Petrol Diesel Price Today : વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલ 80 ડોલર નીચે સરક્યું, શું ચૂંટણીઓ બાદ સસ્તું થશે પેટ્રોલ – ડીઝલ?

ગુજરાતમાં (Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 113.49 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 98.24 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today : વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલ 80 ડોલર નીચે સરક્યું, શું ચૂંટણીઓ બાદ સસ્તું થશે પેટ્રોલ - ડીઝલ?
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 07, 2022 | 7:00 AM

છેલ્લા 24 કલાક દરમિયાન વૈશ્વિક બજારમાં કાચા તેલની કિંમતોમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે વૈશ્વિક બજારમાં ક્રૂડની કિંમતમાં  થયેલા ઘટાડાની અસર બુધવારે સવારે જાહેર કરાયેલા પેટ્રોલ અને ડીઝલની છૂટક કિંમતો પર જોવા મળી નથી. યુપી,  બિહાર અને હરિયાણામાં સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા જારી કરાયેલા છૂટક દરમાં સ્થાનિક કક્ષાએ  ફેરફાર દેખાયો છે જોકે, દિલ્હી-મુંબઈ જેવા દેશના ચારેય મહાનગરો અને ગુજરાતમાં આજે પણ પેટ્રોલ અને ડીઝલના દરમાં કોઈ ફેરફાર થયો નથી. જો ક્રૂડ ઓઈલની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં તેની કિંમતોમાં લગભગ 3 ડોલરનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને બ્રેન્ટ ક્રૂડની કિંમત 80 ડોલરની નીચે આવી ગઈ છે. બ્રેન્ટ ક્રૂડ આજે સવારે 2 ડોલરથી વધુ તૂટીને બેરલ દીઠ 79.35 ડોલર પર પહોંચી ગયું છે. WTIનો દર પણ આજે લગભગ 3 ડોલરના ઘટાડા સાથે 74.66 ડોલર પ્રતિ બેરલ પર વેચાઈ રહ્યું છે.

રશિયા-યુક્રેન યુદ્ધ પછી એકતરફ પશ્ચિમી દેશોએ રશિયા પર આર્થિક પ્રતિબંધો લાદ્યા હતા ત્યાં રશિયાએ  ભારત અને ચીન જેવા મોટા દેશોને રાહત દરે ક્રૂડ તેલ વેચવાનું શરૂ કર્યું હતું. ભારતને આનો જબરદસ્ત ફાયદો મળ્યો અને તે ક્રૂડ ઓઈલના પ્રત્યેક બેરલ પર લગભગ 30 ડોલર એટલેકે આશરે રૂ. 2,470ની બચત કરી રહ્યું છે. આ દિલ સામે યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબાને વિરોધ સાથે નારાજગી વ્યક્ત કરી છે.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  • દિલ્હીમાં પેટ્રોલ રૂ. 96.72 અને ડીઝલ રૂ. 89.62 પ્રતિ લીટર
  • મુંબઈમાં પેટ્રોલ રૂ. 106.35 અને ડીઝલ રૂ. 94.28 પ્રતિ લીટર
  • ચેન્નાઈ પેટ્રોલ રૂ. 102.63 અને ડીઝલ રૂ. 94.24 પ્રતિ લીટર
  • કોલકાતા પેટ્રોલ રૂ. 106.03 અને ડીઝલ રૂ. 92.76 પ્રતિ લીટર

ગુજરાતમાં (Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 113.49 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 98.24 રૂપિયા પ્રતિ લીટર છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 96.42 92.17
Rajkot 96.19 91.95
Surat 96.31 92.07
Vadodara 96.54 92.28

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">