Petrol Diesel Price Today : ક્રૂડના ભાવમાં ભડકો છતાં સરકારે પેટ્રોલ – ડીઝલની કિંમતના મામલે આપી આ રાહત, જાણો ઇંધણના આજના ભાવ

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today : ક્રૂડના ભાવમાં ભડકો છતાં સરકારે પેટ્રોલ - ડીઝલની કિંમતના મામલે આપી આ રાહત, જાણો ઇંધણના આજના ભાવ
Petrol Diesel Price Today
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 26, 2022 | 7:02 AM

દેશની અગ્રણી ઓઈલ કંપનીઓએ આજે ગુરુવાર 26 મે માટે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ (Petrol Diesel Price Today)જાહેર કર્યા છે. આજે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે(Central Government) ગયા સપ્તાહે શનિવારે પેટ્રોલ અને ડીઝલની ખરીદી પર લાગતી એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો. જે બાદ 22 મે રવિવારથી દેશભરમાં પેટ્રોલ અને ડીઝલ 7 રૂપિયાથી 9.50 રૂપિયા પ્રતિ લીટર સસ્તું થઈ ગયું છે. આજે રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 96.72 રૂપિયા અને ડીઝલની કિંમત 89.62 રૂપિયા પ્રતિ લીટર છે.

ક્રૂડ ઓઈલના ભાવ 115 ડોલર સુધી ઉછળ્યા

આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. આમ છતાં કેન્દ્ર સરકાર દેશના સામાન્ય લોકોને મોંઘવારીમાંથી રાહત આપવાના તમામ પ્રયાસો કરી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત 115 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ છે. ગુરુવાર 25 મેના રોજ WTI ક્રૂડના ભાવ 111 ડોલરની આસપાસ ટ્રેડ થઈ રહ્યા છે અને બ્રેન્ટ ક્રૂડના ભાવ 115 ડોલરની આસપાસ ટ્રેડ થઈ રહ્યા છે. આનો સીધો અર્થ એ થયો કે કેન્દ્ર સરકાર દેશવાસીઓને મોંઘા પેટ્રોલ અને ડીઝલમાંથી રાહત આપવા માટે પોતાના નફા સાથે સમાધાન કરી રહી છે.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  • દિલ્હીમાં પેટ્રોલ રૂ. 96.72 અને ડીઝલ રૂ. 89.62 પ્રતિ લીટર
  • મુંબઈમાં પેટ્રોલ રૂ. 111.35 અને ડીઝલ રૂ. 97.28 પ્રતિ લીટર
  • ચેન્નાઈ પેટ્રોલ રૂ. 102.63 અને ડીઝલ રૂ. 94.24 પ્રતિ લીટર
  • કોલકાતા પેટ્રોલ રૂ. 106.03 અને ડીઝલ રૂ. 92.76 પ્રતિ લીટર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 113.49 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 98.24 રૂપિયા પ્રતિ લીટર છે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 96.42 92.17
Rajkot 96.19 91.95
Surat 96.31 92.07
Vadodara 96.54 92.28

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">