ, દરરોજ 3OO કરોડ કોલ પાછળ ૩ કરોડ કલાકનો વ્યય કરે છે

જ્યારે તમે કોઈને ફોન (call) કરો છો, પ્રથમ 30 સેકંડ માટે, તમારે સૌ પ્રથમ કોરોના બચાવ અંગે અપીલ સંદેશ સાંભળવો પડે છે. આ પ્રક્રિયા છેલ્લા ઘણા મહિનાઓથી ચાલી રહી છે, જે ટેલિકોમ વપરાશકારો માટે માથાનો દુખાવો બની છે.

કોલ પહેલા સંભળાતા પ્રિ કોવીડ સંદેશ, દરરોજ 3OO કરોડ કોલ પાછળ ૩ કરોડ કલાકનો વ્યય કરે છે
કોવિડ સાવચેતીના મેસેજ થી લોકો હવે પરેશાન થઈ રહ્યા છે,

જ્યારે તમે કોઈને ફોન (call) કરો છો, પ્રથમ 30 સેકંડ માટે, તમારે સૌ પ્રથમ કોરોના બચાવ અંગે અપીલ સંદેશ સાંભળવો પડે છે. આ પ્રક્રિયા છેલ્લા ઘણા મહિનાઓથી ચાલી રહી છે, જે ટેલિકોમ વપરાશકારો માટે માથાનો દુખાવો બની છે. હવે તેને (pre-call covid messages) દૂર કરવાની માંગ કરવામાં આવી રહી છે.

એક અહેવાલ અનુસાર, ભારતમાં ટેલિકોમ વપરાશકારો રોજ ૩ કરોડ કલાક કોલ પહેલાં કોવિડ સંદેશા સાંભળે છે. અમિતાભ બચ્ચન ઉપરાંત વોઇસ ઓવર આર્ટિસ્ટ જસલીન ભલ્લાના અવાજમાં આ મેસેજ રેકોર્ડ કરવામાં આવ્યો છે. કોરોનાને જાગૃત કરવાના ત્રીજા સંદેશ પર, એક માણસની ખાંસીનો અવાજ સંભળાય છે. દેશના કરોડો યુઝર્સ કહે છે કે તે હવે તેમના માટે માથાનો દુખાવો બની ગયો છે. ઘણા વપરાશકર્તાઓએ પણ હતાશાની પણ ફરિયાદ કરી છે.

TRAIને ફરિયાદ કરાઈ
કન્ઝ્યુમર એસોસિએશન દ્વારા પ્રી-કોલ કોવીડ મેસેજ અંગે સંચાર અને ગ્રાહક બાબતોના મંત્રાલય અને TRAIને ફરિયાદ કરવામાં આવી છે. તેઓ કહે છે કે હવે આ મેસેજ મહત્વપૂર્ણ નથી. છેલ્લા 10 મહિનાથી આખો દેશ કોરોના સાથે સંઘર્ષ કરી રહ્યો છે. લોકો તેના વિશે પૂરતા પ્રમાણમાં જાણે છે. હવે આ મેસેજે વપરાશકર્તાઓને પરેશાન કરવાનું શરૂ કર્યું છે. ઇમરજન્સી કોલ કરવામાં આવે ત્યારે ઘણી વખત 30 સેકંડમાં મોટું નુકસાન થાય છે.

દરરોજ 300 કરોડ ફોન કોલ્સ થાય છે
ભારતમાં દૈનિક ધોરણે લગભગ 300 કરોડ ફોન કોલ્સ કરવામાં આવે છે. જો આ દરેક કોલ પહેલાં 30 સેકંડ માટે મસેજ વગાડવામાં આવે છે. દૈનિક ધોરણે ૩ કરોડ કલાક થાય છે. મોબાઇલ ફોનથી એક દિવસમાં સરેરાશ 3 ફોન કોલ્સ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, દરેક કોલ પહેલાં 30 સેકન્ડનો પ્રી-કોવિડ મેસેજ વપરાશકર્તાઓ માટે પીડાદાયક સાબિત થઈ રહ્યો છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati