Petrol Diesel Price Today : શું ફરી ક્રૂડના ભાવ 100 ડોલરને પાર જશે? જાણો આજના પેટ્રોલ – ડીઝલના રેટ

ગુજરાતમાં (Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today : શું ફરી ક્રૂડના ભાવ 100 ડોલરને પાર જશે? જાણો આજના પેટ્રોલ - ડીઝલના રેટ
Petrol Pump File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2022 | 6:47 AM

વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલ(Crude Oil)ની વધતી કિંમતો વચ્ચે સરકારી ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ (Petrol Diesel Price Today) જાહેર કર્યા છે. આજે મંગળવારે સવારે જાહેર કરાયેલા રેટમાં દેશના કેટલાક શહેરોમાં તેલના ભાવમાં ફેરફાર થયો છે. આજે પણ સરકારી તેલ કંપનીઓએ દિલ્હી, મુંબઈ જેવા દેશના ચારેય મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. ગુજરાતમાં પણ ઇંધણના ભાવ સ્થિર છે પરંતુ યુપી અને બિહારમાં તેના ભાવ બદલાયા છે. યુપીના ગૌતમ બુદ્ધ નગર (નોઈડા-ગ્રેટર નોઈડા) જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલ 11 પૈસા સસ્તું થયું છે. ગાઝિયાબાદમાં પેટ્રોલ 32 પૈસા અને ડીઝલ 30 પૈસા જયારે પટનામાં પણ પેટ્રોલનો ભાવ 35 પૈસા અને ડીઝલનો ભાવ 32 પૈસા પ્રતિ લીટર ઘટ્યો છે.

જો ક્રૂડ ઓઇલની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં તેની કિંમતોમાં ઘણો બદલાવ આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં બ્રેન્ટ ક્રૂડની કિંમત લગભગ બે ડૉલર વધીને 93.96 ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ છે જ્યારે WTIનો દર પણ બે ડૉલર વધીને 87.73 ડોલર પ્રતિ બેરલ થઈ ગયો છે.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  • દિલ્હીમાં પેટ્રોલ રૂ. 96.72 અને ડીઝલ રૂ. 89.62 પ્રતિ લીટર
  • મુંબઈમાં પેટ્રોલ રૂ. 106.35 અને ડીઝલ રૂ. 94.28 પ્રતિ લીટર
  • ચેન્નાઈ પેટ્રોલ રૂ. 102.63 અને ડીઝલ રૂ. 94.24 પ્રતિ લીટર
  • કોલકાતા પેટ્રોલ રૂ. 106.03 અને ડીઝલ રૂ. 92.76 પ્રતિ લીટર

ગુજરાતમાં (Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 113.49 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 98.24 રૂપિયા પ્રતિ લીટર છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 96.42 92.17
Rajkot 96.19 91.95
Surat 96.31 92.07
Vadodara 96.54 92.28

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">