Petrol-Diesel Price Today : આજે પેટ્રોલ – ડીઝલના ભાવ સ્થિર , જાણો તમારા શહેરમાં શું છે ઇંધણની કિંમત

Petrol-Diesel Price Today : આજે પેટ્રોલ – ડીઝલના ભાવ સ્થિર , જાણો તમારા શહેરમાં શું છે ઇંધણની કિંમત
Petrol-diesel prices today

પેટ્રોલ - ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર જોવા મળી રહ્યો નથી. ગુજરાત(petrol diesel price today in gujarat)માં અમદાવાદમાં પેટ્રોલના 1 લિટરની કિંમત 96.49 રૂપિયા અને ડીઝલની કિંમત 96.03 રૂપિયા પ્રતિ લિટર છે.

TV9 GUJARATI

| Edited By: Ankit Modi

Jul 06, 2021 | 8:20 AM

સતત વધી રહેલા પેટ્રોલ – ડીઝલનાના ભાવ(Petrol-Diesel Price Today) સામે આજે સામાન્ય લોકો માટે થોડી રાહત છે. સરકારી તેલ કંપનીઓએ આજે બળતણના ભાવમાં વધારો કર્યો નથી. દેશની રાજધાની સહિતના તમામ મહાનગરોમાં પેટ્રોલના ભાવ સ્થિર છે. ઘણા દિવસોથી ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર જોવા મળી રહ્યો નથી. પાટનગર દિલ્હીમાં પેટ્રોલના 1 લિટરની કિંમત 99.86 રૂપિયા અને ડીઝલની કિંમત 89.36 રૂપિયા પ્રતિ લિટર છે.

વર્ષ 2021 માં પેટ્રોલના ભાવમાં 15 ટકાનો વધારો 4 મેથી ઇંધણના ભાવમાં સતત ઉછાળો આવે છે. વર્ષ 2021 માં પેટ્રોલના ભાવમાં અત્યાર સુધીમાં 15 ટકાનો વધારો થયો છે. આ વધારા સાથે દેશના 11 રાજ્યોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર કરી ગઈ છે. આ 11 રાજ્યોની યાદીમાં રાજસ્થાન, બિહાર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, જમ્મુ-કાશ્મીર, ઓડિશા, તામિલનાડુ અને લદ્દાખ શામેલ છે. દેશભરમાં સૌથી મોંઘુ પેટ્રોલ રાજસ્થાનના ગંગાનગરમાં ઉપલબ્ધ છે.

વધતા ભાવ સાથે સરકારની આવકમાં પણ વધારો વધતા ભાવો વચ્ચે હવે ભારતીય રેટિંગ એજન્સી આઈકરાએ કહ્યું છે કે જો કેન્દ્ર સરકાર પણ લિટર દીઠ રૂ 4 સુધીનો બળતણ પરનો ટેક્સ ઘટાડે તો પણ આવકમાં કોઈ નોંધપાત્ર ઘટાડો થશે નહીં. નાણાકીય વર્ષ 2021 માં પેટ્રોલની માંગમાં વાર્ષિક ધોરણે 10.6 ટકાનો ઘટાડો થયો છે પરંતુ ઇંધણ પર ટેક્સ દ્વારા કેન્દ્ર સરકારની વાર્ષિક આવક 55 ટકા વધીને 3.5 લાખ કરોડ રૂપિયા થઈ છે.

જાણો તમારા શહેરના ભાવ તમે એસએમએસ દ્વારા પેટ્રોલ ડીઝલની કિંમત જાણી શકો છો. પેટ્રોલ ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ કરવામાં આવે છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર તમારે RSP સાથે તમારા શહેરનો કોડ ટાઇપ કરી 9224992249 નંબર પર SMS મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ છે. આને તમે આઈઓસીએલની વેબસાઇટ પરથી જોઈ શકો છો. બીપીસીએલ ગ્રાહક RSP 9223112222 અને HPCL ગ્રાહક HPPRICEને 9222201122 પાર sms મોકલીને તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલના ભાવને જાણી શકો છો.

જાણો તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલ પ્રતિ લીટર કઈ કિંમતે વેચાઈ રહ્યું છે.

City Petrol Diesel
Delhi 99.86 89.36
Kolkata 99.84 92.27
Mumbai 105.95 96.91
Chennai 100.75 93.91
Ganganagar 110.43 101.95
Ahmedabad 96.49 96.03
Rajkot 96.59 96.14
Surat 96.68 96.23
Vadodara 96.55 96.09
(સોર્સ : ગુડ રિટર્ન્સ)

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati