Petrol Diesel Price Today : આજે પણ મોંઘુ થયું ઇંધણ , જાણો ક્યા શહેરમાં પેટ્રોલ – ડીઝલના દામ 100 રૂપિયાને પાર પહોંચ્યા

Petrol Diesel Price Today : ફરી એકવાર આજે ઇંધણ ભવમાં વધારો ઝીકવામાં આવ્યો છે. તેલ કંપનીઓ દ્વારા પેટ્રોલના ભાવમાં 26 પૈસા અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 7 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.

Petrol Diesel Price Today : આજે પણ મોંઘુ થયું ઇંધણ , જાણો ક્યા શહેરમાં પેટ્રોલ - ડીઝલના દામ 100 રૂપિયાને પાર પહોંચ્યા
Today, the government oil companies have given relief to the common man by not raising petrol and diesel prices.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 24, 2021 | 12:32 PM

Petrol Diesel Price Today : ફરી એકવાર આજે ઇંધણ ભવમાં વધારો ઝીકવામાં આવ્યો છે. તેલ કંપનીઓ દ્વારા પેટ્રોલના ભાવમાં 26 પૈસા અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 7 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. હાલ દિલ્હીમાં પેટ્રોલ. 97.76 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચ્યું છે જયારે ડીઝલ 88.30 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે. બુધવારે બ્રેન્ટ ક્રૂડની કિંમત બેરલ દીઠ 75 ડોલરથી ઉપર પહોંચી હતી. છેલ્લા બે વર્ષમાં આ પ્રથમ વખત છે જ્યારે બ્રેન્ટ ક્રૂડના ભાવ આ સ્તરને પાર કરી ગયા છે.

4 મેથી અત્યાર સુધી ડીઝલની કિંમતમાં 7.52 રૂપિયા પ્રતિ લિટરનો વધારો થયો છે. બીજી તરફ પેટ્રોલ લિટર દીઠ 7.44 રૂપિયા મોંઘુ થઈ ગયું છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, જમ્મુ-કાશ્મીર અને લદાખ આઠ રાજ્યોમાં પેટ્રોલનો છૂટક ભાવ પ્રતિ લિટર 100 રૂપિયા ઉપર છે. ઘણા સમય અગાઉથી મુંબઇ, હૈદરાબાદ અને બેંગલુરુમાં પેટ્રોલ પહેલાથી જ 100 રૂપિયા પ્રતિ લીટરના આંકને પાર કરી ગયું છે.

દરરોજ 6 વાગ્યે ભાવમાં ફેરફાર થાય છે દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા પછી તેની વચન કિંમત નક્કી થાય છે. વિદેશી મુદ્રા દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ શું છે તેના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ બદલાય છે. અલગ અલગ ખર્ચ અને સ્થિતિને જોડતા પેટ્રોલ – ડીઝલની કિંમતોમાં શહેર પ્રમાણે કિંમત અલગ અલગ હોય છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

જાણો તમારા શહેરના ભાવ તમે એસએમએસ દ્વારા પેટ્રોલ ડીઝલની કિંમત જાણી શકો છો. પેટ્રોલ ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ કરવામાં આવે છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર તમારે RSP સાથે તમારા શહેરનો કોડ ટાઇપ કરી 9224992249 નંબર પર SMS મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ છે. આને તમે આઈઓસીએલની વેબસાઇટ પરથી જોઈ શકો છો. બીપીસીએલ ગ્રાહક RSP 9223112222 અને HPCL ગ્રાહક HPPRICEને 9222201122 પાર sms મોકલીને તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલના ભાવને જાણી શકો છો.

જાણો તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલ પ્રતિ લીટર કઈ કિંમતે વેચાઈ રહ્યું છે

City Petrol Diesel
Delhi 97.76 88.3
Kolkata 97.63 91.15
Mumbai 103.89 95.79
Chennai 98.88 92.89
Ganganagar 108.73 101.28
Ahmedabad 94.65 95.08
Rajkot 94.42 94.88
Surat 94.64 95.1
Vadodara 94.3 94.74
(સોર્સ : ગુડ રિટર્ન્સ)

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">