Petrol Diesel Price Today : આજે સવારે પેટ્રોલ – ડીઝલના નવા ભાવ જાહેર થયા, આ રીતે જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ
ગુજરાતમાં (Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે.રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 113.49 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 98.24 રૂપિયા પ્રતિ લીટર છે.
છેલ્લા 24 કલાક દરમિયાન વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી અને બ્રેન્ટ ક્રૂડ WTIના ભાવ સ્થિર છે. દરમિયાન સરકારી ઓઈલ કંપનીઓએ પણ મંગળવારે સવારે પેટ્રોલ અને ડીઝલના છૂટક દર(Petrol Diesel Price Today) જાહેર કર્યા છે. સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા જારી કરાયેલા લેટેસ્ટ રેટ પ્રમાણે આજે પણ દિલ્હી, મુંબઈ સહિત દેશના ચાર મહાનગરોમાં તેલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. દિલ્હીમાં પેટ્રોલ 96.72 રૂપિયા અને ડીઝલ 89.62 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. જો ક્રૂડ ઓઈલની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં તેની કિંમતોમાં નજીવો ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં બ્રેન્ટ ક્રૂડની કિંમત ઘટીને 92.10 ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ છે જ્યારે WTIનો દર પણ ઘટીને $86.01 પ્રતિ બેરલ થઈ ગયો છે.
દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત
- દિલ્હીમાં પેટ્રોલ રૂ. 96.72 અને ડીઝલ રૂ. 89.62 પ્રતિ લીટર
- મુંબઈમાં પેટ્રોલ રૂ. 106.35 અને ડીઝલ રૂ. 94.28 પ્રતિ લીટર
- ચેન્નાઈ પેટ્રોલ રૂ. 102.63 અને ડીઝલ રૂ. 94.24 પ્રતિ લીટર
- કોલકાતા પેટ્રોલ રૂ. 106.03 અને ડીઝલ રૂ. 92.76 પ્રતિ લીટર
ગુજરાતમાં (Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 113.49 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 98.24 રૂપિયા પ્રતિ લીટર છે.
ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે
City | Petrol | Diesel |
Ahmedabad | 96.42 | 92.17 |
Rajkot | 96.19 | 91.95 |
Surat | 96.31 | 92.07 |
Vadodara | 96.54 | 92.28 |
દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો
આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત
પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.