બિઝનેસ કરવો થયો સરળ, મંજુરી મેળવવા માટે નહીં ખાવા પડે ધક્કા, તમામ સુવિધાઓ નેશનલ સિંગલ વિન્ડો સિસ્ટમ પર ઉપલબ્ધ

રોકાણકારોને આકર્ષવા માટે સરકારે નેશનલ સિંગલ વિન્ડો સિસ્ટમ શરૂ કરી છે. આ એક એવું પ્લેટફોર્મ છે, જ્યાં વિવિધ વિભાગો અને મંત્રાલયોની જરૂરી મંજૂરીઓનું કામ એક સાથે કરવામાં આવશે.

બિઝનેસ કરવો થયો સરળ, મંજુરી મેળવવા માટે નહીં ખાવા પડે ધક્કા, તમામ સુવિધાઓ નેશનલ સિંગલ વિન્ડો સિસ્ટમ પર ઉપલબ્ધ
Piyush Goyal

વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે (Piyush Goyal) આજે નેશનલ સિંગલ વિન્ડો સિસ્ટમ (NSWS) લોન્ચ કરી છે, જે રોકાણકારો અને વ્યવસાયો માટે એક કોમન પ્લેટફોર્મ છે. તે એક એવું પ્લેટફોર્મ છે જ્યાં રોકાણકારોની મંજૂરી સંબંધિત તમામ કામગીરી કરવામાં આવશે.

 

આ પ્લેટફોર્મ લોન્ચ થયા બાદ હવે રોકાણકારોએ કોઈપણ બિઝનેસ શરૂ કરતા પહેલા અલગ અલગ ઓફિસોમાં જઈને મંજૂરી મેળવવાની  જરૂર રહેશે નહીં. ગોયલે કહ્યું કે તેનાથી પારદર્શિતા આવશે. આ સિવાય જવાબદારી પણ વધશે.

 

હાલમાં નેશનલ સિંગલ વિન્ડો સિસ્ટમ પર 18 કેન્દ્રીય વિભાગોની 9 રાજ્યોમાંથી મંજૂરીની સંપૂર્ણ વ્યવસ્થા છે. ડિસેમ્બર સુધીમાં પાંચ રાજ્યોમાંથી 14 અન્ય કેન્દ્રીય વિભાગોની મંજૂરીની પ્રક્રિયા પણ સામેલ કરવામાં આવશે. નેશનલ સિંગલ વિન્ડો સિસ્ટમ પર હાલમાં ઘણા પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે, જે રોકાણકારો માટે નવો બિઝનેસ શરૂ કરવા માટે ખૂબ મહત્વની છે.

 

ક્યાં – ક્યાંથી મંજૂરીની જરૂર,  તેના વિશે મળશે માહિતી 

KYC સર્વિસ હેઠળ એક રોકાણકારને એ જાણકારી આપવામાં આવે છે કે તમને ક્યાંથી મંજૂરીની જરૂર છે અને તેના માટે શું પ્રક્રિયા હોય છે. આમાં રોકાણકારોને પ્રશ્નો પૂછવામાં આવે છે અને તેના જવાબોના આધારે મંજૂરી સંબંધિત માહિતી મળે છે. સરળ શબ્દોમાં સમજીએ તો આ એક માર્ગદર્શન જેવું છે.

 

એક જ ફોર્મથી દરેક જગ્યાએ થશે કામ 

Common Registration Form: કોમન રજીસ્ટ્રેશન ફોર્મની મદદથી રોકાણકારોએ એક જ ફોર્મ ભરવાનું હોય છે, જે વિવિધ મંત્રાલયો અને વિભાગો માટે હોય છે. વિવિધ મંત્રાલયો માટે અલગ અલગ ફોર્મ ભરવાની જરૂર રહેતી નથી.

 

બધા ડોક્યુમેન્ટ એક સાથે અપલોડ કરો, જરૂર પડવા પર કાઢી પણ શકો

State registration form એક ક્લિક પર ઉપલબ્ધ છે અને જે રાજ્યમાં રોકાણ કરવું છે, તેનું સિંગલ વિન્ડો એક્સેસ મળે છે.

Document Repository: એક રીતે ઓનલાઈન સ્ટોરેજ જેવું છે, જ્યાં રોકાણકારનો સંપૂર્ણ ડેટાબેઝ તૈયાર કરવામાં આવે છે. બધા ડોક્યુમેન્ટો અહીં જમા કરી શકાય છે અને જરૂરિયાત મુજબ અહીંથી ઉપયોગ પણ કરી શકાય છે.

E-Communication module: આ ફીચરની મદદથી રોકાણકારોને ઓનલાઈન પ્રતિભાવ મળે છે.

 

 

આ પણ વાંચો :  Gold Price Today : સોનું સર્વોચ્ચ સપાટીથી 10 હજાર રૂપિયા સસ્તું થયું, જાણો કિંમતી ધાતુમાં રોકાણ અંગે નિષ્ણાંતોની શું છે સલાહ

 

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati