લંડનમાં બિન્દાસ ફરી રહેલાં નીરવ મોદી સામે CBI અને ED આવ્યું એક્શનમાં, UK સરકારને કરી તાત્કાલિક ધરપકડની માંગણી

દેશને રૂ. 13 હજાર કરોડનો ચૂનો લગાવીને નાસૂ છૂટેલા નીરવ મોદીને ભારત લાવવા માટે સરકારે હવે કમર કસી લીધી છે. જેના માટે  યૂનાઈટેડ કિંગ્ડમે નીરવ મોદીના પ્રત્યાર્પણની અરજીને આગળ વધારી છે. ગઇકાલે જ નીરવ મોદી લંડનના જાહેર માર્ગ પર દેખાતાં તેને ભારત લાવવાની માગ ઉગ્ર બની છે. બ્રિટનના ગૃહમંત્રાલય તરફથી જણાવ્યું છે કે, નીરવ મોદીના […]

લંડનમાં બિન્દાસ ફરી રહેલાં નીરવ મોદી સામે CBI અને ED આવ્યું એક્શનમાં, UK સરકારને કરી તાત્કાલિક ધરપકડની માંગણી
Follow Us:
| Updated on: Mar 10, 2019 | 3:31 AM

દેશને રૂ. 13 હજાર કરોડનો ચૂનો લગાવીને નાસૂ છૂટેલા નીરવ મોદીને ભારત લાવવા માટે સરકારે હવે કમર કસી લીધી છે. જેના માટે  યૂનાઈટેડ કિંગ્ડમે નીરવ મોદીના પ્રત્યાર્પણની અરજીને આગળ વધારી છે. ગઇકાલે જ નીરવ મોદી લંડનના જાહેર માર્ગ પર દેખાતાં તેને ભારત લાવવાની માગ ઉગ્ર બની છે.

બ્રિટનના ગૃહમંત્રાલય તરફથી જણાવ્યું છે કે, નીરવ મોદીના પ્રત્યાર્પણ મામલે ભારતની અરજીને વેસ્ટમિંસ્ટર કોર્ટને મોકલી આપવામાં આવ્યું છે. નીરવ મોદીએ પોતાના મામા મેહુલ ચોક્સી સાથે મળીને પંજાબ નેશનલ બેંકને 13 હજાર કરોડ રૂપિયાનો ચૂનો લગાવ્યો હતો.

આ પણ વાંચો : ભારતીય બેંકોના કરોડો રૂપિયાનું ફૂલેકુ ફેરવીને ભાગી ગયેલો નીરવ મોદી લંડનમાંં લાખો રૂપિયાનું જેકેટ પહેરીને ફરે છે!

આ મામલે તપાસ કરી રહેલાં ઈડીએ જણાવ્યું હતું કે, યૂકેમાંથી નીરવ મોદીને ભારત પ્રત્યાર્પણ કરવાના આગ્રહને ગત જુલાઈમાં કરવામાં આવ્યો હતો. જે પછી યૂકેના ગૃહ મંત્રાલયની સેન્ટ્રલ ઓથોરિટીએ પ્રત્યાર્પણના આગ્રહને આગળ વધારવાની કાર્યવાહી માટે વેસ્ટમિંસ્ટર કોર્ટના જીલ્લા જજની પાસે મોકલ્યાનો ખુલાસો કર્યો છે.

TV9 Gujarati

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો
IPL 2024: રોહિત શર્માએ 'ડબલ સેન્ચુરી' ફટકારીને રચ્યો ઈતિહાસ
શનિવારે લંડનમાં બિંદાસ્ત રીતે ફરી રહેલા નીરવ મોદીનો વીડિયો સામે આવ્યા બાદ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારની પ્રેસ કોન્ફરન્સમાં પણ પત્રકારોએ કેટલાક સવાલ ઉભા કર્યા હતાં. જેમને કુમારે આશ્વાસન આપ્યું હ્તું કે, 9 હજાર કરોડ રૂપિયા લઈને ભાગી ગયેલા વિજય માલ્યાને ભારત લાવવાના જે સ્તરે પ્રયાસ થઈ રહ્યાં છે, એ જ સ્તરે નીરવ મોદીના પ્રત્યાર્પણના પ્રયાસ થઈ રહ્યાં છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">