Petrol Diesel Price Today : શું પેટ્રોલ – ડીઝલમાં સંભવિત ભાવ વધારો ટળી ગયો? જાણો આજના લેટેસ્ટ રેટ

|

Mar 11, 2022 | 8:42 AM

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today : શું પેટ્રોલ - ડીઝલમાં સંભવિત ભાવ વધારો ટળી ગયો? જાણો આજના લેટેસ્ટ રેટ
આજે પણ મોંઘુ થયું તમારા વાહનનું ઇંધણ

Follow us on

Petrol Diesel Price Today : આજે 11 માર્ચ શુક્રવાર માટે પેટ્રોલ અને ડીઝલ(Petrol – Diesel)ના નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે. દેશના ઘણા શહેરોમાં આજે ઇંધણના ભાવમાં ફેરફાર થયો છે. કોઈ શહેરમાં ઈંધણના ભાવમાં ઘટાડો થયો છે તો કોઈ શહેરમાં તેલના ભાવમાં વધારો થયો છે. બીજી તરફ ક્રૂડ ઓઈલ(Crude Oil)ના ભાવમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. માત્ર બે દિવસ પહેલા એટલે કે 9 માર્ચ 2022ના રોજ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત 130 ડોલર પ્રતિ બેરલની ઉપર પહોંચી ગયેલું ક્રૂડ આજે 11 માર્ચે આંતરરાષ્ટ્રીય બજારમાં 108 ડોલર પ્રતિ બેરલ પર આવી ગયું છે. oilprice.com પર મળેલી માહિતી અનુસાર ક્રૂડ ઓઇલની આજે કિંમત 108.30 ડોલર પ્રતિ બેરલ છે.

ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે હવે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં નોંધપાત્ર વધઘટ જોવા મળી રહી છે. 130.3 ડૉલર પ્રતિ બેરલ પર પહોંચેલા ક્રૂડ ઑઇલના ભાવમાં 20 ડૉલરથી વધુનો ઘટાડો થયો છે. oilprice.com તરફથી મળેલી માહિતી અનુસાર WTI ક્રૂડની કિંમત આજે 11 માર્ચે ઘટીને 105.6 ડૉલર પર આવી ગઈ છે જ્યારે બ્રેન્ટ ક્રૂડની કિંમત પણ ઘટીને 108.30 ડોલર પ્રતિ બેરલ પર આવી ગયો છે.

ચૂંટણી બાદ પેટ્રોલ-ડીઝલ મોંઘા થવાનો ડર હતો

ઉલ્લેખનીય છે કે વિધાનસભા ચૂંટણીના છેલ્લા તબક્કાનું મતદાન ગત 7મી માર્ચે થયું હતું. 10 માર્ચે પરિણામો પણ જાહેર થયા છે. નિષ્ણાતોએ કહ્યું કે દેશના 5 રાજ્યોમાં ચૂંટણી પૂર્ણ થયા બાદ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવા લાગશે. જો કે અત્યારે દેશના તમામ શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જે રીતે વધારો થવાની વાત કરવામાં આવી રહી છે તે રીતે વધતી જણાતી નથી. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ચૂંટણી બાદ ઈંધણના ભાવમાં 30 રૂપિયા પ્રતિ લિટર સુધીનો વધારો થઈ શકે છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  • દિલ્હીમાં પેટ્રોલ રૂ. 95.41 અને ડીઝલ રૂ. 86.67 પ્રતિ લીટર
  • મુંબઈમાં પેટ્રોલ રૂ. 109.98 અને ડીઝલ રૂ. 94.14 પ્રતિ લીટર
  • ચેન્નાઈ પેટ્રોલ રૂ. 101.40 અને ડીઝલ રૂ. 91.43 પ્રતિ લીટર
  • કોલકાતા પેટ્રોલ રૂ. 104.67 અને ડીઝલ રૂ. 89.79 પ્રતિ લીટર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે જ્યાં પેટ્રોલ 116.34 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 100.53 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 95.13 89.12
Rajkot 94.89 88.89
Surat 94.98 88.99
Vadodara 94.78 88.76

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

 

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

આ પણ વાંચો :  Income Tax Rules : શું તમે જાણો છો કે તમે કાર લોન પર પણ ટેક્સમાં છૂટ મેળવી શકો છો, જાણો કેવી રીતે મળશે લાભ

આ પણ વાંચો : ભારતીય શેરબજારે 3.166 ટ્રિલિયન ડોલરની માર્કેટ કેપ સાથે બ્રિટનને પાછળ ધકેલ્યું, જાણો કોણ છે નંબર 1

Next Article