Petrol-Diesel Price Today : હજુ સસ્તું થઈ શકે છે પેટ્રોલ ડીઝલ! આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં 2 દિવસમાં 5 ટકાનો ઘટાડો,જાણો આજના રેટ

|

Nov 05, 2021 | 8:03 AM

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol-Diesel Price Today : હજુ સસ્તું થઈ શકે છે પેટ્રોલ ડીઝલ! આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં 2 દિવસમાં  5 ટકાનો ઘટાડો,જાણો આજના રેટ
Petrol and diesel price today

Follow us on

Petrol-Diesel Price Today : આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં ધરખમ ઘટાડો થયો છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત બેરલ દીઠ 85 થી ઘટીને 81 ડોલર પ્રતિ બેરલની નીચે આવી ગઈ છે. છેલ્લા 48 કલાકમાં ક્રૂડ ઓઈલ 5 ટકા સસ્તું થયું છે. જો કે સ્થાનિક કંપનીઓ ભાવમાં હજુ વધુ ઘટાડો કરશે કે કેમ તે અંગે નિષ્ણાતો કહે છે કે હાલમાં તે મુશ્કેલ લાગે છે. કારણ કે ક્રૂડ ઉત્પાદક દેશોના સંગઠન OPEC+ની બેઠકમાં ક્રૂડનો પુરવઠો ધીમે ધીમે વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રશિયાના ઉર્જા મંત્રીએ કહ્યું કે બેઠકમાં અગાઉના નિર્ણયને યથાવત રાખવામાં આવ્યો છે. વર્ષ 2022ના અંત સુધીમાં ઉત્પાદનમાં દર મહિને 4 લાખ બેરલ પ્રતિ દિવસનો વધારો કરવામાં આવશે.

સરકારી ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના નવા દર જાહેર કર્યા છે. આજે 5 નવેમ્બરે ઈંધણના દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આજે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 103.97 રૂપિયા પ્રતિ લીટર છે જ્યારે ડીઝલ 86.67 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  • દિલ્હીમાં પેટ્રોલ 103.97 રૂપિયા અને ડીઝલ 86.67 રૂપિયા પ્રતિ લીટર છે
  • મુંબઈમાં પેટ્રોલ રૂ. 109.98 અને ડીઝલ રૂ. 94.14 પ્રતિ લીટર
  • ચેન્નાઈ પેટ્રોલ રૂ. 101.40 અને ડીઝલ રૂ. 91.43 પ્રતિ લીટર
  • કોલકાતા પેટ્રોલ રૂ. 104.67 અને ડીઝલ રૂ. 89.79 પ્રતિ લીટર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે જ્યાં પેટ્રોલ 116.34 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 100.53 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

 

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના  રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 95.13 89.12
Rajkot 94.89 88.89
Surat 94.98 88.99
Vadodara 94.78 88.76

 

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

 

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત
પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે. છૂટક ઇંધણના ભાવ નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. એ શહેરોની સંખ્યા સતત વધી રહી છે જ્યાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરથી વધુ કિંમતે વેચાય છે.

 

આ પણ વાંચો :  દિવાળીની રજાઓમાં વિદેશયાત્રા કરવાની ઈચ્છા છે પણ બજેટ ઓછું છે? જાણો આ 10 દેશ વિશે જ્યાં તમે પ્રવાસની મોજ સાથે 1 રૂપિયામાં ઘણી ચીજો પણ ખરીદી શકો છો

 

આ પણ વાંચો : E-rupee: RBI પણ બીટકોઈનની જેમ ડિજિટલ કરન્સી ચલણમાં મૂકે તો? જાણો હકરાત્મક અને નકારાત્મક પાસાઓ અંગેના અનુમાન

 

Published On - 7:39 am, Fri, 5 November 21

Next Article