Petrol Diesel Price Today :દેશની મોટી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ આજે શુક્રવાર તારીખ 18 ફેબ્રુઆરીના પેટ્રોલ-ડીઝલના નવા રેટ જાહેર કર્યા છે. આજે પણ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. ગુજરાતમાં પેટ્રોલ ડીઝલના આજના ભાવ ઉપર નજર કરીએતો અમદાવાદમાં પેટ્રોલ 95.13 અને ડીઝલ 89.12 રૂપિયા પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહ્યું છે.
તમને જાણીને નવાઈ લાગશે કે આપણા દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયાને 107 દિવસ થઈ ગયા છે. બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધઘટ જોવા મળી રહી છે. જો કે છેલ્લા કેટલાક દિવસોથી ક્રૂડ ઓઈલના ભાવમાં નરમાશ જોવા મળી છે. 18 ફેબ્રુઆરી શુક્રવારના રોજ આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલની કિંમત 92 ડોલર પ્રતિ બેરલની આસપાસ રહી હતી. ઉલ્લેખનીય છે કે ક્રૂડ ઓઈલની કિંમતમાં આજે પણ થોડો ઘટાડો નોંધાયો છે.
સતત કેટલાય દિવસોના ઉછાળા બાદ ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે, જ્યારે તેલની કિંમતો વધી રહી હતી ત્યારે તે ચિંતાજનક સ્તરે પહોંચી હતી પરંતુ હવે છેલ્લા કેટલાક દિવસોથી તેલની કિંમતો ઘટી રહી છે પણ ઘટવાની ગતિ ઘણી ધીમી છે. એક સમયે 95 ડૉલર સુધી પહોંચી ગયેલા તેલના ભાવ સતત હવે 92.23 ડૉલર પર પહોંચ્યા છે. oilprice.com અનુસાર આજે શુક્રવારે 18 ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલની કિંમત 92.23 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગઈ છે. આજે WTI ક્રૂડ 0.90 ટકા ઘટીને 90.93 ડોલર થઈ ગયું છે જે ગુરુવારે 92.73 ડોલર હતું. બીજી તરફ બ્રેન્ટ ક્રૂડ આજે 0.80 ટકા ઘટીને 92.23 ડોલર પર આવી ગયું છે. ગુરુવારે બ્રેન્ટ ક્રૂડ 92.73 ડૉલર પર ટ્રેડ થઈ રહ્યું હતું.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં થતી વધઘટની અત્યારે ભારતની સામાન્ય વસ્તી પર કોઈ અસર થઈ રહી નથી. પેટ્રોલ અને ડીઝલના ભાવ, જે ક્રૂડ ઓઇલની કિંમતો પર નિર્ભર છે જે હાલના દિવસોમાં સ્થિર છે. એક તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધઘટ થઈ રહી છે પરંતુ છેલ્લા 107 દિવસથી દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે. તેથી દેશના તમામ જિલ્લાઓ, શહેરો, નગરો, ગામડાઓ વગેરેમાં પેટ્રોલ-ડીઝલ જૂના ભાવે વેચાઈ રહ્યું છે.
ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે જ્યાં પેટ્રોલ 116.34 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 100.53 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.
City | Petrol | Diesel |
Ahmedabad | 95.13 | 89.12 |
Rajkot | 94.89 | 88.89 |
Surat | 94.98 | 88.99 |
Vadodara | 94.78 | 88.76 |
આ પણ વાંચો : Opening Bell : વૈશ્વિક બજારના નબળા કારોબારની ભારતીય શેરબજાર ઉપર અસર દેખાઈ , Sensex 57,488 ઉપર ખુલ્યો
આ પણ વાંચો : Sunny Leone સાથે થઇ છેતરપિંડી, સનીના PAN ની મદદથી 2000 રૂપિયાની લોન લેવાતા નારાજ અભિનેત્રીએ જાણો શું કહ્યું