વીજ વપરાશમાં ઝડપી વધારો, ગત વર્ષની તુલનામાં ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહની માંગ વિક્રમી સપાટીએ પહોંચી

વીજ વપરાશમાં ઝડપી વધારો, ગત વર્ષની તુલનામાં ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહની માંગ વિક્રમી સપાટીએ પહોંચી
Electric Power

દેશમાં વ્યસ્ત સમયમાં વીજળીની માંગ વધી રહી છે. ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં વીજ પુરવઠો પાછલા વર્ષના સમાન ગાળાના 176.38 ગિગાવોટના રેકોર્ડ સપાટીને પાર કરી ગયો છે. આ બતાવે છે કે દેશમાં વીજળીનો વપરાશ વધી રહ્યો છે.

Ankit Modi

| Edited By: Bhavesh Bhatti

Feb 09, 2021 | 8:44 AM

દેશમાં વ્યસ્ત સમયમાં વીજળીની માંગ વધી રહી છે. ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં વીજ પુરવઠો પાછલા વર્ષના સમાન ગાળાના 176.38 ગિગાવોટના રેકોર્ડ સપાટીને પાર કરી ગયો છે. આ બતાવે છે કે દેશમાં વીજળીનો વપરાશ વધી રહ્યો છે.

વીજ મંત્રાલયના ડેટા અનુસાર, 1 ફેબ્રુઆરીએ પૂર્ણ થયેલ વ્યસ્ત સમયની વીજળીની માંગ 187.૭૧ગિગાવોટ રહી હતી. તે 2 ફેબ્રુઆરીએ 188.15 ગિગાવોટ , 3 ફેબ્રુઆરીએ 188.11 ગિગાવોટ , 4 ફેબ્રુઆરીએ 183.81 ગિગાવોટ અને 5 ફેબ્રુઆરીએ 184.34 ગિગાવોટ હતું.

ફેબ્રુઆરી 2020 માં વીજળીની સર્વોચ્ચ માંગ 176.38 ગિગાવોટથી વધુ રહી છે. નિષ્ણાંતો કહે છે કે આ આંકડા દર્શાવે છે કે આ વર્ષે ફેબ્રુઆરીમાં વીજ વપરાશમાં વૃદ્ધિ ઉચ્ચ સ્તરે રહેશે.

નિષ્ણાંતોનું કહેવું છે કે જો મહિનાના પ્રથમ પાંચ દિવસમાં વીજળીનો પુરવઠો એક વર્ષ પહેલાના માસિક રેકોર્ડ લેવલ કરતા વધારે હોય તો ચાલુ મહિનામાં વીજળીની માંગ ચોક્કસ વધારે હશે. વ્યસ્ત કલાકો માટે વીજળી માંગ 30 જાન્યુઆરીએ તેની 189.64 ગિગાવોટની સર્વોચ્ચ ઉચ્ચતમ સપાટીએ પહોંચી ગઈ છે. આ પહેલા 28 જાન્યુઆરીએ તે 188.45 ગિગાવોટ ઉચ્ચ સ્તર હતું.

ગયા મહિને, વીજ પ્રધાન આર.કે. સિંહે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, વીજળીની માંગ ટૂંક સમયમાં 200 ગિગાવોટ સુધી પહોંચી જશે. સિંહે કહ્યું હતું કે, “28 જાન્યુઆરીએ વીજળીની માંગ અને પુરવઠો 1,88,452 મેગાવોટની નવી ટોચ પર પહોંચી છે. આ દરે, અમે ટૂંક સમયમાં 200,000 મેગાવોટ પર પહોંચીશું.”

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati