Petrol-Diesel Price Today : એક દિવસની રાહત બાદ ફરી વધ્યા પેટ્રોલ – ડીઝલના દામ, જાણો તમારા શહેરના ભાવ

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં(Petrol-Diesel Price Today) આજે પણ વધારો થયો છે. સરકારી તેલ કંપનીઓએ એક દિવસની રાહત પછી ઇંધણના ભાવમાં વધારો કર્યો છે.

Petrol-Diesel Price Today : એક દિવસની રાહત બાદ ફરી વધ્યા પેટ્રોલ - ડીઝલના દામ, જાણો તમારા શહેરના ભાવ
File picture of petrol pump
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 22, 2021 | 8:46 AM

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં(Petrol-Diesel Price Today) આજે પણ વધારો થયો છે. સરકારી તેલ કંપનીઓએ એક દિવસની રાહત પછી ઇંધણના ભાવમાં વધારો કર્યો છે. આજે પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 28 પૈસાનો વધારો થયો છે અને ડીઝલ પણ 26 પૈસા પ્રતિ લીટર મોંઘુ થઈ ગયું છે. બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલના ભાવમાં થોડી નરમાઇ જોવા મળી છે.

કેટલું મોંઘુ થયું ઇંધણ? આજના વધારા પછી દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 97.50 રૂપિયા અને ડીઝલનો ભાવ પ્રતિ લિટર 88.23 રૂપિયા થઈ ગયો છે. 4 મેથી અત્યાર સુધીમાં પેટ્રોલ 7.18 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 7.45 રૂપિયા પ્રતિ લિટર મોંઘુ થઈ ગયું છે. આ ઉપરાંત દેશના ઘણા શહેરોમાં 1 લિટર પેટ્રોલ અને ડીઝલની કિંમત પણ 100 રૂપિયાની ઉપર છે.

આ રીતે જાણો તમારા શહેરના ભાવ તમે એસએમએસ દ્વારા પેટ્રોલ ડીઝલની કિંમત જાણી શકો છો. પેટ્રોલ ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ કરવામાં આવે છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર તમારે RSP સાથે તમારા શહેરનો કોડ ટાઇપ કરી 9224992249 નંબર પર SMS મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ છે. આને તમે આઈઓસીએલની વેબસાઇટ પરથી જોઈ શકો છો. બીપીસીએલ ગ્રાહક RSP 9223112222 અને HPCL ગ્રાહક HPPRICEને 9222201122 પાર sms મોકલીને તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલના ભાવને જાણી શકો છો.

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

સરકાર ફ્યુલના વિકલ્પ શોધી રહી છે સરકાર ફ્લેક્સ ફ્યુલના ઉપયોગ માટે વિચાર કરી રહી છે. ફ્લેક્સ ફ્યુઅલ એ વૈકલ્પિક બળતણનો એક પ્રકાર છે, જેમાં ગેસોલિન સાથે મિથેનોલ અથવા ઇથેનોલ મિશ્રિત થાય છે. ફ્લેક્સ ફ્યુઅલનો ઉપયોગ કરતા એન્જિનો એવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે કે તેઓ એક કરતા વધારે પ્રકારના ઇંધણ પર દોડી શકે છે. વાહનના એન્જિન અને બળતણ પ્રણાલીમાં થોડા ફેરફારથી ફ્લેક્સ ફ્યુઅલ વાહનો ગેસોલિન મોડેલના એન્જિન જેવા દેખાય છે. આ તકનીકની શરૂઆત 90 ના દાયકામાં પ્રથમ કરવામાં આવી હતી. તેનો ઉપયોગ 1994 માં મોટા પાયે શરૂ થયો હતો.

જાણો તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલ પ્રતિ લીટર કઈ કિંમતે વેચાઈ રહ્યું છે

City Petrol Diesel
Delhi 97.5 88.23
Kolkata 97.38 91.08
Mumbai 103.63 95.72
Chennai 98.65 92.83
Ganganagar 108.2 100.97
Ahmedabad 94.41 95.03
Rajkot 94.17 94.8
Surat 94.37 95
Vadodara 94.13 94.74
(સોર્સ : ગુડ રિટર્ન્સ)

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">